Career Selection solution: ધો. 10 અને 12 પછી શું? બધાને મુંજવતો સવાલ, તેનું સોલ્યુશન 15થી વધુ નવા કોર્સ

Career Selection solution: હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા ગત માર્ચ 2023 માં યોજાઇ હતી. હાલ તેમના પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે જાણકારી મુજબ ધોરણ 10 નું પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં તથા ધોરણ 12 નું પરિણામ જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે વિદ્યાર્થીને તથા તેમના વાલીને સૌથી મુંજવતો પ્રશ્ન હોય તે છે ધો. 10 અને 12 પછી શું કરવું? ક્યો કોર્ષ કરવો વગેરે. જ્યારે અમે તેનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ વિગતે.

Career Selection solution, career ની પસંદગી કરતાં પહેલા પોતાની જાતને પૂછો

હાલ બોર્ડના રીઝલ્ટ આવ્યા પછી માતા પિતા અને તેમના બાળકો આગળ અભ્યાસમાં માટે ની ચિંતા માં હોય છે અને આજકાલ દેખાદેખીમાં માતાપિતા પોતાના બાળકને પોતાના સગસબંધી તથા પડોસીને કહેવા પ્રમાણે આગળ અભ્યાસ કરવાએ છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તેમનું બાળક શું બનવા માગે છે. આ માટે બાળક ને સ્કોપ આપવો જોઈએ અને બાળકને પૂછવું જોઈએ કે તે પોતે શું બનવા માગે છે. તે આગળ જતાં તે વિષયનો સ્કોપ છે? તેમણે પસંદ કરેલા વિષય મુજબ જે તે ક્ષેત્રમાં લાંબા સમય સુધી કામગીરી કરી શકશે? બાળકમાં તેની આવડત છે? વગેરે આ માટે આપણે એક સ્ટોરી સમજીએ.

સ્ટોરી

આજકાલ લોકોમાં દેખાદેખી, માતાપિતા, મિત્રોનું પ્રેશર અને આત્માના અવાજની વચ્ચે ઝોલાં ખાઈ રહેલા આવા જ એક યુવાનનું નામ છે ચિરાગ (નામ બદલ્યુ છે). ચિરાગની ઉંમર 28 વર્ષ છે અને તે હાલમાં પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરે છે. ચિરાગનું વાર્ષિક પેકેજ રૂપિયા 20 લાખથી ઉપર છે. લોકોની નજરે તો એ પોતાના કરિયરમાં જબ્બર સફળ કહેવાય, પરંતુ હવે રહી રહીને તેનો અંતરાત્મા કહી રહ્યો છે કે ‘યાર, તું આ નોકરી માટે છો જ નહીં.

કારણ કે દેખાદેખીમાં જે તે સમયે ફિલ્ડ તો પસંદ કરી લીધું, પણ ‘Tamasha’ ફિલ્મના રણબીરની જેમ એની અંદરથી અવાજ આવી રહ્યો છે કે ‘તુ કોઈ ઔર હૈ!’ પોતાને બહુ જ પૈસા આપતી નોકરીથી તે કંટાળી ગયો છે. નોકરી કરવી કે છોડી દેવી એવી સમસ્યામાં સપડાયો છે, કારણ કે તેને હવે ગમતું કામ કરવું છે, પરંતુ તેમાં એટલી સેલેરી મળે તેમ નથી જેટલો તેને હાલની નોકરીથી મળી રહ્યો છે, આથી તે ચાલુ નોકરી મૂકી શકે એમ પણ નથી. તે હવે નોકરી નહિ, પણ કહો કે કોઈ અણગમતો ભાર વેઠી રહ્યો છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

ફિલ્ડની ચોઈસ કેવી રીતે કરવી?

ધોરણ 10 અને 12 પછી Career Selection એ ઉચ્ચ કારકિર્દી અને સારા ભવિષ્યનો પાયો છે. કારકિર્દીની શરૂઆત પસંદગી પર સંપૂર્ણ કારકિર્દીનો આધાર રહેલો હોય છે. તમે જે દિશામાં Career Selection કરશો ભવિષ્યમાં તમારે એ પ્રકારનું કામ કરવાનું છે. ફિલ્ડની પસંદગી કરતાં પહેલાં પોતાની જાતને જ થોડા પ્રશ્નો કરી લેવા જોઈએ. જેમ કે કયા પ્રકારનું કામ તમને સૌથી વધારે ગમે છે? કયા વિષયોમાં તમને વધારે રસ છે? કેમકે, સારી ફિલ્ડ પસંદ કર્યા બાદ પણ જો એ વિષયમાં રસ નહીં હોય તો ક્યારેય કામમાં મન નહિ લાગે અને સંતોષ પણ નહીં થાય. આ માટે તમારા પરિણામના માર્ક્સ જુઓ, તમારા શિક્ષકોને મળો, જેઓ તમને સારી રીતે ઓળખે છે તે તમને સારું માર્ગ દર્શન આપશે.

કમ્પ્યુટર ફિલ્ડ કેટલી અગત્યની?

Career Selection solution માં વાત કરવામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફીલ્ડમાં હાલમાં જેટલા એન્જિનિયરની જરૂર છે એના કરતાં વધારે એન્જિનિયરો દર વર્ષે પાસ થઈને આવે છે! વિદ્યાર્થીઓ પોતાની આવડત કે રુચિ વિશે કંઈ જ વિચાર કર્યા વગર ફક્ત ગાડરિયા પ્રવાહમાં તણાઈને એડમિશન તો લઇ લે છે, પરંતુ પોતાને એ વિષય કે ફીલ્ડ વિશે કોઈ જ જ્ઞાન હોતું નથી. અને IT કે કમ્પ્યૂટર કોર્સ પૂરો કરીને ફક્ત 30 થી 40 % વિદ્યાર્થીઓ જ આ ફીલ્ડમાં ટકી રહે છે અને જોબ કરે છે. બાકીના 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ પોતાની દિશા બદલીને બીજી કોઈ જોબ અથવા બિઝનેસ તરફ વળી જાય છે.

