Career: 12 આર્ટસ પછી ના બેસ્ટ કોર્સ: કારકિર્દી માર્ગદર્શન: 12 આર્ટસ પછીના કોર્સ: હાલ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પુરી થઇ ગઇ છે. અને મે મહિનાના અંતમા બોર્ડની પરીક્ષાના રીજલ્ટ પણ આવત હોય છે. ત્યારે વાલીઓ આગળ કયા કોર્સ કરવા તેની મથામણમા હોય છે. ત્યારે ધોરણ 10 અને 12 પછી ઘણા સારા કોર્સ કરી શકાય છે. ત્યારે આજે આપણે ધોરણ 12 પછી કરી શકાય તેવા બેસ્ટ કોર્સની માહિતી મેળવીશુ. જે કર્યા પછી સારી નોકરી મળી શકે.
Career: 12 આર્ટસ પછી ના બેસ્ટ કોર્સ
ધોરણ 12 આર્ટસ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળ કયા સારા કોર્સ કરી શકાય તેના માહિતી મેળવીશુ.
BA-LLB
12માં આર્ટસ પ્રવાહમાથી અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ બીએ એલએલબીનો 5 વર્ષનો કોર્સ કરી શકાય છે. BA-LLB કર્યા બાદ વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં અથવા તહસીલ અને ઓફિસમાં પ્રેક્ટિસ કરી પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ ઉપરાંત બીએ એલએલબી કરીને પણ વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં લીગલ એડવાઇઝર તરીકે પણ કારકિર્દી બનાવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સીએલએટીની પરીક્ષા પાસ કરી દેશની નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે.
BCA
ધોરણ 12 માં આર્ટ્સ બાદ તમે વિદ્યાર્થીઓ બીસીએનો કોર્સ પણ કરી શકે છો. આજકાલ ટેક્નોલોજીની ડિમાન્ડ ખૂબ ઝડપથી વધી રહી છે, તેથી આ ઓપ્શન તમને સારો પગાર આપવાની સાથે કારકીર્દી ઘડવાની તકો આપે છે. જેમાં તમે સરળતાથી સારી એવી કમાણી કરી શકાય છે.
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ
બેચલર ઓફ મેનેજમેન્ટ
ધોરણ 12 આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પાસ થયા બાદ બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝનો કોર્સ પણ સારો છે. આ કોર્સ કર્યા બાદ તમે કોલેજમાંથી પાસ થતા જ સરળતાથી સારી નોકરી મેળવવાની તકો રહેલી છે.
BBA + LLB
ધોરન 12 આર્ટસ બાદ આ કોર્સ પણ સારો છે. તેમા તમે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે એલએલબી કોર્સ કરી ડીગ્રી મેળવી શકો છો. આ કોર્સ કરવાથી લીગલ સલાહકાર માટે ઉમેદવારોનું પ્લેસમેન્ટ સરળતાથી થઈ શકે છે.
BBA-MBA
ધોરણ 12 આર્ટ્સ કર્યા બાદ તમે 5 વર્ષ માટે BBA-MBAનો કોર્સ પણ કરી શકાય છે. આ કોર્સ કર્યા બાદ આવડત ધરાવત ઉમેદવારોનુ મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઉમેદવારોનું પ્લેસમેન્ટ સરળતાથી થઇ શકે છે.
બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ
આજે લોકોની ખાવા પીવાની રીત પણ બદલાઈ ગઈ છે. જેના કારણે મોટી હોટલોમાં શેફથી લઈને કૂક સુધીની લોકોને જરૂર પડે છે. તેથી ધોરણ 12 આર્ટ સ્ટ્રીમમાંથી અભ્યાસ કરતા ઉમેદવારો આ કોર્સ કરીને કારકિર્દી બનાવી શકે છે.
ફેશન ડિઝાઇનિંગ
વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરીને પણ એક ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે. આ માટે તમે NIFT પરીક્ષા આપી શકો છો. આ અંતર્ગત દેશના નેશનલ ફેશન ડિઝાઈનિંગ કોર્સમાં એડમિશન મળે છે. આ ઉપરાંત ફેશન ડિઝાઈનિંગના અન્ય કોર્સ પણ દેશની ઘણી યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાંથી કરી શકાય છે.
બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન
જો તમે રમતગમત મા રસ ધરાવતા હોય તો બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ કરી શકાય છે. તે પણ એક સારો કોર્સ છે. બી.પી.એડ. સહિત અન્ય ઘણા અભ્યાસક્રમો શારીરિક શિક્ષણ (ફિઝીકલ એજ્યુકેશન)માં આપવામાં આવે છે. અલ્હાબાદ યુનિવર્સિટી, દિલ્હી, જેએનયુ સહિત ઘણી યુનિવર્સિટીઓમાં આ કોર્સ થાય છે. ફિઝીકલ એજ્યુકેશનનો અભ્યાસ કર્યા પછી ઉમેદવારોને નોકરી ની ઘણી તકો રહે છે.
3ડી એનિમેશન
ઉમેદવારો 3ડી એનિમેશન અને પેઇન્ટિંગ વગેરેનો કોર્સ કરીને પણ આ ક્ષેત્રમા પન કારકિર્દી બનાવી શકે છે. ઘણી કોલેજો, યુનિવર્સિટીઓ મા આ કોર્સ કરી શકાય છે. તમને પસંદ હોય તે સંબંધિત યુનિવર્સિટીઓની વેબસાઇટ પર આ કોર્સ બાબતે વધુ માહિતી પણ જોઇ શકાય છે.
બેચલર ઓફ ફાઇન આર્ટ
વિદ્યાર્થીઓ બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કરીને પણ આ ક્ષેત્રમા કારકિર્દી બનાવી શકે છે. ફાઇન આર્ટમાં પેઇન્ટિંગ્સ બનાવવા વિશે શિખવવામાં આવે છે. આ કોર્સ અલ્હાબાદ યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓમાં કરાવવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ તમે નોકરી કરવાને બદલે પોતાનું કામ કરીને આવડત અનુસાર ઘણી કમાણી કરી શકો છો.
અગત્યની લીંક
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 ડાઉનલોડ કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ધોરણ 10-12 પછી કયા કયા કોર્સ કરી શકાય તેની માહિતી ક્યાથી મળશે ?
કારકિર્દી માર્ગદર્શન અંકમાથી
6 thoughts on “Career: 12 આર્ટસ પછી ના બેસ્ટ કોર્સ, મળશે આકર્ષક પગારની નોકરી”