અંબાલાલ વરસાદ આગાહિ: અખાત્રીજના પવન પરથી અંબાલાલની ચોમાસાની આગાહિ, કેવુ રહેશે આ વર્ષે ચોમાસુ ?

અંબાલાલ વરસાદ આગાહિ: ambalal chomashu aagahi: હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસા આડે હજુ 2 મહિના જેવો સમય છે ત્યારે ખેડૂતો આવતા વર્ષે ચોમાસુ કેવુ રહેશે એટલે કે વરસાદ કેવો થશે તે જાણવા આતુર હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ અવાર નવાર વરસાદ અંગે આગાહિ કરતા રહે છે અને તેની આગાહિઓ મોટાભાગે સાચી પડે છે. ત્યારે અખાત્રીજના પવન પરથી આવતુ વર્ષ ચોમાસુ કેવુ રહેશે તેની અંબાલાલે આગાહિ કરી છે. ચાલો જાણીએ આવતુ વર્ષ કેવુ રહેશે ?

અંબાલાલ વરસાદ આગાહિ

અખાત્રીજનાં પવન પરથી ઘણા નિષ્ણાંતો વરસાદની આગાહિ કરતા હોય છે ત્યારે ખૂબ જ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શકયતાઓ છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ પણ થઈ શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થઇ શકે તેવી સંભાવના અંબાલાલ પટેલે કરી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક સીસ્ટમ એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે ટ્રેકટર સબસીડી યોજના ઓનલાઇન અરજી

ઉલ્લ્લેખનીય છે કે ગુજરાત મા માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ પડયો હતો. બાદ એપ્રિલ માસના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડયો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરમી પડી રહિ છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપેલ હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તો સાથે સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત મા ગરમી અને કમોસમી વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી છે.

ambalal chomashu aagahi

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અખાત્રીજના પવનનો વરતારો ગાંધીનગર ખાતેથી જોવામાં આવ્યો હતો. અખાત્રીજના દિવસે વહેલી પરોઢનો પવન નૈઋત્ય પશ્ચિમ અને સહેજ ઉતર તરફનો હતો. ઉતર ગુજરાતમાં ભાગોમાં નૈઋત્યના ન્યુઝ મળ્યા છે. આથી આગામી ચોમાસું સમધારણ રહે. વરસાદ વહેલો આવે અને પવન વાયવ્ય તરફનો ઝુકાવ હતો જેના કારણે આંધી વંટોળ સાથે વરસાદ આવે તેવી શકયતાઓ જોવાઇ રહિ છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ચોમાસું સમધારણ રહેવાની સંભાવનાઓ રહે છે. દક્ષિણ પવન ન હતો એટલે એકંદરે દુષ્કાળ ઉતેજક ન ગણાય એટલે ચોમાસું સમધારણ રહે છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે વિવિધ સબસીડી યોજનાઓ ikhedut ઓનલાઇન અરજી શરૂ

ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે કર્યુ છે. જ્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જાર પરથી વર્તારો કાઢતા કહ્યુ હતુ કે, ચોમાસું એકંદરે સારું રહેશે. વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતાઓ રહેલી છે. સાથે અખાત્રીજના દિવસે પણ પવન જોવાતા ચોમાસું સમધારણ રહેવાની શક્યતાઓ છે.. આ સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાનો વરસાદ વહેલો આવશે તેવુ અનુમાન છે.

ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. જોકે, ચોમાસામાં વરસાદ કેટલો થશે. તેના કરતા જ્યારે જ્યારે કૃષિ પાકને જરૂર હોય ત્યારે જો વરસાદ આવે તો કૃષિ પાકને ફાયદો થાય અને ઉત્પાદન સારુ થાય. પરંતુ એક સાથે વરસાદ પડી જાય અને પછી વરસાદ ખેચાય તો ખેતીમા નુકસાન થાય છે. પરંતુ આશા રાખીએ ચાલુ વર્ષેનુ ચોમાસુ સારું રહેશે. અને જરૂર મુજબ વરસાદ થતા રહે.

તમામ જનતા અને ખાસ કરીને ખેડૂતો ચોમાસુ આ વર્ષે કેવુ રહેશે તે જાણવા ઉત્સુક હોય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષો થી ખુબ જ વરસાદ પડી રહ્યો છે. જે ક્યારેક ખેતીના પાકને નુકશાન પણ પહોંચાડે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દર વર્ષે વરસાદ અંગે આગાહિ કરે છે. અને તેમની આગાહિઓ મોટાભાગે સાચી પડે છે/ ત્યારે જોવાનુ રહેશે કે આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તેની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
અંબાલાલ વરસાદ આગાહિ
અંબાલાલ વરસાદ આગાહિ

વરસાદ નો વરતારો શેના પરથી નક્કી થાય છે ?

હોળીની જાર અને અખાત્રીજ ના પવન પરથી વરસાદની આગાહિ કરવામા આવે છે.

2 thoughts on “અંબાલાલ વરસાદ આગાહિ: અખાત્રીજના પવન પરથી અંબાલાલની ચોમાસાની આગાહિ, કેવુ રહેશે આ વર્ષે ચોમાસુ ?”

Leave a Comment

error: Content is protected !!