Biporjoy Letest update: ગુજરાતમાં આજથી બિપોરજોય તબાહી મચાવશે. જુઓ વધૂ માહિતી,

Biporjoy Letest update: ગુજરાતમાં આજથી બિપોરજોય તબાહી મચાવશે: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા Biporjoy Letest update સામે આવી છે. કે બીપોરજોય આજથી ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડશે. જોકે ગુજરાતના ઘણા જીલ્લામાં ગઇકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. અને આગામી 15 જૂન સુધી આવી સ્થિતિ રહેશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યુ છે. તો Biporjoy Letest update ની વધુ માહિતી માટે નીચે મુજબ જોઈએ.

Biporjoy Letest update

Biporjoy વાવાઝોડાની ગુજરાત ભરમાં અસર જોવા મળશે. જેને લઈ આજે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક આવી પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

આગાહી

બિપોરજોય વાવાઝોડાને લીધે ગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ

આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવનની આગાહી પણ કરાઇ છે. આ સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે.

છેલ્લા 24 કલાકની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

વધુમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો: વાવાઝોડું કેવી રીતે બને છે? આવો જાણીએ કેવી રીતે ઉદ્ભવે છે? વાવાઝોડું

15 તથા 16 જુનની આગાહી

હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

દરિકીનારે કલમ 144 લાગુ

Biporjoy Letest update માં ખતરાને જોતા દરિયા કિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના દરિયા કિનારે પર સહેલાણીઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવલ, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં 2 દિવસ, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. તો ગીર સોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.

અગત્યની લીંક

અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
Biporjoy Letest update
Biporjoy Letest update

છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે ?

61 તાલુકામાં

હવામાન વિભાગ દ્વારા કેટલા જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ?

ગુજરાતનાં તમામ જીલ્લામાં

Leave a Comment

error: Content is protected !!