અટલ પેન્શન યોજના | atal pension yojana pdf

આ પોસ્ટમાં આપણે જાણીશું અટલ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

અટલ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી :

ભારત સરકાર દ્વારા ઘણી પેન્શન યોજના ઓ ચાલી રહી તેમાંથી આજે આપણે અટલ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું, અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા 2015 માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ ચાલું કરવામાં આવી. આ યોજના નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત થાય છે. આ યોજના નો લાભ 18-40 વર્ષ ના લોકો મેળવી શકે છે.
અટલ પેન્શન યોજના અંતર્ગત સરકારી નોકરી કરતા હોય તથા કોઈ વ્યવસાય કરતા હોય તેમના આ યોજના સર્વ-શ્રેષ્ઠ છે. આ યોજનામા અરજદાર ની ઉંમર 60 વર્ષ થયા બાદ આજીવન પેન્શન મળશે. જો અરજદાર ની ઉમર 18 વર્ષ છે અને આ યોજનામાં જોડાવા માંગતા હોવ તો અરજદાર વષૅ ના 42 રૂપિયા ભરે તો અરજદાર ની ઉમર 60 વર્ષ ત્યાર થી અરજદાર ને દર વર્ષે 1000 રૂપિયા નું પેન્શન મળવા પાત્ર થાય, આ પેન્શન આજીવન આવ્યા કરે છે. જો કોઈ કારણસર અરજદાર 60 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો આ તમામ રકમ તેના નોમીની ને મળે. જો કોઈ વ્યક્તિ ઈનકમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે નહિ.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :

આ યોજના નો લાભ 18-40 વર્ષ ના તમામ લોકો મેળવી શકે છે.
આ યોજનાનો લાભ ભારતના તમામ નાગરીક ને મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા KYC કરાવેલ બચત બેંક ખાતુ હોવુ ફરજીયાત છે.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

 1. આધાકાર્ડ
 2. મોબાઈલ નંબર
 3. ઓળખપત્ર
 4. Address નો પૂરાવો
 5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
Atal pension yojana photo
Atal pension Yojana photo

અટલ પેન્શન યોજના નો મુખ્ય ઉદેશ્ય :

આ યોજના અંતર્ગત 60 વર્ષની વય થવા પર દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સયોજનાનો લાભ મેળવવા માંગે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે આધાર , સેવિંગ બેંક અકાઉન્ટ અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

APY હેઠળ કેટલું પેન્શન મળશે :

1,000/-, 2,000/-, 3,000/-, 4,000 અને 5,000/- એક વ્યકિત દીઠ 60 વર્ષની ઉંમર બાદ પ્રતી માસ માળવા પાત્ર છે.

અટલ પેન્શન યોજના લાભ મેળવવા અરજી કયાં કરવી :

આ યોજનાનો લાભા લેવા માટે અરજદારે રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાંથી અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલવાનું રહેશે. જો તમારું બેંક ખાતુ SBI માં હોય તો તમે નેટ બેન્કિંગથી અટલ યોજનાનો લાભ મેળવી શકો છો. અટલ પેન્શન યોજનાનું માટે ખાતું કેવી રીતે ખોલાવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 • અટલ પેન્શન યોજના ઓનલાઇન માટે તમારે SBI બેન્કનું ઈન્ટરનેટ બેકિંગમાં લોગીન કરવાનું રહેશે.
 • SBI માં Login કર્યા બાદ e-Services પર ક્લિક કરવું પડશે. જેમાં Social Security Scheme પર ક્લિક કરવું.
 • જેમાં PMJJBY/PMSBY/APY નામના ત્રણ વિકલ્પ દેખાશે. જેમાં અટલ પેન્શન યોજના APY પર ક્લિક કરવું.
 • જેમાં અટલ પેન્શન યોજના ઑનલાઇન ફોર્મ ખુલશે, જેમાં આપની તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે.
 • જેમ કે નામ, એકાઉન્ટ નંબર, ઉંમર, સરનામું વગેરે.
 • જેમાં પેન્શનના અલગ-અલગ વિકલ્પ આવશે. જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે.
 • અને આ રીતે તમારું અટલ પેન્શન યોજનાનું એકાઉન્ટ ખુલશે.

હું મારા યોગદાનની સ્થિતિ કેવી રીતે જાણી શકું :

યોગદાનની સ્થિતિની જાણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સામયિક SMS ચેતવણીઓ દ્વારા ગ્રાહક પ્રાપ્ત કરશે.

અટલ પેન્શન યોજના વિગતવાર ચાર્ટ :

અટલ પેન્શન યોજનાનું ફોર્મ PDF download :

અહીં નિચે ક્લિક કરી અટલ પેન્શન યોજનાનું Pdf download કરી શકો છો.
Download

અટલ પેન્શન યોજનાનો સંપુર્ણ વીડિયો :

અહીં નિચે ક્લિક કરી અટલ પેન્શન યોજના નો વિડીયો પણ નિહાળી શકો છો.

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. અટલ પેન્શન યોજના માં ઓછામાં ઓછા કેટલા સમય માટે રોકાણ કરવું પડે?
A. અટલ પેન્શન યોજના માં ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ ફરજીયાત છે.

Q. શું આ યોજનાનો લાભ રિટર્ન ભરતા લોકો મેળવી શકે છે?
A. આ યોજનાનો લાભ રિટર્ન ભરતા લોકો મેળવી શકે નહિ.

Q. અટલ પેન્શન યોજના નું ખાતું ઑનલાઇન ખોલાવી શકાય કે ઓફલાઈન ખોલાવી શકાય?
A. અટલ પેન્શન યોજના નું ખાતું જો SBI માં બચત ખાતું હોય તો ઑનલાઇન પણ ખોલાવી શકો છો પરંતુ જો કોઈ બીજી બેંક હોય તો તેના માટે ઓફલાઈન ખોલાવવું પડે.

Q. અટલ પેન્શન યોજના માં અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે?
A. 1.આધાકાર્ડ, 2.મોબાઈલ નંબર, 3.ઓળખપત્ર, 4.Address નો પૂરાવો, 5.પાસપોર્ટ સાઇઝ નો ફોટો

Q. અટલ પેન્શન યોજના નો લાભ 40 થી વધુ વય ના લોકો મેળવી શકે?
A. ના, અટલ પેન્શન યોજના નો લાભ 18-40 વર્ષ સુધી ની વય ના લોકો મેળવી શકે છે.

Q. અટલ પેન્શન યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે?
A. અટલ પેન્શન યોજના માટે હેલ્પલાઈન નંબર Digital Gujarat Portal Helpline 18002335500 છે.

1 thought on “અટલ પેન્શન યોજના | atal pension yojana pdf”

Leave a Comment

error: Content is protected !!