Best Time Drinking Water: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે?, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ,આ સમયે પાણી પીવું ફાયદાકારક.

Best Time Drinking Water: મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ?: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: આપણે રોજિંદા જીવનમાં ખોરાક, પાણી અને ઊંઘ ખૂબ જ જરૂરી છે. ખોરાક અને ઊંઘ વગર થોડા સમય માટે રહી શકીએ પણ પાણી વગર રહેવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે આપણે ઘણા લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે આટલા લિટર પાણી પીવું જોઈએ. આ સમયે પાણી પીવું જોઈએ. પરંતુ શું તમને ખબર છે? Best Time Drinking Water એટલે કે પાણી પીવાનો યોગ્ય સમય ક્યો છે? અને તમને તરસ લાગે ત્યારે જ પાણી પીઓ છો? આ તમામ સવાલના જવાબ લઈને અમે આ Best Time Drinking Water માં લઈને આવ્યા છીએ. જેથી તમને જાણકારી મળી શકે.

Best Time Drinking Water વિશે

લોકો દરરોજ પાણી પીવામાં અને ખોરાક બનાવવામાં ઉપયોગ કરે છે, પણ સામાન્ય રીતે તેઓ તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે. જ્યારે ચોક્કસ સમયે પાણી પીવું તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. તો, WebMD.com મુજબ, ચાલો આજે તમને જણાવીએ કે Best Time Drinking Water એટ્લે કે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય કયો છે અને પુરૂષો અને મહિલાઓ માટે કેટલા પ્રમાણમાં પાણી શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: ગુજરાતના 5 બેસ્ટ ફરવા લાયક સ્થળ, અહી ફરવા જશો તો રોકાઈ જવાનું મન થઈ જશે.

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે

સવારે ઉઠ્યા પછી તમારે પાણી અવશ્ય પીવું જોઈએ, પાણી પીવાનો આ સારો સમય છે. હકીકતમાં, રાતભર ઊંઘ્યા પછી, તમારા શરીરને Hydrated રહેવાની જરૂર છે. તેથી, સવારની શરૂઆત કરવા માટે, સૌ પ્રથમ, એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુને નિચોવીને પીવો. તે Antioxidant phytonutrients, વિટામિન C અને પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે તમને ઊર્જા આપે છે.

જ્યારે તમને ભૂખ લાગે ત્યારે

જ્યારે તમને લાગે છે કે તમે ભૂખ્યા થયા છો, ત્યારે તમને ખરેખર તરસ લાગી શકે છે. પરંતુ મોટાભાગના લોકો સમજી શકતા નથી કે જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તે તરસની નિશાની પણ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, જ્યારે પણ તમને ભૂખ લાગે છે અને તમે કંઈક ખાવાનું વિચારી રહ્યા છો. ત્યારે તમારે પહેલા થોડું પાણી પીવું જોઈએ.

જ્યારે તમે ફ્લાઈટમાં હોવ ત્યારે

તમે પ્લેનમાં સફર કરતા હોવ ત્યારે પણ તમારે પાણી પીતા રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે પ્લેન જેટલું ઊંચું ઉડે છે તેટલી જ કેબિન એર સુકી થઈ જાય છે. આ નીચા ભેજ સ્તરનો સામનો કરવા માટે, તમારે મુસાફરી કરતી વખતે પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ. આ સાથે મસાજ કરતા પહેલા પાણી પીવું પણ તમારા માટે સારું રહેશે.

આ પણ વાંચો: મિલિયન, બિલિયન, ટ્રિલિયન માં કેટલા 0 આવે? આ આસન રીતથી શીખો 0 ની રમત, ભૂલવું હોય તો પણ નહીં ભૂલી શકો.

જ્યારે તમે બીમાર હોવ

Best Time Drinking Water માં જ્યારે પણ તમે બીમાર હોવ ત્યારે તમારે વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. આ સમયે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં, પેટમાં દુખાવો, ઉલ્ટી અને તાવ જેવા લક્ષણો જણાયતો તમારા શરીરમાં Dehydration નું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, જો તમને કોઈપણ પ્રકારની બીમારીના લક્ષણો લાગે તો તમારે પાણી પીવું જ જોઈએ. ખાસ કરીને જ્યારે તમને ભૂખ ન લાગે ત્યારે પાણી પીવું તમારા માટે શ્રેષ્ઠ છે.

માસિક સ્રાવ સમયે

તમારે માસિક સ્રાવ પહેલા અને સમયે સારી માત્રામાં પાણી પીવું જોઈએ. આ માસિક સ્રાવ પહેલાં અથવા દરમિયાન થતી અગવડતાને ઘટાડી શકે છે. પાણી પીવાથી ખેંચાણ, પેટનું ફૂલવું અને માથાનો દુખાવો જેવી તકલીફો દૂર કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં, હાલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માસિક સ્રાવ દરમિયાન વધુ પાણી પીવાથી માસિક ચક્ર પણ ટૂંકું થઈ શકે છે.

જમતા પહેલા સમયે

જમતા પહેલા પાણી પીવું પણ સારું છે. આને ‘Preloding’ પણ કહેવામાં આવે છે, જે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. કેટલાક લોકો પર કરવામાં આવેલા રિસર્ચ ના આધારે એ વાત સામે આવી છે કે જે લોકોએ જમવાના સમયના લગભગ 30 મિનિટ પહેલા અને આખા દિવસ દરમિયાન પોતાની ઈચ્છા પ્રમાણે લગભગ 500 મિલી પાણી પીધું હતું. જેમણે આવું કર્યું ન હતું તેમના કરતાં તેમનું વજન લગભગ 3 પાઉન્ડ ઓછું હતું.

આ પણ વાંચો: ચન્દ્રયાનનું લાઈવ સ્ટેટ્સ જુઓ અહીથી, કેટલે પહોચ્યું ચન્દ્રયાન 3.

પુરુષો અને સ્ત્રીઑ માટે કેટલું પાણી પીવું યોગ્ય

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) ની National Academy of Sciences Engineering and Medicine મુજબ, સામાન્ય સ્વસ્થ પુરુષો માટે દરરોજ 15.5 કપ પાણી પીવું સારું છે. ત્યારે મહિલાઓ માટે દરરોજ 11.5 કપ પાણી પીવું પૂરતું છે. આમાં પાણીની સાથે તે તમામ પ્રવાહી વસ્તુઓ પણ સામેલ છે, જેનું તમે સેવન કરો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in/ જવાબદાર નથી.)

અગત્યની લિન્ક

વેબ MD ની ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Best Time Drinking Water
Best Time Drinking Water

પુરુષો માટે અને સ્ત્રીઓ માટે દરરોજ કેટલા કપ પાણી પીવું જોઈએ ?

પુરુષો માટે દરરોજ 15.5 કપ પાણી પીવું સારું છે. ત્યારે મહિલાઓ માટે દરરોજ 11.5 કપ પાણી પીવું પૂરતું છે.

સવારે ઊઠીને પાણી પીવાથી શું ફાયદો થાય છે?

તે Antioxidant phytonutrients, વિટામિન C અને પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે તમને ઊર્જા આપે છે.

Leave a Comment

error: Content is protected !!