Biporjoy Cyclone Update: ગુજરાતમા આવશે કે નહિ? કેવી થશે અસરો ?: હાલમાં આપના દેશના વાતાવરણમાં બદલાવ થયો છે. અને હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારમાં Biporjoy Cyclone Update ની માહિતી આપવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડું તથા તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચનો અપાયા છે. તથા દરિયા કિનારાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ જાણીએ વધુ માહિતી Biporjoy Cyclone Update વિશે નીચે મુજબ.
Biporjoy Cyclone Update વિશે
મોકા બાદ ફરી એક વાવઝોડું બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો દર્શાવી રહ્યો છે. હવામાન વિભાગના સૂચન અનુસાર, ચક્રવાતી તોફાન ‘Biporjoy Cyclone Update’ની ઝડપ ત્રણ દિવસમાં હજુ પણ વધે તેવી સંભાવનાઓ રહેલી છે. જોકે, આ વાવાઝોડું ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેશે તેવી શક્યતાઓ વધુ છે. કારણ કે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ સૂચન છે કે સમુદ્રની સપાટીનું તપમાન ગરમ થવાને કારણે શક્તિશાળી તોફાનો તૈયાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?
ભારતીય હવામાન વિભાગ (IMD)નું સૂચન
ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને IMD પુણેના વડા ડૉ. કે.એસ. હોસાલિકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અત્યારે અમને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની શક્યતાઑ જોવા મળી રહી નથી. પરંતુ હાલ ની આગાહી દર્શાવે છે કે વાવઝોડું દરિયાકાંઠાથી દૂર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે.’
Biporjoy Cyclone Update ની ઝડપ
ડૉ. કે.એસ. હોસાલિકરે કહ્યું હતું કે ‘ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે ઉતર અને પશ્ચિમ કિનારે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે દરિયામાં ભારે તોફાન છે.’ પૂર્વ-મધ્ય અરબ દરિયામાં ‘ખૂબ જ ગંભીર’ ચક્રવાતી તોફાન ચાલુ છે. દરિયામાં 135-145 કિ.મી. પ્રતિ કલાકથી 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 10 જૂન સુધીમાં પવનની ગતી 170 કિ.મી. પ્રતિ કલાકે પહોંચવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?
વાવાઝોડા સાથે વરસાદ
હવામાન વિભાગના સૂચન મુજબ, ચક્રાવાત બિપોરજોયના કારણે અરબી સમુદ્રમાં 25-28 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેલી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પહેલું વાવઝોડું બિપોરજોયને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
સાવચેતીનું આયોજન
અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, તમામ દરિયા કિનારાના બંદરોને Remote warning signal લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આગામી 36 કલાકમાં બિપોરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા 22 જેટલા ગામડાઓમાં અંદાજે 76,000 લોકોને સલામત સ્થળે ખસેડવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

જામનગર જિલ્લાના કેટલા ગામડાને સાવચેત રહેવા જણાવ્યુ છે ?
22
કેટલા લોકો ને સલામત સ્થળ ખસેડવાના છે ?
અંદાજે 76000 લોકો
Vavajodu kya pugyu