સંકટ મોચન સહાય (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના ફોર્મ pdf | sankat mochan yojana form gujarat pdf
સંકટ મોચન યોજના વિષે સંપૂર્ણ માહિતી :
Complete information about sankat mochan Scheme :ગુજરાત સરકાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવાના હેતુથી ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારના મુખ્ય વ્યક્તિનુ કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને આર્થિક મદદ મળી રહે તે હેતુથી સમાજ સુરક્ષા વિભાગ અને "સંકટ મોચન" યોજના દ્વારા અથવા "રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના." ચાલું કરવામાં આવી. આ યોજનાને રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના (NFBS) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આમ ગુજરાત સરકાર દ્વારા આ વાતને ધ્યાન રાખીને ગરીબ પરિવારો માટે જો કોઇ મુક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે અચાનક મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારોને સહાય આપવામાં આવે છે તે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના (Sankat Mochan Yojana) તરીકે ઓળખવામાં આવે છે.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :
Who can benefit from this scheme :- પરિવાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
- કુટુંબના મુખ્ય આવક મેળવનારનું કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થયેલ હોવુ જોઈએ.
- મૃત પુરુષ અથવા સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- મૃત્યુ પછી 2 વર્ષની અંદર અરજી સબમિટ કરવાની રહેશે. જો તમે 2 વર્ષ પછી અરજી કરો છો, તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
- અરજી કરનાર વ્યકિત ગુજરાત રાજ્ય નો કાયમી રહેવાસી હોવો જોઈએ.
આ યોજના હેઠળ મળવા પાત્ર સહાય :
Assistance eligible under this scheme :આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવાર માંથી કોઈ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણો બધો ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થાય.
આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :
What are the documents required to get benefit in this scheme :- અરજી ફોર્મ
- આધાકાર્ડ
- BPL રેશનકાર્ડ
- ઉમરનો દાખલો ( જન્મ પ્રમાણપત્ર )
- કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક
- મૃત્યુ પામેલા વ્યકિત નું જન્મ પ્રમાણપત્ર/શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- આવકનો દાખલો
- ઉંમર નો દાખલો મેડિકલ ઓફીસર નો...
સંકટ મોચન યોજનાની અરજી ક્યાં કરવી :
Where to Apply for Sankat Mochan Yojana :- શહેરી વિસ્તાર માટે - જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
- ગ્રામ પંચાયત વિસ્તાર માટે - આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
- મહાનગર પાલિકા વિસ્તાર માટે - કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળશે.
સંકટ મોચન યોજના માટેની અરજી મંજૂર કરવાનો અધિકાર કોનો છે :
Who has authority to approve application for Sankat Mochan Yojana :
સંકટ મોચન યોજના હેઠળ અરજદારની અરજી મળ્યા પછી, વિસ્તારના મામલતદારને જરૂરી ચકાસણી સ્વીકારવાનો/નકારવાનો અધિકાર છે.
આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.
સંકટ મોચન યોજના ની સતાવાર વેબસાઈટ :
સંકટ મોચન યોજના PDF DOWNLOAD :
અહીં નિચે ક્લિક કરી રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું ફોર્મ download કરી શકો છો.
DOWNLOAD
સંકટ મોચનસંકટ મોચન યોજનાનો સંપુર્ણ વિડીયો :
Full Video of sankat mochan Scheme :
FAQ - સામાન્ય પૂછતાં પ્રશ્નો :
Q. સંકટ મોચન સહાય યોજનામાં મળવા પાત્ર સહાય કેટલી છે?
A. સંકટ મોચન સહાય યોજનામાં 20000/- ₹ ( વિસ હજાર રૂપિયા ) ની સહાય મળવા પાત્ર છે.
Q. સંકટ મોચન સહાય યોજના માં અરજી કેવી રીતે કરવાની રહેશે? ( ઓફલાઈન કે ઓનલાઈન)
A. સંકટ મોચન સહાય યોજના માં અરજી ઓફલાઈન કરવાની રહેશે.
Q. આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે?
A. આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.
Q. શું આ યોજના નો લાભ મળ્યા બાદ વિધવા સહાય યોજના માં લાભ મળવા પાત્ર છે?
A. આ યોજનાનો લાભ મળ્યા બાદ પણ વિધવા સહાય યોજના નો લાભ મેળવી શકો છો.
ટિપ્પણી પોસ્ટ કરો