Biporjoy sahay: બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકશાન બાબતે સહાય યોજના: હાલ ગત દિવસોમાં ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા એ ખૂબ તબાહી મચાવી હતી. ત્યારે ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર અને કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની અસર વર્તાઇ હતી. આ વાવાઝોડામાં ઘણું નુકશાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ વાવાઝોડામાં નુકશાન થયેલ લોકોને Biporjoy sahay આપવામાં આવે તેવું નક્કી કર્યું છે. આ Biporjoy sahay વિશે નીચે મુજબ જોઈએ.
Biporjoy sahay વિશે
બિપોરજોય વાવાઝોડામાં થયેલા નુકસાન માટે સરકારે સહાયની જાહેરાત કરવામા આવી છે.
કપડા અને ઘરવખરી નુકશાન માટે રૂ. 7000 મળશે
સંપૂર્ણ નાશ થયેલ કાચા-પાકા મકાન માટે રૂ.1, 20, 000 ની સહાય મળશે
આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં રૂ. 15000 મળશે
આંશિક નુકસાન થયેલ કાચા મકાનોમાં રૂ.10, 000 ની સહાય
સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂ. 10, 000 ની સહાય
ઘર સાથેના શેડ નુકસાન માટે રૂ.5000 ની સહાય
ગુજરાતમાં જુન-૨૦૨૩માં આવેલ બીપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલા હતા. આવા વિસ્તારોમાં વાવાઝોડાના કારણે રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે થોડા ઘણા અંશે નુકશાન થયેલ છે, જેથી, ગુજરાત સરકારે માનવતાના ધોરણે વિચારણા કરીએ SDRF અંગેના સંદર્ભ વંચાણે લીધા (૧) ના ઠરાવ ઉપરાંત રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની બાબત વિચારણા કરી હતી. જે અંગે સરકારશ્રીએ પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબ સહાય આપવાનો નિર્ણય કરેલ છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની વરસાદની આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ ? કેવો પડશે વરસાદ?
યોજનાનુ નામ | BIPORJOY વાવાઝોડા નુકશાન સહાય |
વિભાગ | મેહસૂલ વિભાગ |
કોને મળશે લાભ? | અસરગ્રસ્ત લોકોને |
ઠરાવની તારીખ | 20 જૂન 2023 |
કપડાં તથા અન્ય સહાય
બીપરજોય વાવાઝોડા તેમજ અતિ ભારે વરસાદથી અસર થયેલ જિલ્લાઓમાં SDRFના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડાં સહાય તરીકે ૨,૫૦૦/- રૂપિયા તથા ઘરવખરી સહાય તરીકે ૨,૫૦૦/- રૂપિયા એટલે કે કુલ ૫,૦૦૦/- રૂપિયા તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૨,૦૦૦/-રૂપિયા મળી કુલ ૭,૦૦૦/- રૂપિયા (કુટુંબ દીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવા માટે ઠરાવ કરેલ છે.
મકાન માટે સહાય
- સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન થયેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRF માંથી રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય મળવા પત્ર છે,
- અંશત: નુકશાન પામેલા રહેણાંકના કાચા/પાકા મકાનો તેવા કિસ્સામાં,
- આંશિક રીતે નુકશાન પામેલ પાકુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૬,૫૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૮,૫૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/-ની સહાય મળવા પાત્ર.
- આંશિક રીતે નુકશાન પામેલ કાચુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૪,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય મળવા પાત્ર.
- સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુક્શાન પામેલ ઝુંપડાઓને SDRF માંથી રૂ.૮,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય મળવાપાત્ર.
- ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂ.૩,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૦૦/-ની સહાય મળવા પાત્ર.
આ પણ વાંચો: વરસાદ અંગે હવમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહિ, કયારે બેસશે ચોમાસુ
Biporjoy sahay માટેની શરતો
- જે કિસ્સામાં ગુજરાત સરકારના બજેટમાંથી જણાવેલ હોય તેનો ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.
- State Disaster Response Fund ના ધોરણો અને કાર્યપધ્ધતિઓ ભારત સરકારની વંચાણે લીધેલ માર્ગદર્શિકા મુજબની રહેશે.
- રાજ્ય સરકારના ભંડોળમાંથી કરેલ ખર્ચને અલગથી નિભાવવાનો રહેશે.
- આ ઠરાવની જોગવાઇઓ જુન – ૨૦૨૩માં આવેલ બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે “ખાસ કિસ્સા” તરીકે લાગુ પડશે.
- દબાણ કરીને બનાવેલ મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનુ રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઇ પણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.
- આ ઠરાવ સમાનાંકી ફાઇલ પર સરકારશ્રીની તા.૧૯/૦૬/૨૦૨૩ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
અગત્યની લિન્ક
Biporjoy sahay માટેનો ઠરાવ | અહિ કલીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિ કલીક કરો |
હોમ પેજ | અહિ કલીક કરો |

વાવાઝોડામાં સંપૂર્ણ કે મોટું નુકશાન થયેલ મકાન માટે કેટલી સહાય મળવાપાત્ર છે ?
120000 રૂપિયા
કપડાં અને ઘર વખરી માટે કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે ?
5000 રૂપિયા
2 thoughts on “Biporjoy sahay: બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકશાન બાબતે સહાય યોજના. જાણો કોને મળશે આ સહાયનો લાભ?”