Benefits of Onions: શું તમને પણ ડુંગળી ખાવાની આદત છે? તો જાણીલો આ વાત કે ડુંગળી કાચી ખાવી કે પકવીને.

Benefits of Onions: ડુંગળી વિશેના ફાયદા: ડુંગળી કાચી ખાવી કે પકવીને: આપણે દરરોજ ખોરાક ખાઈએ છીએ. ત્યારે આ ખોરાકમાં શાક તથા રોટલી , રોટલા, છાસ, દૂધ વગેરે નો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. ત્યારે આ શાકમાં ગ્રેવી તરીકે લસણ તથા ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકોને ખબર નથી હોતી કે ડુંગળી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદા કારક છે. ડુંગળી કાચી ખાવી કે પકાવીને આ બાબતે લોકોમાં મતમંતાર રહેલા હોય છે. ત્યારે આ પોસ્ટ Benefits of Onions એટ્લે કે ડુંગળી વિશેના ફાયદા પોસ્ટ લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ નીચે મુજબ આ Benefits of Onions વિશે.

Benefits of Onions વિશે

ડુંગળી ઘણા લોકોને બહુ ભાવે છે જ્યારે અમુક લોકો ડુંગળીના નામ સાંભળીને જ ભાગે છે. કોઈ પણ વાનગીમાં જો ડુંગળીનો ઉપયોગ કર્યો હોય તો તે વાનગીનો સ્વાદ ડબલ થઈ જાય છે. ડુંગળીનો સ્વાદ શાનદાર છે એ તો સૌને ખબર જ છે. પણ આજે અમે તમને જણાવીશું કે, Benefits of Onions ફાયદા શું છે. ડુંગળી ન માત્ર સ્વાસ્થ્ય માટે પણ વાળ અને સ્કીન માટે ઉપયોગી ઈલાજ છે.

આ પણ વાંચો: ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિઓ સબમરીનમાં મોત,

એનિમિયા થી સુરક્ષિત રાખે છે.

ડુંગળી સમારતા સમયે આંખોમાં આંસુ આવી જાય છે. તેવું ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણથી થાય છે. આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનિમિયાથી બચાવ કરવામાં સહાય કરે છે. ખોરાક બનાવીએ ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર બળી જાય છે એટલા માટે જ કાચી ડુંગળી ને ખાવી જોઈએ.

ડુંગળી વાળ ખરતાં રોકે

વાળ ખરવાની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ડુંગળી ખૂબ અસરકારક નીવડે છે. Scalp (ખોપરી ઉપરની ચામડી) પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે. આ સાથે જ માથામાં રહેલા ખોડાની સમસ્યા થી છુટકારો મળે છે.

હ્રદયને સ્વસ્થ બનાવે

કાચી ડુંગળી હાઈ બ્લડપ્રેશર નોર્મલ કરે છે. આ સાથે જ બંધ Arteries ને ખોલે છે. ડુંગળીમાં રહેલા ગંધક લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તર અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરવામાં મદદરૂપ બને છે. આમા મિથાઈલ સ્લફાઈડ અને અમીનો એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા 7 ખૂબ સુંદર ધોધ,જે જોઈને નાઇગ્રા ધોધને પણ ભૂલી જશો, ચોમાસામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા.

મગજ ને ફાયદો થાય છે

ડુંગળી આપણા મગજને ઘણી રીતે લાભદાયક છે. તેમાં મળતા ઘણા પ્રકારના મિનરલ્સ મગજમાં પહોંચતા અને વાયરસને ખતમ કરે છે. સાથે જ ડુંગળી મગજની કોશિકાઓને લચીલી બનાવવામાં મદદરૂપ છે.

ઊંઘ સારી આવે છે

ડુંગળી ખાવાથી ઉંઘ સારી આવે છે. ડુંગળીમાં રહેલા ક્વાઝિટિન યૌગિક દર્દ અને ચિંતાને ઓછી કરે છે. માટે દરરોજ કાચી ડુંગળી ખાવાથી પૂરતી અને સારી ઉંઘ લઈ શકાઈ છે.

વૈધાનિક ચેતવણીઃ

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://www.khedutsupport.in/ કોઈ જવાબદારી લેતું નથી.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Benefits of Onions
Benefits of Onions

કાચી ડુંગળી બ્લડ પ્રેસર ઓછું કરે છે ?

હા

ડુંગળી સમારતા સમયે આંખોમાં આંસુ કોના કારણે આવે છે?

ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણથી

Leave a Comment

error: Content is protected !!