Conjunctivitis Virus: આંખ આવવી: કંજકટીવાઈટીસ વાઇરસ શું છે? અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે?: કોરોના સમય બાદ ચોમાસામાં ઋતુ માં આંખ , કાન, નાક ની સમસ્યા વધી રહી છે. તેમાં પણ આંખનો તો નવો રોગ Conjunctivitis Virus એટલેકે કંજકટીવાઈટીસ વાઇરસનો ફેલાવો ઝડપથી વકરી રહ્યો છે. લોકોને આંખ આવવી અને આંખ માથી પાણી નીકળવું જેવી તકલીફો થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો આ Conjunctivitis Virus વિશે? અને તે કેવી રીતે ફેલાઈ રહ્યો છે? તો આવો જોઈએ Conjunctivitis Virus વિશે નીચે મુજબ.
Conjunctivitis Virus વિશે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ Conjunctivitis Virus ની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચોમાસામાં આ 4 વસ્તુ કરી દેશે વાઇરલ ઇન્ફેકશન કામ તમામ, ક્યારેય નહીં થાય શરદી ઉધરસ.
Conjunctivitis Virus એટ્લે કે કંજકટીવાઈટીસ 2 પ્રકારના હોય છે. વાયરલ કંજકટીવાઈટીસ અને બૈકટેરીયલ કંજકટીવાઈટીસ. આ બિમારી એક આંખથી શરુ થઈને બંને આંખોમાં ફેલાઈ શકે છે. વાયરલ કંજકટીવાઈટીસની કોઈ સારવાર નથી પરંતુ બૈકટેરીયલ કંજકટીવાઈટીસને ઘરેલું ઉપાયો અને ડોક્ટરની સલાહ બાદ આંખોમાં ટીપા નાખીને મટાડી શકાય છે.
આ વાઇરસના લક્ષણ
- એક અથવા બંને આંખો લાલ અથવા ગુલાબી થઈ જવી.
- એક અથવા બંને આંખો બળતરા અથવા ખંજવાર આવવી.
- આંખ માથી અતિશય આંસુ આવવા.
- આંખ માથી પાણી યુક્ત અથવા જાડા સ્ત્રાવ થવા.
- આંખમાં ખૂંચવું.
- આંખોમાં સોજો આવવો.
કંઝક્ટિવાઈટિસમાં આંખના કન્જક્ટિવમાં બળતરા અથવા સોજો જોવા મળે છે. તે પેશીનો પાતળો, પારદર્શક સ્તર છે જે આંખના સફેદ ભાગને આવરી લે છે અને પોપચાની અંદરની બાજુએ હાજર રહે છે. નવી દિલ્હીની લોક નાયક હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારે Times of India ને જણાવ્યું કે, બાળકોમાં કોવિડ ચેપના “defining characteristics” પૈકી એક કંઝક્ટિવાઈટિસ માનવામાં આવે છે.
રુમેટાઇડ અર્થરાઈટીસ
રુમેટાઇડ અર્થરાઈટીસનો ફેલાવો આંખોમાં નથી થતો આ એક ઓટોઈમ્યુન પરિસ્થિતિ છે કે જેમાં તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા સાંધાની તંદુરસ્ત પેશીઓ પર હુમલો કરે છે. જેનાથી આંખોમાં બળતરા થવી, સતત પાણી નીકળવું જેવી તકલીફ થાય છે. આ બીમારીમાં રૂમાલને ઠંડો કરીને આંખો પર મુકવાથી રાહત મળે છે .
કોન્ટેક્ટ લેન્સ
જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો પછી આંખોમાં વારંવાર પાણી આવવાની તકલીફ હોય છે. જો કોન્ટેક્ટ લેન્સ ફક્ત એક આંખમાં લાલાશ અને બળતરા પેદા કરે છે, તો તેને દૂર કરીને તમારી આંખોમાં નવા કોન્ટેક્ટ લેન્સના બદલે થોડા દિવસો માટે ચશ્માંનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે.
આ પણ વાંચો: શું તમે જાણો છો?તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે? અને કેમ એટલો જરૂરી હોય છે?
ઓક્યુલર રોસસીઆ (Ocular rosacea)
આ બિમારીની અસર તમારી ત્વચાની સાથે, તમારી આંખો પર પણ પડે છે. આંખોમાં સોજો આવવો એ આ બિમારીનું મુખ્ય લક્ષણ છે. આ સ્થિતિ કેટલીક વખત એક અથવા બંને આંખોમાં દેખાઈ શકે છે. નબળો આહાર, તણાવ અને આલ્કોહોલનું સેવન આ બિમારીના મુખ્ય કારણો છે. આંખોને વારંવાર ધોવાથી આંખના સોજામાં રાહત મળી શકે છે.
વાઈરલ કંઝક્ટિવાઈટિસ થી બચવા
‘વાઈરલ કંઝક્ટિવાઈટિસ’થી બચવા સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયે સમયે હાથ અને મો ધોવું જોઈએ. ખાસ કરીને ભીડ ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા આવવાનું ટાળવું જોઈએ.
આંખોમાં લાલાશ જણાય, દુ:ખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના આઈ સર્જન પાસે જઇ સારવાર કરાવવી જોઈએ. પોતાની જાતે ડોકટરની સલાહ લીધા વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને આંખોમાં નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. આ સિવાય, પરીવારના કોઈ સભ્યને કંઝક્ટિવાઈટિસની અસર થઈ હોય તો તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

કંજકટીવાઈટીસ વાઇરસ ના કેટલા પ્રકાર છે ?
કંજકટીવાઈટીસ ના 2 પ્રકાર છે ?
1 thought on “Conjunctivitis Virus: કંજકટીવાઈટીસ વાઇરસ શું છે? અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે? આવો જાણીએ આ આંખ આવવી બાબતે.”