શિવ મંદિર તથ્ય: શિવ મંદિરમાં મંદિરની બહાર કેમ બિરાજમાન હોય છે નંદી? જાણો આ રહસ્ય વિશે.

શિવ મંદિર તથ્ય: શિવ મંદિરમાં મંદિરની બહાર કેમ બિરાજમાન હોય છે નંદી?: આપણાં દેશમાં અસંખ્ય શિવ મંદિરો આવેલા છે. લોકો દરરોજ મંદિરમાં પુજા કરવા જતાં હોય છે. તથા હમણાં થોડા સમય બાદ શ્રાવણ મહિનાનો પણ પ્રારંભ થશે. ત્યારે શિવજીને લાડ લડાવવા લોકો 1 મહિનો શિવજીની પુજા વિશેષ રીતે કરતાં હોય છે. પરંતુ શિવ મંદિરે જતાં લોકો માથી 99% ને ખબર નહીં હોય આ શિવ મંદિર તથ્ય વિશે કે શિવ મંદિરની બહાર નંદી કેમ હોય છે અંદર કેમ નહીં? તો ચાલો જાણીએ આ શિવ મંદિર તથ્ય વિશે નીચે મુજબ.

શિવ મંદિર તથ્ય વિશે

દેશ દુનિયામાં ભગવાન શિવના અનેક મંદિરો છે અને તમે જોયું જ હશે કે દરેક મંદિરમાં નંદી બિરાજમાન હોય છે. પણ શિવ મંદિર તથ્યમાં નોંધવા જેવી વાત એ છે કે શિવ મંદિરની અંદર નહીં પરંતુ બહાર જ નંદી બિરાજમાન હોય છે. કોઇપણ શિવ મંદિરના ગર્ભ ગૃહમાં તમે નંદીની પ્રતિમા નહીં જોઇ હોય. આવું શા માટે હશે? ચાલો તમને જણાવીએ કારણ.

આ પણ વાંચો: કિડની ચોખ્ખી કરવા માટેનું પીણું, આ કુદરતી ડ્રિંક પીવાથી કિડની થઈ જશે ચોખ્ખી, આજથી જ પીવાનું શરૂ કરો આ ડ્રિંક.

પૌરાણિક કથા મુજબ

પૌરાણિક કથા મુજબ, પૂર્વકાળમાં એક ઋષિ હતાં જેમનું નામ શિલાદ હતું. શિલાદ મુની મહાન તપસ્વી હતાં અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. એક વખત તેમના પિતૃઓએ તેમની સામે સપનામાં શિલાદ મુનિના પુત્રને જોવાની ઇચ્છા વ્યક્ત કરી, જેથી બાદ સિલાદ મુનિએ ઇન્દ્રદેવની તપસ્યા કરી તેમની પાસે એક એવા પુત્રની કામના કરી જેને જન્મ અને મૃત્યુનું કોઇ બંધન ન હોય.

ઇન્દ્રદેવે આ ઇચ્છાપૂર્તિ માટે શિલાદ મુનિને ભગવાન શિવની તપસ્યા કરવાની સલાહ આપી. શિલાદ મુનિએ ભગવાન શિવની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા અને શિલાદ મુનિને ભગવાન શિવે વરદાન આપ્યું કે જલ્દી જ મહાદેવ તેમના પુત્ર રૂપે અવતરિત થશે. એવું બન્યું પણ ખરાં. ભગવાન શિવના અંશ રૂપે નંદી જન્મ્યા.

ભગવાન શિવનો અંશ હોવાના કારણે નંદી અજર-અમર તો હતાં જ પરંતું તેઓ નિર્ભય પણ હતા અને ભગવાન શિવના અનન્ય ભક્ત પણ. નંદીની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શિવ અને માતા પાર્વતીએ નંદીજીને સંપૂર્ણ ગણોના અધિપતિ બનાવ્યા, જે બાદ નંદી નંદીશ્વર કહેવાયા. આ ક્ષણના થોડા સમય બાદ જ નંદીના લગ્ન થયા.

આ પણ વાંચો: ચોમાસુ બેસતા જ આ 5 બીમારીઓનો ખતરો વધ્યો. જાણો બીમારી તથા તેના ઉપચાર વિશે.

મરુતોની પુત્રી સુયશા સાથે નંદીએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. ભગવાન શિવે નંદીને વિવાહની ભેટ સ્વરૂપે વરદાન આપ્યું કે, જ્યાં પણ નંદી હશે ત્યાં શિવ હશે અને જ્યાં ભગવાન શિવનો વાસ હશે ત્યાં નંદીનો પણ નિવાસ કરશે. આ જ કારણે એવો સવાદ ઉપસ્થિત થાય કે, નંદી ભગવાન શિવના મંદિરના ગર્ભગૃહની બહાર જ કેમ બિરાજે છે. તો તેનું પહેલુ કારણ એ છે કે નંદી પોતાના ઇષ્ટને હંમેશા પોતાના આંખોની સામે જોવા માંગતા હતાં. આ જ કારણ છે કે તે હંમેશા શિવજીની સામે બિરાજમાન હોય છે. તેવામાં મંદિરની બહાર અથવા ગર્ભ ગૃહની બહાર બિરાજમાન થવા પાછળનું કારણ છે તેમના વિવાહ.

શિવજી પરણિત છે. ભલે શિવ મંદિરમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પ્રતિમા હોય કે ન હોય પરંતુ અર્ધનારેશ્વરના રૂપમાં તેઓ હંમેશા સાથે જ હોય છે અને એકબીજામાં સમાયેલા છે. આ જ કારણે નંદી ગર્ભ ગૃહની અંદર અથવા મંદિરની અંદર સ્થાપિત નથી. કારણ કે નંદીજીના ઇષ્ટ સાથે નંદીજીની માતા સ્વરૂપે મા પાર્વતી પણ વિદ્યમાન છે. આ કારણે દરેક શિવ મંદિરની બહાર નંદી સ્થાપિત છે.

આ લેખ માત્ર આપની જાણકારી માટે છે. અમો પણ અન્ય જગ્યા એથી એકત્ર કરી આપની સુધી પહોચાડવાનો પ્રયત્ન કરેલ છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
શિવ મંદિર તથ્ય
શિવ મંદિર તથ્ય

નંદી કોના પુત્ર સ્વરૂપે જન્મ લીધો હતો?

શિલાદ મુની ઋષિના પુત્ર તરીકે

Leave a Comment

error: Content is protected !!