Biporjoy: બીપોરજોય નવી અપડેટ, બિપોરજોય વાવાઝોડાએ ત્રીજી વખત દિશા બદલી, જાણીએ આજની સ્થિતિ

Biporjoy: બિપોરજોય વાવાઝોડાએ ત્રીજી વખત દિશા બદલી: હાલ ગુજરાતમાં બિપોરજોયની પરિસ્થિતી ગંભીર બનતી જાય છે. ત્યારે વાવાઝોડું દરિયા કિનારથી નજીક આવતું જાય છે. હાલ પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા , મોરબી , કચ્છ વગેરે જીલ્લામાં ગઇકાલથી પવનની સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે Biporjoy વાવાઝોડાએ ત્રીજી વખત દિશા બદલી છે. અને દરિયા કિનારે નજીક આવતું જાય છે. તો ચાલો જાણીએ Biporjoy ની નવી સ્થિતિ નીચે મુજબ.

Biporjoy વિશે

ગુજરાતના દરિયા કિનારેથી હવે માત્ર 290 કિલોમીટર દૂર છે વાવાઝોડું Biporjoy. 15 જૂને જખૌ બંદરે ટકરાશે તોફાન. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ પણ જુઓ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જુઓ ક્યાં અસર કરશે આ વાવાઝોડું? જિલ્લાવાઇઝ આગાહિ

કેટલે દૂર Biporjoy

બિપરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, બિપરજોય Extremely civil cyclonic stormમાંથી Very severe cyclonic storm માં બદલાયું છે. સાયક્લોનની કેટેગરી એક સ્ટેજ નીચે ઉતરી પરંતુ તેની અસરની સંભાવના હજીપણ યથાવત છે. વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચેતવણી હજી પણ યથાવત રાખવામા આવી છે.

કારણ કે, વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. એટલે તે ગમે ત્યારે નજીક આવી શકે છે. હાલ દ્વારકાથી 300 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં દૂર છે. તો કચ્છના જખૌ પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. નલિયાથી વાવાઝોડું 370 કિલોમીટર દૂર છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયા કાંઠે ત્રાટકે તેવી શક્યતાઑ છે. જેમાં 14 અને 15 જૂને ભારે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

બદલતી સ્થિતિ

સાયક્લોન બિપરજોયની કેટેગરી પુનઃ બદલાઈ છે. બિપરજોય હવે Very Severe Cyclonic Storm from Extremely Severe Cyclonic Storm માં પરિવર્તિત થયું છે. જોકે, સાયક્લોનની કેટેગરી ભલે એક સ્ટેજ નીચે ઉતરી હોય, પરંતુ તેની અસરની સંભાવના હજીપણ યથાવત છે.

આ પણ વાંચો: વાવાઝોડું કેવી રીતે બને છે? આવો જાણીએ કેવી રીતે ઉદ્ભવે છે? વાવાઝોડું

બિપોરજોય કેટલે દૂર

  • પોરબંદરથી 290 કિમી દૂર
  • દ્વારકાથી 300 કિમી દૂર
  • જખૌથી 360 કિમી દૂર
  • નલિયાથી 370 કિમી દૂર
  • કરાંચીથી 510 કિમી દૂર

વરસાદની સ્થિતિ

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા બે જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ આવી શકે છે તો દ્વારકા, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ આવી શકે છે. આ સાથે પોરબંદર, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદ આવી શકે છે. સોમવારે પણ ગુજરાતના 57 તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સરકાર દ્વારા લીધેલ પગલાં

આજે મુખ્ય સચિવ રાજકુમાર વાવાઝોડાની કામગીરીની રીવ્યુ બેઠક કરશે. મુખ્ય સચિવ દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે રીવ્યુ બેઠક કરીને નવી પરિસ્થિતિનો તાગ મેળવશે. જિલ્લાઓમાં હાલની સ્થિતિ, લોકોનું સ્થળાંતર, NDRFની ટીમો ડિપ્લોયમેન્ટ સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરવામા આવશે. તેના બપોર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેઓ રીવ્યુ બેઠક કરશે.

અગત્યની લીંક

અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
Biporjoy
Biporjoy

બિપોરજોય જખૌમાં ક્યારે ટકરાશે ?

15 જૂને

Leave a Comment

error: Content is protected !!