બિપોરજોય વાવાઝોડુ: બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યુ ? : ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડુ આવવાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે લોકોમા વાવાઝોડામા શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા તે બાબતે જાગૃતતા ફેલાય તે માટે સરકારશ્રીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે. ચાલો જાણીએ શું તકેદારી ના પગલા લેવા.
વાવાઝોડા પહેલા શું તકેદારી રાખવી ?
- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો અને સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહો. આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહભર્યું છે.
- જો પાક લણણી માટે તૈયાર હોય તો ઊભા પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે રાખો જેથી પૂરથી તેને નુકસાન થતું અટકે.
- જો આપ જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.
- માછીમારોએ દરિયામાં જવું નહીં, સલામત સ્થળે બોટને લાંગરવી.
- દરિયા, કાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે બોટને લાંગરવી.
- સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો. શાંત રહો, ગભરાટ કરશો નહીં.
આ પણ વાંચો: Biporjoy cyclone Live Tracker: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ, કેટલી રહેશે પવનની ઝડપ; જુઓ લાઈવ સ્ટેટસ
- ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે, આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની સુઝ વિકસશે. આપના આવાસની મજબૂતીની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી, ક્ષતિઓ, દૂર કરવાનો પ્રયત્ન કરો.
- આપના અગત્યના દસ્તાવેજો, આપના ફોટોગ્રાફ સાથેના ઓળખપત્રો તેમજ બ્લડ ગ્રુપની માહિતી સાથે રાખો જેથી ઈજા પામવા, ગુમ થવા કે મૃત્યુ પામવાના કિસ્સામાં ઓળખ શક્ય બને, આપની પાસે ફાનસ, ટોર્ચ અને વધારાની બેટરી રાખો, ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કિટ સાથે રાખો.
- બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી, વ્યવસ્થા રાખો.
- કેટલાક લાકડાના પાટીયાઓ રાખો જેથી બારીઓમાં જડી શકાય.
- વૃક્ષોના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફૂંકાતા પવનને લીધે તેઓના પડી જવાથી થતું નુક્શાન અટકી શકે, નબળી ડાળીઓ પણ કાપી નાખો.
- વાહનો ચાલી શકે, તેવી સ્થિતિમાં રાખો.
- જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
વાવાઝોડું ત્રાટકે ત્યારે શું ન કરવું જોઈએ ? શું નકરવું જોઈએ ?
- ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા.
- વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
- વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
- બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો, બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો.
- માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ. અગરીયાઓ કે, અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો,
- ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો,
- વીજળીના તાર કે, વીજ ઉપકરણોને અડશો, નહીં, વીજળીના થાંભલાથી દૂર રહો.
- વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
- ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા પછી શું કરવું ? શું ન કરવું ?
- કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો.
- સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો.
- બહાર નીકળતા પહેલાં વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે, તેની ખાતરી કરીને જ બહાર નીકળવું. રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ,
- તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ.
- પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
- માછીમારોએ દરિયામાં જતાં પહેલાં અન્ય ૨૪. ક્લાક સુધી રાહ જોવી હિતાવહ છે.
- લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે :
- ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની
- માહિતી ભેગી, કરો.
- ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો,
- કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો.
- રક્તદાન કરવા તૈયાર રહો.
- કાટમાળના નિકાલની, વ્યવસ્થા કરો જેથી, સ્થિતિ ઝડપથી, સામાન્ય બની શકે.
- ભયજનક, અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા,
Biporjoy cyclone Live Tracker
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

બિપોરજોય વાવાખોડાનુ લાઇવ સ્ટેટસ જોવા માટે કઇ વેબસાઇટ છે ?
https://www.windy.com
4 thoughts on “બિપોરજોય વાવાઝોડુ: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?”