વેધર ન્યુઝ: બિપોરજોય સાયકલોન અંગે લેટેસ્ટ અપડેટ, જાણો હવે કયા ટકરાવાની છે સંભાવના ?

વેધર ન્યુઝ: બિપોરજોય સાયકલોન અંગે લેટેસ્ટ અપડેટ: હાલમાં ગુજરાત રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તવા લાગી છે. ગુજરાત ના દરિયા કિનારાના વિસ્તારો માં મોજા 15 થી 20 ફૂટ ઊચા ઉછડી રહ્યા છે. અને પવન પણ ખૂબ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ફરીથી વેધર ન્યુઝ સામે આવ્યા છે કે બિપોરજોય વાવજોડાના પવન ની ગતિ 140 સુધી પહોચે તેવી શક્યતાઑ રહેલી છે. ગુજરાતનાં 6 જિલ્લામાં હાઇ એલર્ટ અપાયું છે. ત્યારે વધુ માહિતી આ વેધર ન્યુઝ ની નીચે મુજબ જોઈએ.

[Latest Update]

  • મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા બંદર પર 10 નંબરના અતિભયજંક સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • વાવાઝોડાના નવા રૂટ મુજબ નલીયા-માંડવી પર લેન્ડફોલ કરવાની છે શકયતા

આ વાવાઝોડા વિશે આગળ વાત કરીયેતો વાવાઝોડા બિપોરજોયના નવા રૂટથી ગુજરાત પર જોખમ વધ્યું છે. સ્કાયમેટે કહ્યું કે, હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. નલિયા અને માંડવીની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.

એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ વાવાઝોડું બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાત માં રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. દરિયામાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

ગુજરાતના અન્ય જીલ્લામાં પણ અસર

આ બિપોર જોય ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી Skymetનું અનુમાન સામે આવ્યું છે. જેમાં આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ જાય છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરી જશે. અરબી સાગરમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.

પવનની ગતિ

વેધર ન્યુઝ અપડેટ મુજબ, વાવાઝોડું નલિયા તરફ ટર્ન કરી રહ્યું છે. વાવાઝોડા ના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કાંઠે વાવાઝોડું પહોચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ થશે.

વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: શું કહે છે અંબાલાલ વાવાઝોડા અંગે ? ક્યા થશે અસર ? ક્યા થશે વરસાદ ?

આ જીલ્લામાં વરસાદનું જોર

ગુજરાતના આ જીલ્લામાં તા 11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

આ જિલ્લા રેડ એલર્ટ પર

ગુજરાતમાં 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટમાં જાહેર કર્યો છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યા છે. તેમજ 15 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અહીં પવનની ગતિ 125થી 135 કિમી રહેશે જ્યારે રાજકોટ, પોરબંદરમાં સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.

અગત્યની લીંક

અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
વેધર ન્યુઝ
વેધર ન્યુઝ

ગુજરાતનાં ક્યાં જિલ્લા રેડ એલર્ટ પર છે ?

કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા

વાવાઝોડાને લઈને ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ?

કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં

1 thought on “વેધર ન્યુઝ: બિપોરજોય સાયકલોન અંગે લેટેસ્ટ અપડેટ, જાણો હવે કયા ટકરાવાની છે સંભાવના ?”

Leave a Comment

error: Content is protected !!