Ambalal Patel prediction: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ 3 તારીખો માં પડશે ધોધમાર વરસાદ. જુઓ નીચે મુજબ

Ambalal Patel prediction: અંબાલાલ પટેલની આગાહી: આ 3 તારીખો માં પડશે ધોધમાર વરસાદ: હાલમાં ગુજરાત રાજયમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું હતું. આ વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતમાં વરસાદ પણ થયો હતો. અને ઘણા જીલ્લામાં વરસાદ સારો થયો હોવાથી ખેડૂતો એ વાવણી પણ કરી દીધી છે. ત્યારે ફરીથી આ વરસાદની રાહ જોઈ ને બેઠેલા લોકો માટે ખુશ ખબર છે. કારણ કે હવામાન નિષ્ણાંત Ambalal Patel prediction એટ્લે કે અંબાલાલ પટેલની વરસાદ બાબતે આગાહી કરી છે કે આ 3 તારીખોમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. જોઈએ આ આગાહી વિશે નીચે મુજબ.

Ambalal Patel prediction (આગાહી) વિશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વળી પાછી ચોંકાવનારી આગાહી કરી છે. હાલમાં જ ગુજરાતે બિપરજોય વાવાઝોડાનો સામનો કર્યો છે. ત્યારે હવે અંબાલાલે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: વરસાદ અંગે હવમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહિ, કયારે બેસશે ચોમાસુ

આ તારીખે થશે વરસાદ

અંબાલાલ પટેલ ના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા બે કાંઠે વહેશે. એવું જણાવ્યુ હતું. અંબાલાલ પટેલના જણાવ્યાં અનુસાર અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહી જણાવવાનું કે આ અગાઉ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે 5 દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરશે.

આ તારીખમાં પણ વરસાદ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય આ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ? કેવો પડશે વરસાદ?

આ જીલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે એટ્લે કે 25 જૂન ના રોજ નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો વરસાદ પાડવાની શક્યતાઓ છે.

જ્યારે રવિવારે એટ્લે કે 25 જૂને પંચમહાલ, આણંદ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Ambalal Patel prediction
Ambalal Patel prediction

અંબાલાલ પટેલની આગાહી મુજબ કઈ તારીખે ધોધમાર વરસાદ પડશે ?

28- 29- 30 જૂન ના રોજ

હવામાન વિભાગ દ્વારા કઈ તારીખે હળવો વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે.

25 જૂને

હવામાન વિભાગની આગાહી મુજબ ક્યાં જીલ્લામાં વરસાદ થશે ?

નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદ થશે.

Leave a Comment

error: Content is protected !!