Biporjoy Cyclone new Update: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો: હાલમાં આપના ગુજરાતના અરબી સમુદ્ર માઠી ઉદભવેલું વાવાઝોડું બિપોરજોય ની અસર દેખાતી જણાય છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનની સ્થિતિ સર્જાણી છે. તથા દરિયાના મોજા માં પણ કરંટ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવી છે. ત્યારે ફરીથી Biporjoy Cyclone new Update સામે આવી રહી છે કે આ વાવાઝોડું ગુજરાતનાં કેટલાક જિલ્લાને અસર કરશે. તો ચાલો જોઈએ નીચે મુજબ વિગતે માહિતી.
Biporjoy Cyclone new Update
Biporjoy Cyclone new Update માં જોઈએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
લેટેસ્ટ અપડેટ
હવામાન અંગે ખુબ જ ફેમસ વેબસાઇટ windy.com મુજબ જોઇએ તો આ બિપોરજોય વાવાઝોડુ 15 જુને ગુજરાત ના દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાય તેવી શકયતાઓ છે.
[Latest Update} હાલનો વાવાઝોડાનો ટ્રેક જોતા આ બિપોરજોય વાવાઝોડુ તારીખ 15 જુને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.
- વાવાઝોડા ની પવનની સ્પીડ 140 કીમી પ્રતિ કલાકની છે.
- વાવાઝોડુ દર કલાકે 8 થી 10 કીમી જેટલુ આગળ વધી રહ્યુ છે.
- ૧૫ જૂનની રાતે જખૌ પાસે ટકરાવાની સંભાવના છે.
- દરિયામા 10 મીટર ઉંચા મોજા ઉછળવાની આગાહિ છે.
- રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર અતિ ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
- ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- હાલ પોરબંદરથી દરિયામા 330 કિલોમીટર વાવાઝોડું દૂર
- દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે
- જખૌ અને નલિયાથી 300 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.
- વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
- માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ સ્પીડ પકડશે.
- માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.

આ પણ વાંચો: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ, કેટલી રહેશે પવનની ઝડપ; જુઓ લાઈવ સ્ટેટસ
નવી અપડેટ
અરબી સાગરમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
કચ્છના દરિયાકિનારે ટકરાઇ શકે છે
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.
કેટલે દૂર વાવાઝોડું
પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર અને દ્વારકાથી 460 કિમી દૂર છે. બંદરો પર હાલ ભયજનક 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. ગઇકાલે રાતે એન.ડી.આર.એફની ટીમ પોરબંદર પહોચી ગઈ છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પાડવાની સંભાવના ઑ રહેલી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં Thunderstorm એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?
અતિ પવન ફૂંકાવાની આગાહી
તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે. દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે.
Biporjoy cyclone Live Tracker
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

બિપોરજોય વાવાઝોડું ક્યાં ટકરવાની સંભાવનાઓ રહેલી છે ?
દરિયાકાંઠાના જિલ્લાઓમા
3 thoughts on “Biporjoy Cyclone new Update: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ”