Blood pressure information: તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, જાણો BP વિશે,

Blood pressure information: તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ: આજકાલ ભાગદોડ ભરી ઝિંદગીમાં લોકો પોતાના શરીરનું પણ ધ્યાન નથી રાખતા. તેના લીધે લોકો અનેક જુદા જુદા પ્રકારના રોગોનો ભોગ બનતા હોય છે. તેમનો એક રોગની માહિતી એટલે Blood pressure information વિશે વાત કરીએ તો આજકાલ આ બીમારી સામાન્ય થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો? કે સ્ત્રી અને પુરુષ પ્રમાણે સામાન્ય BP નું પ્રમાણ કેવું હોવું જોઈએ. તો ચાલો જાણીએ નીચે મુજબ.

Blood pressure information (WHO) પ્રમાણે

આજકાલ BPની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનાથી બચવા માટે Blood pressure information હોવી જોઈએ. WHO મુજબ, આખા વિશ્વમાં 30-79 વર્ષની વય જૂથના અંદાજિત 128 કરોડ લોકો હાઈ બીપીથી પીડિત છે. આજે અમે તમને જણાવીશું કે ઉંમર અને સ્ત્રી-પુરુષ પ્રમાણે જનરલ બીપી કેવું હોવું જોઈએ.

આ પણ વાંચો: ઘરે બેઠા કરો આધારકાર્ડમાં સુધારો, એ પણ એકદમ Free; 15 જૂન પછી લાગશે ચાર્જ

કેટલું હોવું જોઈએ BP?

નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટિવ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડૉ. સોનિયા રાવતના જણાવ્યા મુજબ, પુખ્ત ઉમરના લોકોનું Systolic pressure 120 mm Hg અને diastolic pressure 80 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. જો તમારું Blood pressure 120/80 mm Hg છે, તો તેને સામાન્ય સ્તર ગણવામાં આવે છે. જ્યારે BP 130-80 mm Hg હોય, ત્યારે તેને સીમારેખા ગણવામાં આવે છે. જો તે 140-90 થી વધી જાય તો તેને BP પ્રેશર માનવામાં આવે છે.

ઉંમર અને લિંગ પ્રમાણે બીપી

ડો.સોનિયા રાવતના જણાવ્યા મુજબ, સ્ત્રીઓ અને પુરુષોની ઉંમર અને લિંગ પ્રમાણે BPમાં થોડો ઘણો તફાવત હોય છે. 21 થી 30 વર્ષની વયના પુરુષોનું Systolic pressure 119 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ એક સામાન્ય શ્રેણી માનવામાં આવે છે.

31 થી 40 વર્ષની વયના પુરુષોનું BP

Blood pressure information મુજબ 31 થી 40 વર્ષની ઉમરના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ ઉપરાંત 41 થી 50 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 124 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 77 mm Hg સુધી હોવું જોઈએ.

51 થી 60 વર્ષની વયના પુરુષો નું BP

51 થી 60 વર્ષની વયના પુરુષો માટે 125 mm Hg Systolic blood pressure અને 77 mm Hg Diastolic blood pressure સામાન્ય ગણવામાં આવે છે. 60 થી 65 વર્ષની વયના પુરુષોનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય ગણવામાં આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું એ ખતરાની નિશાની છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો ટ્રેનના હોર્ન વિશે? ટ્રેનમાં હોય છે 11 પ્રકારના હોર્ન; ચાલો જાણીએ આ હોર્ન વિશે

મહિલાઓ ના બીપી વિશે

મહિલાઓની વાત કરીએ તો પુરુષોની સરખામણીએ તેમના બ્લડ પ્રેશરમાં થોડો તફાવત હોય છે. 21 થી 30 વર્ષની સ્ત્રીઓનું Systolic blood pressure 110 mm Hg અને Diastolic blood pressure 68 mm Hg ની વચ્ચે હોવું જોઈએ. આ એક મધ્યમ સ્તર માનવામાં આવે છે.

31 થી 40 વર્ષની વયની સ્ત્રીઓનું BP

31 થી 40 વર્ષની વયની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ. આ સિવાય 41 થી 50 વર્ષની મહિલાઓનું Systolic blood pressure 122 mm Hg અને Diastolic blood pressure 74 mm Hg સુધી હોવું જોઈએ.

51 થી 60 વર્ષની સ્ત્રીઓ નું BP

51 થી 60 વર્ષની સ્ત્રીઓ માટે 122 mm Hg સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 74 mm Hg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. 61 થી 65 વર્ષની સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 133/69 mm Hg સુધી સામાન્ય માનવામાં આવે છે. આનાથી વધુ કે ઓછું હોવું ખતરાની ઘંટી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Blood pressure information
Blood pressure information

31 થી 40 વર્ષની વયના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેસર કેટલું હોવું જોઈએ ?

120 mm Hg

31 થી 40 વર્ષની વયની સ્ત્રીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેસર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ ?

સિસ્ટોલિક બ્લડ પ્રેસર110 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg હોવું જોઈએ.

1 thought on “Blood pressure information: તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, જાણો BP વિશે,”

Leave a Comment

error: Content is protected !!