અંબાલાલની વાવાઝોડાની આગાહિ: બિપોરજોય વાવાઝોડુ: windy.com: ગુજરાત પર સંભવિત બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડા અંગે અનેક આગાહિઓ સામે આવી રહિ છે. આ વાવાઝોડુ તારીખ 14-15 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાય તેવી શકયતાઓ છે. ત્યારે આ વાવાઝોડા અંગે અંબાલાની આગાહિ સામે આવી છે. વાવાઝોડાની અસર કયા જિલ્લાઓમા થવાની સંભાવના છે અને તેને લીધે કયા જિલ્લાઓમા વરસાદ થશે તે અંગે અંબાલાલ ની આગાહિ જોઇએ.
તંત્રની તૈયારી
બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતનું વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તંત્ર એ તૈયારી પૂર્ન કરી લીધી છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતામાં વધારો થયો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની ફરી એક વાર આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે, આ વાવાઝોડાની ગુજરાતના અમુક જિલ્લાઓ પર અસર થશે.
અંબાલાલની વાવાઝોડાની આગાહિ
પવન સાથે વરસાદ
તેજ પવન સાથે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે, આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના અમુક જિલ્લાઓમા થશે. તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ પડશે.
વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા પર વધુ જોવા મળે તેવી શકયતાઓ રહેલી છે તેમજ તેજ પવન સાથે વરસાદ આવવાની સંભાવનાઓ છે તો વળી 12થી 16 જૂને મધ્ય ગુજરાતમાં અસર થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી તેને લીધે વરસાદ થઈ શકે છે
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુ: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?
ક્યા થશે સૌથી વધુ અસર ?
દ્વારકા અને માંગરોળમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાવાની શકયતાઓ છે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે આ અંગે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદ થવાની શકયતા સૌથી વધારે છે.
દરિયામા કરંટ જોવા મળશે
તેમણે જણાવ્યું હતુ કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. આગામી 12 થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર પડશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
બંગાળના ઉપસાગરમાં સીસ્ટમ સક્રિય
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12 થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમા ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ હાલ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બની રહ્યુ છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.
અગત્યની લીંક
અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયો | અહિં ક્લીક કરો |
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
હવામાન વિભાગની આગાહિ PDF | અહિં ક્લીક કરો |
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

2 thoughts on “અંબાલાલની વાવાઝોડાની આગાહિ: શું કહે છે અંબાલાલ વાવાઝોડા અંગે ? ક્યા થશે અસર ? ક્યા થશે વરસાદ ?”