Biporjoy cyclone Live Tracker: હાલ બિપોરજોય વાવાઝોડુ મજબૂત બની સિવિયર સાયકલોનીક સીસ્ટમમા માં ફેરવાઈ ગયું છે જેમાં પવનની ગતિ 120કિમી પ્રતિ કલાક જેટલી ચાલી રહી છે. જે હજુ 12 કલાકમાં આ સાયકલોનીક સીસ્ટમ મજબૂત બની વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મ માં ફેરવાઈ જશે.
Biporjoy cyclone Live Tracker
લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં વાવાઝોડા Biparjoy ને લઈ સતત નવા સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટની આગાહિ સામે આવી છે. જે મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. નલિયાની આસપાસ 15 તારીખે વાવાઝોડુ લેન્ડફોલ કરે તેવી શકયતાઓ છે. આ સાથે 15 તારીખે પવન 120-130 કિમી ઝડપે ફુંકાશે તેવી આગાહિ પણ સ્કાયમેટે કરી છે.
- બિપરજોય વધુ તેજ બન્યું
- 15 જૂને જખૌથી પસાર થશે વાવાઝોડું
- અત્યારે વાવઝોડું જખૌથી 340 કિમી દૂર છે
- બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા વધી રહિ છે.
- પોરબંદરથી 300 કિમી જેટલુ દૂર વાવાઝોડું છે.
- પ્રતિકલાક 7 કિમીની ઝડપે વાવાઝોડુ આગળ વધી રહ્યું છે
- આજે દરિયાકાંઠે 45-55 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
- 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં આ વાવાઝોડુ ફેરવાશે
- વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે.
- 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ ના દરિયાકાંઠે પહોંચી શકે છે.
- પાક. અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પહોંચી શકે છે
- દરિયાકાંઠાના જિલ્લાઓમા તંત્ર એલર્ટ મોડ પર છે.
- પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં NDRF ની ટીમો તૈનાત કરવામા આવી છે.
- કચ્છમાં SDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામા આવી છે.
- દરિયાકાંઠે કોસ્ટગાર્ડ ને પણ એલર્ટ રાખવામા આવ્યુ છે.
- તમામ બીચ પર્યટકો માટે બંધ કરવામા આવ્યા છે.
- માછીમારોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
- બંદરો પર હાલ ભયજનક 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
- વાવાઝોડાના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
- દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
- અમદાવાદમાં પણ ગાજવીજ સાથે પડી શકે વરસાદ
- 12 જૂનથી રાજ્યમાં વરસાદ વધી શકે
- દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વાવાઝોડાની તારીખવાઈઝ કેવી અસર થશે ?
વાવાઝોડાની આજે ક્યાં અને કેવી અસર થશે?
- પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80 થી 100 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
- પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમી જેટલી રહેશે.
- સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થઈ શકે છે.
- ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી
સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર પૂર્વતૈયારીઓ કરી રહ્યુ છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ સાથે માછીમારોને દરિયા મા ન જવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડા અંગે લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે.આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની શકયતાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનશે. 11 જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધવાની શકયતાઓ રહેલી છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમા વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ આવી શકે છે.
Biporjoy cyclone Live Tracker
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

3 thoughts on “Biporjoy cyclone Live Tracker: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ, કેટલી રહેશે પવનની ઝડપ; જુઓ લાઈવ સ્ટેટસ”