Civil Services Exam: કઈ યુનિવર્સિટી માથી અભ્યાસ કરીને સૌથી વધુ IAS – IPS બન્યા: આપણાં દેશમાં યુવાનો નોકરી મેળવવા માટે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા આપી પાસ થઈને નોકરીએ લગતા હોય છે. પરંતુ દેશની સૌથી નોકરીની મોટી પોસ્ટ IAS, IPS, IFS છે. આ પોસ્ટમાં નોકરી મેળવવા એક લોઢાના ચણા ચાવવા જેવુ છે. આ પરીક્ષામાં બહુજ ઓછા ઉમેદવારો પરીક્ષા પાસ કરી શકે છે. આ પરીક્ષા એટ્લે Civil Services Exam. પરંતુ શું તમે જાણો છો? કે દેશની એવી કઈ યુનિવર્સિટી છે કે જેમથી સૌથી વધારે Civil Services Exam પાસ કરી અને IAS , IPS બન્યા હોય. તો આવો જાણીએ આ Civil Services Exam વિશે વધુ માહિતી.
Civil Services Exam વિશે
IAS, IFS, IPS તથા અન્ય પોસ્ટ પર પસંદગી પામનારની ચર્ચા આખા વર્ષ દરમિયાન થતી હોય છે. જેમાં UPSC CSE ની તૈયારીથી લઇ તેને પાસ કરનારા હંમેશા ચર્ચામાં રહે છે. આજે આપણે જાણીશું કે આ Civil Services Exam ને પાસ કરનારા વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં કઇ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને આવે છે. તેમણે ક્યાંથી અભ્યાસ કર્યો. જાણીએ આગળ.
આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?
IAS-IPS ની નોકરી
નાગરિક સેવાઓ એ દેશની મુખ્ય સેવાઓમાંની એક છે. IAS-IPS ની નોકરી મેળવવા માટે Civil Services Examની તૈયારીથી લઈને પરિણામ આવે ત્યાં સુધી બધું જ ચર્ચાનો વિષય બની જાય છે. આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે IAS-IPS બનવા અને ત્યાં સુધી પહોંચવા માટેના દરેક પગલા કેટલા અગત્યના હોય છે. આજે આપણે જાણીશું કે કઈ યુનિવર્સિટીમાંથી મોટી સંખ્યામાં અભ્યાસ કરતા ઉમેદવારોએ UPSC પરીક્ષા પાસ કરી છે. અને નોકરી મેળવી છે.
UPSC દ્વારા 1975-2014 સુધીના વાર્ષિક અહેવાલ
UPSC દ્વારા 1975-2014 સુધીના વાર્ષિક અહેવાલ મુજબ, 1975-2014 સુધીમાં, 4128 ઉમેદવારો એક જ યુનિવર્સિટીના ઉમેદવાર બન્યા હતા. આ સેવાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોની વધારે સંખ્યા દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહી હતી. બીજા નંબરે જવાહર નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની સેવાઓ માટે પસંદગી કરવામાં આવી હતી. જવાહર નેહરુ વિશ્વવિદ્યાલય માંથી 1325 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. ટોચની 10 યુનિવર્સિટીઓમાં 5 રાજ્યની યુનિવર્સિટીઓ પૈકી ત્રણ IIT, DU, JNU છે.
પરિક્ષાના તબ્બકા
IAS, IFS, IPS અને અન્ય પદ માટે પસંદ કરાયેલા લોકોએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની Civil Services Exam પાસ કરવી પડે છે. આ પરીક્ષાના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ પ્રિલિમ, બીજો મુખ્ય, ત્રીજો ઇન્ટરવ્યુ. જેઓ આ ત્રણ તબક્કા પસાર કરે છે તેઓને IAS-IPS અને અન્ય પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.
UPSC પ્રિલિમ્સ
UPSC પ્રિલિમ્સ ક્વોલિફાઇંગ નેચરની હોય છે. આ પરીક્ષામાં બે પેપર હોય છે, બંને પાસ કરવાના હોય છે. તેમની સંખ્યા ઉમેરવામાં આવતી નથી. પ્રિલિમ પછી મુખ્ય પરીક્ષા હોય છે. મુખ્ય પરીક્ષામાં 9 પેપર હોય છે. આ પેપર કુલ 1750 માર્ક્સના હોય છે. જેમાંથી 7 પેપર 250 માર્કના, બે પેપર 300 માર્કસના હોય છે. આ 9 પેપરમાંથી બે પેપર 300 માર્ક્સ માટે Qualifying nature ના હોય છે. આ પછી ઇન્ટરવ્યુ થાય છે. ત્યારબાદ મેરિટ મુજબ ઉમેદવારોને પોસ્ટ આપવામાં આવે છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

UPSC પ્રિલિમ્સ માં કેટલા પેપર હોય છે ?
2 પેપર હોય છે.
UPSC મેન્સ માં કેટલા પેપર હોય છે ?
9 પેપર હોય છે.
1 thought on “Civil Services Exam: જાણો દેશની કઈ યુનિવર્સિટી માથી અભ્યાસ કરીને સૌથી વધુ IAS – IPS બન્યા.”