Car Driving Tips: શું તમને ખબર છે? કારની ABCD વિશે? D વિશે તો ભાગ્યે જ જાણતા હશો.: આજકાલ લગભગ લોકો પાસે કાર હોય છે. અને કાર એક હવે શોખની વસ્તુ બની ગઈ છે. લોકો જુદા જુદા પ્રકારની નવી ટેક્નોલોજીથી સજ્જ કાર નો ઉપયોગ કરતાં હોય છે. દિવસે ને દિવસે કારમાં નવા નવા ચેંજિસ આવતા રહેતા હોય છે. ત્યારે લોકો કાર તો ચલાવે છે પરંતુ તેમાં રહેલી ABCD વિશે ઘણા ઓછા લોકો જ જાણતા હશે. કે આ ABCD નો અર્થ શું થાય છે. તો આવો જોઈએ આ Car Driving Tips માં સંપૂર્ણ માહિતી નીચે મુજબ.
Car Driving Tips વિશે
Car Driving Tips માં જો Well Driving ની ઘણી મૂળભૂત બાબતો છે. તેમાંથી અમે તમને તેના A, B, C અને D વિશે જણાવવા જઈ રહ્યા છીએ. A, B, C અને D માત્ર પ્રતીકાત્મક રીતે બોલાય છે. ચાલો તેમના વાસ્તવિક અર્થ અને કાર્ય વિશે જાણકારી મેળવવીએ.
આ પણ વાંચો: શું તમે જાણો છો?તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે? અને કેમ એટલો જરૂરી હોય છે?
A નો અર્થ
કાર ચલાવવાનું શીખવાના સંદર્ભમાં, A નો અર્થ થાય છે. એક્સિલરેટર પેડલ (accelerator pedal). કારને ઝડપી બનાવવા માટે એક્સિલરેટર પેડલ (accelerator pedal) આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે એક્સિલરેટર પેડલ (accelerator pedal) માટે જમણા પગનો ઉપયોગ કરવો પડશે.
B નો અર્થ
B નો અર્થ બ્રેક પેડલ (Breck Pedal) થાય છે. તેનો ઉપયોગ કારને રોકવા માટે એટ્લે કે બ્રેક મારવા માટે થાય છે. જમણા પગનો ઉપયોગ બ્રેક પેડલ માટે પણ થાય છે. આ માટે એક્સીલેટર પેડલમાંથી જમણો પગ હટાવવો પડે છે અને પછી બ્રેક પેડલ દબાવવામાં આવે છે.
C નો અર્થ
C નો અર્થ ક્લચ પેડલ (clutch pedal) થાય છે. ગિયર્સ બદલવા માટે ક્લચ પેડલ (clutch pedal) દબાવવામાં આવે છે. ક્લચ પેડલ (clutch pedal) દબાવીને ગિયરમાં ફેરફાર કરવા પડે છે. આ માટે ડાબા પગનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ડાબા પગનો ઉપયોગ ફક્ત ક્લચ પેડલ (clutch pedal) માટે થાય છે.
D નો અર્થ
Car Driving Tips માં D નો અર્થ ભાગ્યે જ લોકો ને ખબર હોય છે. D એટલે ડેડ પેડલ (Dead pedal). મોટાભાગના લોકો જાણતા નથી કે તેનો મતલબ શું થાય છે. હકીકતમાં, તે ડ્રાઇવરના ડાબા પગને આરામ આપવા માટે છે. તમે તમારા ડાબા પગને તેના પર રાખી શકો છો કારણ કે ડાબા પગનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Car Driving Tips B નો અર્થ શું થાય છે ?
B નો અર્થ બ્રેક પેડલ (Breck Pedal) થાય છે.
Car Driving Tips D નો મતલબ શું થાય છે ?
D એટલે ડેડ પેડલ (Dead pedal) થાય છે. તે ડ્રાઇવરના ડાબા પગને આરામ આપવા માટે છે.