AC temperature: રાત્રે સૂતી વખતે ACનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, વધારે ટેમ્પરેચર સ્વાસ્થ્ય માટે નુકશાનકારક, જુઓ અહીથી.

AC temperature: રાત્રે સૂતી વખતે ACનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકો પંખા, કુલર તથા AC નો ઉપયોગ કરી અને ગરમીથી બચતા હોય છે. આ ગરમીથી બચવા અને સુખી નીંદર કરવા આખી રાત AC નો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકોને ખબર હોતી નથી કે રાત્રે સૂતી વખતે AC temperature કેટલું રાખવું જોઈએ. આ માટે અમે આ પોસ્ટ AC temperature વિશેની લઈને આવ્યા છીએ. જેની વિગત નીચે મુજબ માહિતી જોઈએ.

AC temperature વિશે

આ ઉનાળાના દિવસોમાં ગરમીથી બચવા માટે લગભગ ઘરમાં ACનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો ખાસ કરીને રાત્રે AC વગર સૂઈ શકતા નથી. હકીકતમાં, રૂમનું ટેમ્પરેચર તમારી ઊંઘને ​​ઘણી અસર કરે છે. ખાસ કરીને જો તમારી આજુબાજુનું તાપમાન ખૂબ ગરમ અથવા ઠંડુ હોય, તો ગાઢ નિંદ્રામાં મુશ્કેલી પડે છે. એટલા માટે જો તમે ગરમીથી બચવા માટે ACનો ઉપયોગ કરો છો, તો એ જાણવું જરૂરી છે કે તમે કયા AC temperature તાપમાનમાં સારી રીતે સૂઈ શકો.

આ પણ વાંચો: ખિસ્સા માં રહે તેવો મિનિ પંખો, ઘરમાં તો એસી તથા કુલર છે, પણ બહાર માટે આ મિનિ પંખો

ઊંઘ માટે બેસ્ટ AC temperature

Medical News Today અનુસાર, ગાઢ નિંદ્રા માટે આઈડલ એસી ટેમ્પરેચર18 ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. જો કે તે દરેકની સિલેકશન પર પણ આધારિત છે. આ રીતે તમે 15.6 થી 19.6 ડિગ્રી Celsius વચ્ચે ગાઢ નિંદ્રાનો આનંદ લઈ શકો છો. જોકે 23 ડિગ્રી સેલ્સિયસ પણ ઊંઘ માટે સારું તાપમાન ગણવામાં આવે છે.

ACમાં સૂવાના ફાયદા વિશે

જો તમને ઉનાળાની ઋતુમાં ACમાં સૂવું ગમે છે તો તેના ફાયદા પણ છે. તેનાથી તમે Dehydration, heat stroke, fatigue વગેરેથી આરામ મળે છો. જો તમે AC માં એર ફિલ્ટરનો ઉપયોગ કરો છો, તો તે તમને સૂક્ષ્મજીવાણુઓ, બેક્ટેરિયા વગેરેથી દૂર રાખે છે. જેના કારણે અસ્થમા, શ્વાસ સંબંધી રોગોથી બચી શકાય છે.

આ પણ વાંચો: દહીના ફાયદા, શું તમે દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો છો? ચાલો જોઈએ

ACમાં સૂવાના ગેરફાયદા વિશે

જો તમે નિયમિત રૂપે AC ની સફાઈ કરો છો તો સૂતી વખતે ACનો ઉપયોગ સુરક્ષિત રહી શકે છે. પરંતુ હકીકતમાં ગંદા ACમાં ધૂળ, બેક્ટેરિયા, કીટાણુઓ, ફૂગ વગરે બની જાય છે જે આપણા શ્વાસમાં જઈ શકે છે અને તેનાથી બચવા માટે એસી ફિલ્ટર વગેરે સફાઈ કરવું ખૂબ જ જરૂરી છે. સફાઈની ગેરહાજરીમાં, તમે જુદા જુદા પ્રકારની એલર્જી, બેક્ટેરિયા વગેરેનો પણ શિકાર બની શકો છો.

શું તકલીફ થાય છે ?

ખૂબ જ ઠંડા રૂમમાં સૂવાથી ઊંઘ આવવી અને ગાઢ ઊંઘ આવવી મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં નીચા ટેમ્પરેચરને કારણે Blood pressure અને heart rate વધવાની સમસ્યા ઉદભવી શકે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે ACનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
AC temperature
AC temperature

રાત્રે સૂતી વખતે કેટલું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ ?

15.6 થી 19.6 સુધી રાખવું જોઈએ

AC માં સુવાના ફાયદા ક્યાં છે?

Dehydration, heat stroke, fatigue વગેરેથી આરામ મળે છે

3 thoughts on “AC temperature: રાત્રે સૂતી વખતે ACનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, વધારે ટેમ્પરેચર સ્વાસ્થ્ય માટે નુકશાનકારક, જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!