Career guidance after class 12: ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી ક્યો કોર્ષ કરવો, નોકરીમાં મદદરૂપ બને તેવા કેટલાક કોર્ષ

Career guidance after class 12: નોકરીમાં મદદરૂપ બને તેવા કેટલાક કોર્ષ: હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ધોરણ 12 માં પાસ થયેલા ઉમેદવારોને હવે આગળ અભ્યાસ માટે ક્યો કોર્ષ કરવો તે વાલીઓ તથા વિદ્યાર્થીઓનો સૌથી મુંઝવતો પ્રશ્ન છે. પરંતુ અમે આ પોસ્ટ Career guidance after class 12 પછી શું એ માટે તમારા પ્રશ્નોનું સમાધાન લઈને આવ્યા છીએ, આ સમાધાન વિષે નીચે મુજબ જોઈએ.

Career guidance after class 12

સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા પછી હવે ફરી એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે હવે કારકિર્દીનું શું. બીજા રાજ્યમાં સામાન્ય રીતે એવો ટ્રેન્ડ ચાલી ર હ્યોછે કે હાઈસ્કૂલમાં જ વિદ્યાર્થી આવે અને ખાસ કરીને ધોરણ 12 પછી જે તે વિદ્યાર્થી Civil Services ની પરીક્ષાની તૈયારી કરતો હોય, પરંતુ આપણાં રાજયમાં એવો ટ્રેન્ડ સમયની સાથે હજુ જોઈએ એટલો પ્રખ્યાત થયો નથી. ગુજરાતમાં હજુ ધોરણ 12 પછી જે રેગ્યુલર અભ્યાસક્રમ છે તેમાં જવાનું વલણ વધુ રહ્યું છે. હવે આવનારા સમયમાં શિક્ષણનીતિમાં પણ ફેરફાર અમલી બનશે, નવા સ્ટાર્ટઅપ વિકસી રહ્યા છે, ટેકનોલોજીમાં પણ અનેક ફેરફાર થઈ રહ્યા છે એટલે અભ્યાસક્રમમાં પણ વૈવિધ્ય આવવું સ્વભાવિક છે.

આ પણ વાંચો: Adharcard Lost: શું તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું છે ? તમને તેના નંબર પણ યાદ નથી, ચિંતા ના કરશો; આ રીતે મળશે નવું આધારકાર્ડ ઘરે બેઠા.

વિદ્યાર્થીને રસ તથા રુચિ પર આધારિત

ધોરણ 12 પછી રેગ્યુલર અભ્યાસક્રમને બદલે વિદ્યાર્થીની રસ-રુચિ હોય તે પ્રમાણેના અભ્યાસક્રમમાં Admision મળે અને એમા તેની શક્તિની ખીલવણી થાય એ કેટલું જરૂરી છે. ગુજરાતમાં મેડિકલ-એન્જિનિયરિંગ સિવાયના કયા અભ્યાસક્રમ છે જેના પર નજર કરવાની જરૂર છે. આર્ટસ અને કોમર્સ પછી અભ્યાસક્રમના કયા-કયા ઓપ્સન વિકસ્યા છે. એવા કયા અભ્યાસક્રમ છે જેમાં કૌશલ્ય કેળવાય અને નોકરીમાં પણ મદદરૂપ બને.

કોર્ષ અંગેની જાણકારી

ધોરણ 12 પછી કારકિર્દી લક્ષી અભ્યાસક્રમ અંગે વિકલ્પ વધ્યા છે, અનેક ઓપ્સનને કારણે વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ હોય છે અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પછી જુદા જુદા અભ્યાસક્રમ ઉપલબ્ધ છે વિદ્યાર્થીમાં કૌશલ્ય વિક્સે એ પ્રકારના અભ્યાસક્રમની સિલેકશન જરૂરી તેમજ એન્જિનિયરિંગ-તબીબી સિવાયના અભ્યાસક્રમ અંગે પણ તપાસ કરવી જરૂરી તેમજ રાજ્યમાં નવા કોર્સિસ તરફ દ્રષ્ટિ કરવાની જરૂરિયાત છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

વિદ્યાર્થીઓએ પોતાની આવડ અને શક્તિને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને શક્તિ પ્રમાણે કોર્સની પસંદગી કરવી તથા મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જે ભવિષ્યની જરૂરિયાત તરીકે પ્રસ્થાપિત થયા હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે તેની જરૂરિયાત ન પણ હોય શકે. તમારા પરિણામ કરતા તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખીને કયા જે તે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.

Career guidance after class 12 પછીના ડિમાન્ડ વાળા કોર્ષ

ધોરણ 12 સામાન્ય રિઝલ્ટ જાહેર થયા બાદ નીચે મુજબના કોર્ષ વિષે તમે વિચારી શકો છો. કે જેની એચએએલ વધુ ડિમાન્ડ છે.

  • C.A. (Chartered Accountants)
  • C.S. (Company Secretary)
  • C.M.A. (Certified Management Accountant)
  • C.F.A. (Chartered Financial Analyst)
  • C.I.M.A. (Chartered Institute of Management Accountants)
  • A.C.C.A. (Association of Chartered Certified Accountants)
  • C.F.P. (certified financial planner)
  • C.P.A. (Certified Public Accountants)
  • A.S

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

ઉપર મુજબના કોર્સ તમે પસંદ કરી શકો છો.

અન્ય કોર્ષ

  • B.Ed
  • LLB
  • બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (Bachelor of Business Management)
  • બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન (Bachelor of Physical Education)
  • બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ (Bachelor of Business Studies)
  • બેચલર ઓફ ફાઈન આર્ટસ (Bachelor of Fine Arts)
  • બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ (Bachelor of Management Science)
  • સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર (Certificate in Computer)
  • બેચલર ઓફ સોશિયલ વર્ક (Bachelor of Social Work)
  • BBA, MBA
  • બેચલર ઓફ રુરલ સ્ટડીઝ (Bachelor of Rural Studies)
  • હોટલ મેનેજમેન્ટ (Hotel management)
  • જનરલ નર્સિંગ (General Nursing)
  • હોમ સાયન્સ (Home Science)
  • ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા (Foreign Language Diploma)
  • સિવિલ સર્વિસીસની તૈયારી (Preparation for Civil Services)

જો તમે ધોરણ 12 પાસ થી ગયા પછી આ શું અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હોવ તો તમને આ પોસ્ટ માં દર્શાવેલ ઉમપર મુજબના કોર્ષ કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Career guidance after class 12
Career guidance after class 12

Career guidance after class 12 માં વિદ્યાર્થીએ ક્યો કોર્સ પસંદ કરવો જોઈએ ?

વિદ્યાર્થીને જેમાં રસ રુચિ હોય તેમાં

Leave a Comment

error: Content is protected !!