2000 RS Note News: 2000 રૂપિયાની નોટ કોઈ લેવાની ના પાડે તો શું કરવું? જાણો RBI ના નિયમ?

2000 RS Note News: 2000 રૂપિયાની નોટ કોઈ લેવાની ના પાડે તો શું કરવું? ભારતમાં વર્ષ 2016 માં 500 તથા 1000 ની નોટ બંધ કરવામાં આવી હતી. અને આ નોટબંધી પછી માર્કેટમાં નવી 500 તથા 2000 ની નોટ આવી હતી. ત્યારે લોકો આ નોટો બદલવા માટે બેંકોની લાઇનમાં ઊભા હતા અને નવી ચલણી નોટો સ્વીકારી હતી. પરંતુ હાલમાં ફરીથી 2000 RS Note News માં પાછી ખેચવા માટે બેન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ નોટ પાછી ખેચવાં માટે બેન્ક 30 સપ્ટેમ્બર સુધી બેન્ક દ્વારા સ્વીકારવામાં આવશે.

2000 RS Note

તા. 23/05/2023 થી 2000 રૂપિયાની નોટો બદલવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોની બહાર લાઇનમાં ઉભા છે. રિઝર્વ બેંક એ ચોખવટ પૂર્વક કહ્યું છે કે 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 ની વચ્ચે 2000 રૂપિયાની નોટ બદલાવી શકાય છે. આ 2000 RS Note News સાથે RBI એમ પણ કહ્યું કે 2000 રૂપિયાની નોટ લીગલ રહેશે. એટલે કે, તમે 2000 રૂપિયાની નોટથી કોઈ પણ ચીજવસ્તુ ખરીદી કરી શકો છો. પરંતુ જો કોઈ લોકો 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે છે, તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;

2000 ની નોટ સ્વીકારવાનો ઇનકાર

છેલ્લા બે-ત્રણ દિવસથી પબ્લિક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે રૂપિયા 2000ની નોટોનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ પંપ ડીલરોની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. કારણ કે લોકો 300 રૂપિયાના પેટ્રોલ માટે પણ 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમના માટે ખુલ્લા નાણાંની તકલીફ વધી ગઈ છે. તેમ છતાં પેટ્રોલ પંપના લોકો 2000 રૂપિયાની નોટ સ્વીકારી રહ્યા છે. તે જ સમયે, કેટલીક જગ્યાએથી 2000 RS Note News આવ્યા છે કે દુકાનદારો 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમે તરત જ આ વિષય પર ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ માટે

2000 RS Note News બાબતે RBI મુજબ, જો કોઈ બેંક 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે છે, તો તમે પહેલા તે બેંકના મેનેજરને મળીને ફરિયાદ નોંધાવી શકો છો. દરેક બેંક પાસે ફરિયાદ બુક હોય છે જ્યાં તમે તેના વિશે જાણ કરી ફરિયાદ નોંધાવી શકો છો. આ બાબતે બેંક 30 દિવસની અંદર તમારી ફરિયાદનો જવાબ આપશે. પણ જો આવું ન થાય અથવા તમે બેંકના જવાબથી ખુશ ન હોવ, તો તમે RBIની ઓફિશિયલ વેબસાઇટ cms.rbi.org.in પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ઇન્ટીગ્રેટેડ લોકપાલ યોજના હેઠળ ફરિયાદ

કસ્ટમર RBI ના ઇન્ટીગ્રેટેડ લોકપાલ યોજના નીચે તમે ફરિયાદો નોંધાવી શકે છે. ઇન્ટીગ્રેટેડ લોકપાલ યોજના સર્વિસ ને લગતી ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે છે. આ સુવિધા ઓનલાઈન છે. આ સિવાય જો કોઈ દુકાનદાર પણ 2000ની નોટ લેવાની ના પાડે છે તો તમે પુરાવા સાથે તેની ફરિયાદ RBIને કરી શકો છો. RBI ગવર્નર શક્તિકાંત દાસે ચોખ્ખું કહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ દુકાનદાર કે વિક્રેતા 2000ની નોટ સ્વીકારવાની ના પાડી શકે નહીં.

આ પણ વાંચો: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.

એક સાથે કેટલી નોટ બદલે

2000 RS Note News બાબતે સેન્ટ્રલ બેંકે પોતાના સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે જેની પાસે 2000ની નોટ છે તે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી આપના દેશની કોઈપણ બેંકમાં જઈને તેને બદલી શકે છે. વ્યક્તિ એક જ વખતમાં તમે 20 હજાર રૂપિયા સુધી એટલે કે કુલ 10 નોટો 2000ની બદલી શકશો. RBI બેન્ક દ્વારા જણાવ્યુ હતું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં અને ન તો કોઈ ઓળખપત્રની જરૂરિયાત રહેશે નહીં. RBIના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને અપીલ કરી છે કે તેઓ નોટ બદલવાથી ગભરાશો નહીં. 2000ની નોટો બદલવા માટે લોકો પાસે 4 મહિનાથી પણ વધુ સમય છે.

નોટો બદલવા માટે કોઈ લિમિટ નથી

2000 RS Note News બાબતે RBI દ્વારા જણાવ્યુ હતું કે બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાની કોઈ લિમિટ નથી. પરંતુ આ માટે બેંક ડિપોઝીટના નિયમોને અનુસરવું પડશે. આ સિવાય Business Correspondent Center પર જઈને પણ 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પરંતુ અહીં નોટ બદલવાની લિમિટ માત્ર 4000 રૂપિયા ની જ છે.

તો તમે પણ 2000 રૂપિયાની નોટ બદલવા માટે ચિંતિત છો તો તમે 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ બેંકમાં જઈને નોટ બદલી શકો છો.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
2000 RS Note News
2000 RS Note News

2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ કઈ છે ?

30 સપ્ટેમ્બર

2000 ની નોટ બદલવા માટે કોઈ બેન્ક ના પાડે તો તેની ફરિયાદ ક્યાં કરવી ?

RBI માં ઓનલાઈન

2000 ની નોટ બદલવા માટે કોઈ બેન્ક ના પાડે તો તેની ઓનલાઈન ફરિયાદ કરવા માટેની વેબસાઇટ કઈ છે ?

https://cms.rbi.org.in/

2 thoughts on “2000 RS Note News: 2000 રૂપિયાની નોટ કોઈ લેવાની ના પાડે તો શું કરવું? જાણો RBI ના નિયમ?”

Leave a Comment

error: Content is protected !!