છેલ્લા 2 વર્ષમાં નવા કોર્ષ આવ્યા

તમને જાણવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં નવા કોર્ષ ઉમેરાયા છે તેના વિશે પણ વિદ્યાર્થી વિચારે. જે કોર્ષ નીચે મુજબ છે.

કોર્ષનું નામ ક્યાં વર્ષે શરૂ થયા
AI અને ડેટા સાઇન્સ2021
AI અને મશીન લર્નિંગ2021
બાયો ટેક્નોલોજી2021
પેટ્રોકેમિકલ્સ2021
મોબાઈલ એપ2021
રોબોટિક્સ2021
બાયોઇન્ફોર્મેટીક્સ2022
કલાઈમેટ ચેન્જ2022
સિવિલ એન્જિનિયરિંગ ગુજરાતી2022
મેકેનિકલ એન્જિનિયરિંગ ગુજરાતી2022

આ યુનિવર્સિટી ગુજરાત માં છે

ગુજરાતનું ગૌરવ કહી શકાય એ પ્રકારની ઘણી યુનિવર્સિટીઓ ગુજરાતમાં છે, તેમાંથી કેટલીક ભારતની પ્રથમ હોવાનું પણ ગૌરવ પ્રદાન કરેલ છે, વડોદરા પાસે શરૂ થયેલી ‘રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી’ ભારતની પ્રથમ અને એશિયાની ત્રીજી રેલવે યુનિવર્સિટી બની છે. તેનું નામ બદલીને ડિસેમ્બર 2022માં ‘ગતિશક્તિ વિશ્વવિદ્યાલય’ કરવામાં આવ્યું હતું. તેમાં Transportation Technology, Railway Infrastructure સહિતના 5 બેચલર અને લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ એન્ડ એનાલિટિક્સ સહિતના 5 માસ્ટર ડિગ્રીના કોર્સ થઇ શકે છે.ગાંધીનગરમાં University of Public Health છે. આ સિવાય સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’ પણ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે. પોલીસ લાઇનમાં જવા વાળા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરમાં શરૂ થયેલી National Defense University છે, જેમાં UG, PG, રિસર્ચ, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ કોર્સ પણ થાય છે.

આ પણ વાંચો: 219 રૂપિયામાં દરરોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ Free, જિયોનો ધમાકેદાર ઓફર;

Career Counsellor ની સલાહ લો

આજ કલ માતા પિતા બીજાના બાળકો ને જોઈ ને પોતાના બાળકને પણ તે જ કોર્સ માટે ભણાવે છે પણ શું તમારું બાળક તે ઈચ્છે છે આ માટે જો તમે મુસકેલિ અનુભવતા હો તો કરિયર કાઉન્સિલિંગ એ ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબતે અજાણ હોય છે. કરિયર પસંદગીનું કામ એ લગ્ન માટે પાત્રની પસંદગી જેવું જ છે. યોગ્ય પાત્રની પસંદગી તમારું આખું જીવન બદલી નાખે છે, તો એ માટે કોઈ યોગ્ય કાઉન્સિલરની મદદ લો.

અહીથી ફ્રી કરિયર કાઉન્સિલિંગ કરો.

  • unacadamy.com
  • Careers360.com
  • iDreamcareer.com
  • CareerGuide.com
  • YoungBuzz.com
  • IndiaEducation.net
  • mycareeridea.com

શું ગમે તે કોર્ષ કર્યા પછી નોકરી મળી જ જશે?

ના, આવા કોઈ જ કોર્સ હોતા જ નથી. આ સિવાય કોઈ ઉચ્ચ યુનિવર્સિટીમાંથી કોર્સ કરી લેવાથી નોકરી મળી જ જશે એવું માનવું અશક્ય છે. હાલમાં જ IIT કાનપુરના 150 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું નથી. એટલે એવું માની લેવું કે, આ યુનિવર્સિટીમાંથી કોર્સ કરવાથી 100% જોબ મળી જ જશે, એ માન્યતા સાવ ખોટી છે. માણસોની જગ્યા AI લઇ રહ્યું છે. ખાસ કરીને કમ્પ્યૂટર ફીલ્ડના વ્યક્તિની નોકરીઓ પર જોખમ વધ્યું છે. એટલે હવે કોર્સની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, પોતાનામાં જો કોઈ વિશેષ આવડત હશે તો જ ટકી શકશો. એકલી ડિગ્રી પણ કોઇ કામ નહીં લાગે. કોઈપણ વિભાગમાં અને દરેક ક્ષેત્રમાં આવડત લોકોની હંમેશાં જગ્યા હોય જ છે. આ વાત વિદ્યાર્થીઓએ ખાસ સમજવી રહી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Career Selection solution
Career Selection solution

રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?

વડોદરા

રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી નું નામ બદલી શું રાખવામા આવ્યું છે?

ગતિશક્તિ વિશ્વવિદ્યાલય

1 thought on “Career Selection solution: ધો. 10 અને 12 પછી શું? બધાને મુંજવતો સવાલ, તેનું સોલ્યુશન 15થી વધુ નવા કોર્સ”

Leave a Comment

error: Content is protected !!