Adharcard Update: ઘરે બેઠા કરો આધારકાર્ડમાં સુધારો: આજકાલ જીવનમાં દરેક જગ્યા પર આધારકાર્ડની જરૂર પડે છે. દરેક નાના નાના કામ માં પણ ફરજિયાત આધારકાર્ડની જરૂરિયાત ઊભી હોય છે. આ આધારકાર્ડ બેન્કમાં , કોઈ દાખલાઓ કઢાવવા , કોરણની રસી લેવી , કોઈ સરકારી સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત છે. એમાં પણ Adharcard Update ના હોય તો લોકોના ઘણા કામો અટકી પડે છે. આ માટે Adharcard Update (આધારકાર્ડ અપડેટ) કરાવવું જરૂરી છે આ આધારકાર્ડ અપડેટ તમે ઘરે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ અપડેટ કરવા માટેની માહિતી નીચે મુજબ.
Adharcard Update
આધાર કાર્ડ અપડેટ કરવું ઘણું સિમ્પલ બની ગયું છે. તમે તમારા નજીકના આધારકાર્ડ કેન્દ્ર પર તથા ઓનલાઈન પણ તમારો Adharcard Update કરી શકો છો. જો તમારું આધારકાર્ડ 10 વર્ષથી વધારે જૂનું છે અને એક પણ વખત અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમારે તમારું આધાર અપડેટ કરાવવું ફરજિયાત છે. Unique Identification Authority of India (UIDAI) એ 14 જૂન, 2023 સુધી આધારકાર્ડ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ પછી તમારે આ સુવિધા મેળવવા માટે પૈસાની ચૂકવણી કરવી પડશે. મજાની વાત એ છે કે હવે તમે ઘરે બેઠા Adharcard Update કરી શકશો.આવો જાણીએ કેવી રીતે…
આધારકાર્ડ અપડેટ માટેની માહિતી
પોર્ટલ
આધારકાર્ડ ધારકો myAadhaar પોર્ટલ ની મદદથી મફત આધારકાર્ડ અપડેટ સેવાનો લાભ લઈ શકે છે.અને આધારકાર્ડ તમે ઘરે Free અપડેટ કરી શકો છો.
આ પણ વાંચો: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન
ઈ-આધાર
આ ઈ-આધાર પોર્ટલ પર તમે આધારની વિગતો મફતમાં અપડેટ કરી શકો છો. જ્યારે આધારકાર્ડ કેન્દ્રો પર તમારે આ માટે 50 રૂપિયાની Fee ભરવી પડશે. માટે આ સેવાનો લાભ તમે ઘરે અપડેટ કરો તો જ ફ્રી મળે છે.
15 જુ પછી કેટલો ચાર્જ લાગશે.
જો તમારે આધારકાર્ડ અપડેટ કરવાનું બાકી છે અને તમે આધારકાર્ડ અપડેટ કરવવામાં વિલંબ કરો છો તો આધારનું Free અપડેટ એ ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે પણ 15 જૂન સુધી ઉપલબ્ધ છે. 15 જૂન પછી તમારે આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયા ભરવા પડશે.
શું અપડેટ કરી શકો
Unique Identification Authority of India દ્વારા 14 જૂન સુધી મફત અપડેટ સેવાના ભાગ રૂપે આધાર કાર્ડ ધારકોને માત્ર ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપડેટ કરવા માટે છે. જો આ તારીખ પહેલા આ કામ નહીં કરો તો પછી તમારે આ માટે 100 રૂપિયાથી વધુ ફી ભરવી પડશે. માટે આ સેવાનો લાભ વહેલી તકે લેવો જોઈએ.
આ પણ વાંચો: આખો દિવસ મોબાઇલ કે કમ્પ્યુટર વાપરતા હોય તો આંખો ની આ રીતે રાખો સંભાળ;
શું ચેન્જ ના કરી શકો
Unique Identification Authority of India ની સેવા માં આધારકાર્ડમાં વ્યક્તિનું નામ, વ્યક્તિની જાતિ અને વ્યક્તિની જન્મ તારીખ તથા તેઓનું સરનામું સહિતની તમારી વિગતો અપડેટ કરી શકો નહીં. આ માટે તમરે નજીકના આધાર કેન્દ્ર પર જઈ ને અપડેટ કરાવવાનું રહેશે.
ક્યાં ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Adharcard Update માં જો ઓનલાઈન આધાર અપડેટ કરવા માટે તમારે તમારું ID પ્રૂફ અને ઘરનું સરનામું અપલોડ કરવું પડશે. આ ડૉક્યુમેન્ટ તમને તમારી વસ્તી વિષયક વિગતો સુધારવામાં મદદ કરશે. જે તમારે પહેલેથી તૈયાર રાખવા પડશે.
Adharcard Update કરવા માટેના સ્ટેપ
- સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ નંબરની મદદથી https://myaadhaar.uidai.gov.in/ પર લોગિન કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારે આધાર નંબર અને OTP દાખલ કરવો પડશે.
- હવે ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્સન સિલેક્ટ કરો અને તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારે તમારું ID પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ સ્કેન કરીને ડ્રોપ લિસ્ટમાં અપલોડ કરવાનું રહેશે.
- પછી સબમિટ પર ક્લિક કર્યા પછી તમને રિક્વેસ્ટ નંબર મળશે અને ત્યાર બાદ આધાર અપડેટ ફોર્મ સબમિટ કરો.
- પછી તમે રિક્વેસ્ટ નંબર દ્વારા તમારી આધાર સ્ટેટસ ચેક કરી શકો છો.
- આધાર કાર્ડ અપડેટ કર્યા પછી તમે તમારું અપડેટ કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
આધારકાર્ડ અપડેટ કરવા માટેની લિંક | અહિંં ક્લીક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp Group જોડાવવા માટે | અહી ક્લિક કરો |

આધારકાર્ડ ઘરે અપડેટ કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://myaadhaar.uidai.gov.in/
આધારકાર્ડ અપડેટ માં તમે શું અદ્પ્દેત કરી શકો છો ?
ઓળખનો પુરાવો તથા સરનામું
1 thought on “Adharcard Update: ઘરે બેઠા કરો આધારકાર્ડમાં સુધારો, એ પણ એકદમ Free; 15 જૂન પછી લાગશે ચાર્જ”