અંબાલાલ હવામાન આગાહિ: અંબાલાલ પટેલની ચક્રવાત, વાવાઝોડુ અને વરસાદ ની આગાહિ

અંબાલાલ હવામાન આગાહિ: અંબાલાલ વાવાઝોડુ આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે અને વરસાદ, વાવાઝોડુ જેવી હવામાન ને લગતી તેમની આગાહિઓ મોટેભાગે સાચી પડતી હોય છે. રાજયમા છેલ્લા 1 મહિનાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે વધુ 1 ચોંકાવનારી આગાહિ કરી છે. તેમના મત અનુસાર મે મહિનામા વાવાઝોડુ, ચક્રવાત આવી શકે છે. ચાલો જાણીએ અંબાલાલે વરસાદ અને વાવાઝોડા અંગે શુ આગાહિ કરી છે ?

અંબાલાલ હવામાન આગાહિ

  • મે મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
  • દરિયા કિનારાના વિસ્તારમાં આવશે વરસાદ

માર્ચ મહિનામાં જ્યાં ખરેખર ઉનાળો હોવો જોઇએ તેને બદલે હાલ ઘણા જિલ્લાઓમા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટો પલટો થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ. કેવો રહેશે આ વર્ષે વરસાદ ?

અંબાલાલ વરસાદ આગાહિ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે . મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ વાવાઝોડુ આગાહિ:

અરબ સાગરમાં આવશે ચક્રવાત.
આ અંગે તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવવાની શક્યતાઓ છે. તો 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવવાની સંભાવના રહેલી છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ

કેવુ રહેશે ચોમાસુ ?

અંબાલાલ પટેલે અખાત્રીજના પવન પરથી ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કર્યુ છે. જ્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જાર પરથી વરસાદનો વરતારો કાઢતા કહ્યુ હતુ કે, ચોમાસું એકંદરે સારું રહેશે. વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતાઓ દેખાઇ રહિ છે. સાથે અખાત્રીજના દિવસે પણ પવન જોવાતા ચોમાસું સમધારણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેલી છે.

ગઇકાલે અને આજે સૌરાષ્ટૃના ઘણા જિલ્લાઓ મા કમોસમી વરસાદ પડયો હતો જેને લીધે કેરીના પાકને ઘણુ નુકશાન ગયુ છે. આવનારા દિવસોમા અન્ય જિલ્લાઓમા પણ કમોસમી વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

અંબાલાલ હવામાન આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
અંબાલાલ હવામાન આગાહિ
અંબાલાલ હવામાન આગાહિ

અરબ સાગર મા ચક્રવાત ક્યારે આવવાની શકયતા છે ?

25 મે થી 10 જૂન

ચોમાસાના વરસાદનો વરતારો શેના પરથી કરવામા આવે છે ?

હોળીની જાર અને અખાત્રીજનો પવન

1 thought on “અંબાલાલ હવામાન આગાહિ: અંબાલાલ પટેલની ચક્રવાત, વાવાઝોડુ અને વરસાદ ની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!