Chadrayan 1 2 3: ચંદ્રયાન 1,2 અને 3 માં શું તફાવત છે? કેવી રીતે એકબીજાથી જુદા પડે છે? આવો જાણીએ આ માહિતી.

Chadrayan 1 2 3: ચંદ્રયાન 1,2 અને 3 માં શું તફાવત છે?: કેવી રીતે એકબીજાથી જુદા પડે છે?: હમણાં જ આપણાં દેશે 14 જુલાઇના રોજ ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે. આ ચંદ્રયાન પૃથ્વીના ઉપગ્રહ તરીકે ઓળખતો ચંદ્ર પર આ યાન મોકલવામાં આવ્યું છે. આ ચંદ્રયાન 3 ના થોડા સમય પહેલા ચંદ્રયાન 2 નું લોંચિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે ISRO ચંદ્રયાન 3 લોન્ચ કરવાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ Chadrayan 1 2 3 શું છે? અને તેને કેવી રીતે ક્રમ આપવામાં આવ્યો અને તેમનો તફાવત શું છે. તો આવો જાણીએ આ Chadrayan 1 2 3 વિશે વધુ માહિતી.

Chadrayan 1 2 3 વિશે

ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકનો પ્રાકૃતિક ઉપગ્રહ છે. ચંદ્રના વિકાસની સ્ટડી કરવાથી સૌરમંડળ અને પૃથ્વીનો ઈતિહાસ જાણી શકાય તેવી અપેક્ષા સેવવામાં આવે છે. આ માટે જ ચંદ્ર સુધી પહોંચવાના જુદા જુદા મિશન ચલાવવામાં આવ્યા છે. તેમાં ભારત માં સામેલ છે.ચંદ્ર પર અભ્યાસ કરવા બાબતે ભારતની અંતરિક્ષ એજન્સી પણ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. ચંદ્રના અભ્યાસ માટે ISRO (Indian Space Research Organisation) એ અત્યાર સુધીમાં ચંદ્રયાન-1, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 લોન્ચ કર્યા છે.

આ પણ વાંચો: GPSC દ્વારા 127 જગ્યા પર ભરતી, જલ્દી કરો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, જુઓ વિગતો અહીથી.

Indian Space Research Organisation

Indian Space Research Organisationને ચંદ્રયાન 1માં સફળતા મળી છે. ચંદ્રયાન-1એ ચંદ્રના High resolution remote sensing કર્યું છે. આ સિવાય ‘Moon Impact Prob’ની મદદથી જાણી શકાયું હતું કે, ચંદ્ર પર પાણીની સ્થિતિ હયાત છે. ત્યારબાદ ચંદ્રયાન-2 લોન્ચ થયું હતું. જોકે, તેનું લેન્ડિંગ ક્રેશ થવાને કારણે ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ચંદ્રયાન-1, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 વચ્ચેનો તફાવત અને તેમના ધ્યેય અંગે નીચે મુજબ.

ચંદ્રયાન-1

Chadrayan 1 2 3 માં પહેલા ચંદ્રયાન 1 વિષે જોઈએ તો 22 ઓક્ટોબર 2008 ના રોજ ભારતીય PSLV રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ચંદ્રયાન 1એ સફળતા પૂર્વક 8 નવેમ્બરના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. તેનું મિશન ચંદ્રની સપાટી પર રાસાયણિક સંયોજનનો સંપૂર્ણ નકશો પૂરો પાડવો અને Three Dimension Topography માટેનો હતો.

ચંદ્રયાન-2

Chadrayan 1 2 3 માં ચંદ્રયાન 2નું લક્ષ્ય ચંદ્ર પર Orbiter, Lander અને Rover મોકલવાનું હતું. 22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. 20 ઓગસ્ટના રોજ આ યાન સફળતાપૂર્વક ચંદ્રની ઓર્બિટમાં પહોંચી ગયું, પરંતુ લેન્ડર વિક્રમના Soft લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાન 2નો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર પછી સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, લેન્ડરના Braking Thrusterમાં ખરાબીને કારણે Crash landing of the lander થતા ચંદ્રયાન 2 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેનો મીશન ચંદ્રની સપાટીની રચનામાં તફાવતો, તેમજ ચંદ્રના પાણીની જગ્યા અને નકશા સાથે જોડાયેલું હતું.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

ચંદ્રયાન-3

14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે. એક મહિના પછી ચંદ્રયાન 3 ચંદ્રના ઓર્બિટરમાં પહોંચી જશે. આ ચંદ્રયાન તૈયાર કરવામાં 700 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.આ ચંદ્રયાન ચંદ્રના એક ભાગ પર જશે અને ત્યાં આવેલેબલ ધાતુ તથા અન્ય એલિમેન્ટ્સની જાણકારી મેળવશે. ચંદ્રયાન 3 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. આ અહીં ઉલ્લેખનીય છે કે, આ Chadrayan 1 2 3 બધા જ મિશનનું લોન્ચિંગ શ્રી હરીકોટાની સાઇટ પરથી થયું હતું.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Chadrayan 1 2 3
Chadrayan 1 2 3

ચંદ્રયાન-1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?

ચંદ્રયાન 1 વિષે જોઈએ તો 22 ઓક્ટોબર 2008 ના રોજ ભારતીય PSLV રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-2 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેનો સંપર્ક ક્યારે તૂટી ગયો હતો ?

22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. 20 ઓગસ્ટના રોજ આ યાન સફળતાપૂર્વક ચંદ્રની ઓર્બિટમાં પહોંચી ગયું, પરંતુ લેન્ડર વિક્રમના Soft લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાન 2નો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.

1 thought on “Chadrayan 1 2 3: ચંદ્રયાન 1,2 અને 3 માં શું તફાવત છે? કેવી રીતે એકબીજાથી જુદા પડે છે? આવો જાણીએ આ માહિતી.”

Leave a Comment

error: Content is protected !!