ભોજન બીલ સહાય યોજના: છાત્રાલય અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 15,000ની ભોજન બીલ સહાય: ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકો માટે અવનવી યોજના દ્વારા લોકોના કલ્યાણ થાય તે માટે યોજના ઓને સહાય આપે છે. ઘણી બધી સહાય માં લોકોને ઓછા વ્યાજદરે લોન સહાય, મહિલાઓ માટે સહાય, ખેડૂતો માટે સહાય, વિદ્યાર્થીઓ માટેની સહાય વગેરે બહાર પડે છે. તેમની એક એટલે ભોજન બીલ સહાય યોજના. આ ભોજન બીલ સહાય યોજના એ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 15,000 જેટલી સહાય આપવામાં આવે છે. તો આવો જોઈએ નીચે મુજબ આ સહાય વિષેની માહિતી.
ભોજન બીલ સહાય યોજના
યોજનાનુ નામ | ભોજન બીલ સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
હેતુ | રાજ્યના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીને ભોજન બિલ સહાય |
સહાય રકમ | 15,000 રૂપિયા |
સંસ્થા | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
ઓફિશિયલ વેબસાઇટ | https://gueedc.gujarat.gov.in/ |
આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કોચિંગ ફી યોજના 2023, યોજના માં 15,000 રૂપિયાની સહાય.
યોજના વિશે
આ Gujarat Unreserved Educational & Economical Development Corporation (GUEEDC) એટલે કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર રહીને એટલે કે છાત્રાલય/હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતા બિન અનામત Category ના વિદ્યાર્થીઓ કે જેઓ સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં ઉચ્ચ અભ્યાસ કરે છે તેમને ભોજન બિલ પેટે 10 મહિના માટે માસિક રૂપિયા 1500 ની સહાય આપવામાં આવે છે. આ સહાયથી વિદ્યાર્થીઓ 1 માસના 1500*10= 15,000 રૂપિયા ભોજન બીલના મેળવી શકે છે.
આ યોજના માટેની પાત્રતા
- લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક રૂા.1500/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
- કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
- વિદ્યાર્થી બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- જે વિદ્યાર્થીઓ પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળવા પાત્ર છે.
આ યોજના માટેના જરૂરી આધારપુરાવાઓ
આ ભોજન બીલ સહાય યોજના માટેના નીચે મુજબ દર્શાવેલા આધાર પુરાવાઓ નિયત કરવામાં આવેલા છે.’
- આધારકાર્ડની નકલ
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- લિવિંગ સર્ટિ અથવા જન્મનું પ્રમાણપત્ર
- ઘરવેરા ની પહોચ
- હોસ્ટેલમાં માસિક ભોજન બિલ ભરેલ અથવા ભરવાપાત્ર હોય તેના આધાર પુરાવા
- શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
- ધોરણ-12 અથવા છેલ્લી માર્કશીટ
- બેંક પાસબુકની નકલ
- હોસ્ટેલ ટ્રસ્ટ/સમાજ અથવા સંસ્થા દ્વારા સંચાલિત છે તેનો આધાર પુરાવો
આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.
આ યોજના માટેની આવક મર્યાદા
આ ભોજન બીલ સહાય યોજનાનો લાભ લેવા માટે બિન અનામત Category ના વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ રૂપિયા થી ઓછી હોવી જરૂરી છે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો એ ચકષો કે તમે આ અરજી કરવા માટે પાત્રતા ધરાવો છો કે નહીં ?
- ત્યાર બાદ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
- સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક https://gueedc.gujarat.gov.in/ ઉપર ક્લિક કરો.
- ત્યાર બાદ જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
- ત્યાર પછી બધી યોજનાના નામ આવી જશે તો ભોજન બિલ સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પર ક્લિક કરો.
- હવે નવું રેજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી ID અને Password વડે લોગીન કરો.
- હવે તમારે તમારી તમામ માહિત ભરો.
- માહિતી ભરાઈ ગયા બાદ જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- હવે તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.
- ત્યાર બાદ આ અરજીની પ્રિન આઉટ કાઢી લો.
ભોજન બીલ સહાય યોજનાની ઓનલાઇન અરજી કર્યા પછી અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ ડૉક્યુમેન્ટની પ્રમાણીત કરેલ નકલ જે જિલ્લામાાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (નવ.જા)/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોલલવાના રહશે છે.
અગત્યની લીંક
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
યોજનાની જાણકારી માટે | અહિં ક્લીક કરો |
અરજી કરવાની જાણકારી માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ભોજન બીલ સહાય યોજના માટે અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://gueedconline.gujarat.gov.in/
આ યોજના કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને મળવા પત્ર છે ?
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