Benefits of Tea: લગભગ ઘણા મોટા ભાગના લોકો ચા તો પીતા જ હોય છે. અને ચા ની સાથે સવાર થતી હોય છે. ચા પીવાથી થતા ગેરફાયદા વિષે તો તમે સંભાળ્યું હશે અને ચા ન પીવી જોઇએ તેવુ પણ મોટા ભાગના લોકો પાસેથી સાંભળ્યુ હશે પરંતુ ચા પીવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તે જાણવા માટે આજે ચા પીવાના ફાયદા વિશે વાત કરીએ.
ચા ની અંદર રહેલા તત્વો
ગ્રીન ટી હીય અથવા બ્લેક ટી હોય તો કાતો કોઇ બીજા ફ્લેવરની બધી ચામાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ જેવા તત્વો રહેલા હોય છે જે આપણા શરીરને ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાથી તે મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ જેવા શરીરના અંગો માટે એન્ટી ઑક્સીડેન્ટનું કામ કરે છે અને કોલોરેક્ટલ તત્વ કેન્સરના વિકાસને અટકાવવામાં મદદ કરે છે.
ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવવામાં, ચરબી ઘટાડવામાં, તણાવ ઓછું કરવામાં, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડવામાં, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવા માટે પણ મદદ કરે છે.
આ પણ વાંચો: પેટની અપચા જેવી બીમારી માટે આયુર્વેદીક 9 ઉપચાર
ચા પીવાનું દરેક કોઈ લોકો પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેની ચા માણસને સુસ્તી દુર કરી તાજગીનો અનુભવ કરવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચા પીવાના ફાયદા ઘણા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ રહેલા છે. ત્યારે જરૂરિયાત કરતાં વધુ ચા પીવી આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
Benefits of Tea
- ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે તેમનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
- ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
- ચામાં એંટીજેન હોય છે જે એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણાખરા રોગોથી શરીરને બચાવે છે.
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછી કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
- આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને હ્રદયના રોગોમાં ફાયદાકારી ગણાય છે.
- ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વી. સહેલાઈથી બહાર નીકળી શકે છે. આ ઉપરાંત અસ તત્વો હૃદયની ધમણીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચવાને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદાકારક છે.
આ પણ વાંચો: BMI cALCULATOR જાણો તમારી ઉંમર મુજબ કેટલુ વજન હોવુ જોઇએ.
તેનાથી થતા નુકશાન
- દિવસભરમાં 3 કપ કે તેથી વધૂ ચા પીવી એસિડીટીની તકલીફ થઈ શકે છે.
- ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાની લત લાગી શકે છે.
- વધારે ચા પીવાથી હરદાયના રોગ, ડાયબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહેલી છે.
- વધુ પડતી ચા પીવાથી પાચન ક્રિયાને નબળું બનાવે છે.
- ચા થી દાંત પર તેનો ખરાબ અસર પડી શકે છે.
ચા પીવાનુ દરેક માણસ પસંદ કરે છે. સવારની તાજી ચા ની ચુસ્કી થી લઈ ઓફીસના કામથી કંટાળેલા માણસને ચા તાજા અને ફ્રેશ કરી દે છે. પરંતુ ચા યોગ્ય પ્રમાણમા પીવી સારી. તેમાં પણ બહુ ગળી ચા ન પીવી જોઇએ. પણ ચા જો એક લીમીટમા પીવામા આવે તો ફાયદાકારક છે.
Types of tea
આમ તો માર્કેટમા ઘણા પ્રકારની ચા મળે છે. પરંતુ ચા ના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.
- White tea (સફેદ ચા)
- Yellow tea (યલો ટી)
- Black tea (બ્લેક ટી)
- Blue tea (બ્લુ ટી)
- red tea (લાલ ચા)
- Kashmiri pink tea (કાશ્મીરી ગુલાબી ચા)
- Iranian tea (ઈરાની ચા)
- Oolong tea (ઓલોંગ ચા)
અન્ય દેશના Types of tea
અન્ય દેશના ચા ના પ્રકાર નીચે મુજબ છે.
- Iranian tea (ઈરાની ટી)
- Chinese green tea (ચાઇનીઝ ગ્રીન ટી)
- Japanese green tea (જાપાનીઝ ગ્રીન ટી)
- Oolong tea (ઓલોંગ ચા)
બ્લેક ટી પીવાથી થતાં ફાયદાઓ
- Black tea થી ઇમ્યુનિટી વધે છે
- Black tea મગજના રોગ માટે ફાયદાકારક છે.
- Black tea પાચનતંત્રમાં પણ ફાયદાકારક છે.
- Black tea થી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો
- Black teaથી વાળ અને ત્વચાના રોગમાં રાહત મળે છે.
ચા લોકોને કંટાળો આવતો હોય ત્યારે મુડ ફ્રેશ માટે પણ પીતા હોય છે. એમા પણ કામ ધંધા મા કંટાળેલા હોય ત્યારે તાજી ચા માણસને ફ્રેશ કરી દે છે.
દૂધવાળી ચાથી થતાં ફાયદા
કેલ્શિયમ એક અગત્યનુ ખનિજ છે જે હાડકાં મજબૂત અને હાડપિંજર માટે જરૂરી છે. દૂધએ શોષિત થયેલા કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે જે હાડકાની મજબુતાઇમા સુધારા વધારા કરે છે અને હાડકાંના ફ્રેક્ચર અને તૂટવાની સંભાવના ઘટાડી દે છે. દૂધમાં વિટામિન D પણ સારી માત્રમા હોય છે. જે હાડકાની સમસ્યાઓથી બચવા માટે અગત્યનુ કામ કરે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

FaQ’s
દિવસમા કેટલી ચા પીવી જોઇએ ?
દિવસમા ૩-૪ કપથી વધુ ચા ન પીવી જોઇએ.
ચા માં કયા તત્વો હોય છે ?
ચા મા કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે.
ગ્રીન ટી મા કયા તત્વો હોય છે ?
એન્ટીઑકિસડન્ટ્સ
2 thoughts on “Benefits of Tea: ચા પીવાના છે ઘણા ફાયદા, તમે પણ આ જાણી ચા પીવાની શરુ કરી દેશો.પણ દિવસમાં 3 થી 4 કપ જ પીવી.”