આવાસ યોજના ફોર્મ:પંડિત દીનદયાળ આવાસ યોજના 2023: આવાસ યોજના ફોર્મ PDF 2023: Awas Yojana 2023: pandit Dindayal Awas yojana 2023 Gujarat list : ગુજરાત સરકાર તરફથી વિવિધ વર્ગના લોકો માટે અનેક સહય યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક કલ્યાણકારી યોજના એટલે પંડિત દીનદયાળ આવાસ યોજના. આજે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશુ.
પંડિત દીનદયાળ આવાસ યોજના 2023
યોજનાનુ નામ | પંડિત દીનદયાળ આવાસ યોજના 2023 |
લાભાર્થી જૂથ | તમામ લોકો |
મળતી સહાય | મકાન બનાવવા રૂ. 120000 |
અમલીકરણ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
આવાસ યોજના ફોર્મ
પંડિત દિન દયાળ યોજના ગુજરાત સરકારે રાજ્યના એવા ગરીબ લોકો માટે અમલી બનાવી છે કે જેમની પાસે પ્લોટ છે, પરંતુ તે પ્લોટમાં મકાન બનાવવા માટે પૈસા નથી અથવા તેમની પાસે તેમના કાચા મકાનનું નવીનીકરણ કરવા માટે પુરતા પૈસા નથી. દિનદયાળ આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ગરીબ પરિવારોને આપવામાં આવશે જે પોતાનો પ્લોટ ધરાવે છે. આ યોજના હેઠળ બનાવવામાં આવનાર ઘરમાં રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમ જેવી સુવિધાઓ હશે.
આ એક ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મકાન બનાવવા માટે સહાય આપવામા આવે છે. તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજના, દિકરીને મળશે રૂ.110000 ની સહાય
પંડિત દીનદયાળ આવાસ યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને નવું પાકું મકાન બનાવવા માટે.ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે
પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભ 2023
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય લાભાર્થી વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં જમા કરવામા આવે છે.
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરે ત્યારે આપવામા આવે છે.
- ત્યારબાદ બીજા તબક્કામા સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલ હોવું જોઈએ.
- આખરી હપ્તો સરકાર દ્વારા આપવામાં વીસ હજાર રૂપિયા નો છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
- સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા શૌચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો: હવે સરકારી કામ માટે ઓફીસ નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સુવિધા
પાત્રતા ધોરણો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકો લેવા માંગતા હોય તો નીચે આપેલી પાત્રતા ધરાવતા હોય તો આ યોજના માટે લાભ મળવાપાત્ર છે.
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઇએ.
- અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનો કોઈપણ પ્રકાર મકાન હોવું જોઈએ.
- સરકાર દ્વારા આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માંગે છે તો પણ તે આ યોજના માટે અરજી કરી શકે છે.
- અરજી કરનાર વ્યક્તિના પરિવાર ના બીજી કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
- આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- થી વધુ ના હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ.
ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી જરૂરિયાત રહે છે.
- અરજદાર નો જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
- રહેણાંકનો પુરાવા
- ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે જમીન અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
- જમીનના આધાર પુરાવા
- અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી નો દાખલો
- નિરીક્ષકનુ આપવા માટે પ્રમાણપત્ર
- બીપીએલ નો દાખલો
- જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
- પાસબૂક
- અરજદારનો ફોટો
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કર્યા બાદ તમે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટઆઉટ કાઢીને લાગૂ પડતી કચેરી પાસે જમા કરાવવાની રહેશે.
આવાસ યોજના ફોર્મ
આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

પંડિત દીનદયાળ આવાસ યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ.120000
પંડિત દીનદયાળ આવાસ યોજના નો લાભ લેવા માટે શું હોવુ જરૂરી છે ?
પોતાનો પ્લોટ હોવો જોઇએ.