Curd: દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો: આજકાલ લોકોની લાઈફ સ્ટાઈલ કઈક અલગ જ બનતી જતી હોય છે. લોકો જંક ફૂડ વધુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ હાલ તો ઉનાળાની ઋતુ સિઝન ચાલી રહી છે. અને લોકો ઠંડી વસ્તુ ખાવાનું રાખે છે. તેમાં હાલ તો છાસ અને દહીનો ઉપયોગ કરતાં હોય છે. પણ તમે જાણો છો ? Curd એટલેકે દહી ખાવાથી થતાં ફાયદા વિશે. તો ચાલો જાણીએ નીચે મુજબ આ ફાયદા વિશે.
Curd વિશે
કેટલાક માણસો દહીં સામાન્ય રીતે આરોગતા હોય છે, પરંતુ આજે અમે તમારા માટે દહીં ખાવાની રીત લઈને આવ્યા છીએ, જે સ્વાસ્થ્ય માટે જબ્બર ફાયદા આપે છે. કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે, જે તેને સુપર ફૂડની કેટેગરીમાં છે.
દહીંનું સેવન ખૂબ ફાયદાકારક
શરીરને તરોતાજા રાખવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને જે લોકોને હ્રદયને લગતી બિમારીઓ હોય છે, ડોકટરો તેમને દહીં ખાવાની સલાહ આપે છે, કારણ કે આવા લોકો માટે દહીંનું આરોગવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે દહીંનું સેવન પાચન ક્રિયાને યોગ્ય રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ જો આપણે દહીંમાં ભળતી કેટલીક ચીજોનો ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો દૂર થઈ શકે છે. કેટલાંક લોકોને દહીં (Curd ) ખાવાથી એસીડિટી પણ થઈ જતી હોય છે. તો એવા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ નીચે મુજબ દહી કોની સાથે આરોગવું જોઈએ.
દહીં અને જીરુ
જો તમારું વજન વધ્યું છે અને તમે તેને ઓછું કરવાની કોશિસ કરો છો, તો દહીં સાથે મિક્સ કરો જીરું, જીરુ શેક્યા પછી તેને થોડું પીસી લીધા બાદ તેને દહીંમાં મિક્સ કરી રોજ એક વાટકી ખાઓ. આ કરવાથી તમે વજન ઓછું કરી શકો છો.
મધ અને દહીં
જો તમને મોંઢામાં છાલા પડે છે, તો પછી તમે દહીંમાં એક ચમચી મધ નાંખીને ખાઓ..મધમાં Anti bacterial ગુણધર્મો છે, જે છાલાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે પેટને ઠંડુ પણ કરે છે.
ખાંડ અને દહીં
જો તમને દહીં અને ખાંડ ખાવાનું ભાવતું હોય તો કફની તકલીફ દૂર થાય છે. આ સાથે, શરીરને ત્વરિત એનર્જી મળે છે.
આ પણ વાંચો: ગુજરાત પર ફરી વાવાઝોડાનુ સંકટ, 7 થી 11 જૂન મા છે ભારે વરસાદની આગાહિ
દહીં અને મીઠું
દહી અને મીઠું એસિડિટીની તકલીફથી રાહત મેળવવા માટે દહીં (Curd)માં મીઠું ભેળવીને ખાવું. તે શરીરમાં એસિડ સ્તરને સંતુલિત કરે છે અને એસિડિટીમાં ફાયદો કરે છે.
અજમો અને દહીં
જો કોઈ માણસને દાંત નો દુખાવો થાય છે, તો પછી દહીં અને અજમો મિક્સ કરીને ખાઓ. આ દાંતના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ કરે છે.
મરીયા અને દહીં
જો તમે કબજિયાતની તકલીફથી પરેશાન થાય છે, તો પછી દહીં (Curd) માં કાળી મરી મિક્સ કરીને ખાઓ. કાળી મરીમાં હાજર પાઈપિરિનમાં રહેલા Probiotic bacteria કબજિયાતને દૂર કરવામાં અસર કરે છે.
સુંદર વાળ માટે
દહી વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો થશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે યોગ્ય રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ વાળ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.
લૂ નો રામબાણ ઇલાજ
ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય બાબત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાસ માં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.
આમ તો દહીં (Curd)નું નો ખોરાક સ્વાસ્થય વર્ધક છે સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની તકલીફો, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં Quality protein પણ મળી આવે છે.
ખાસ નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ખેડૂત સપોર્ટ આ અંગેની પુષ્ટી કરતુ નથી. આ પ્રક્રિયા અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવા જણાવવામાં આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

દહીમાં ક્યાં પોષક તત્વો રહેલા હોય છે ?
કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ, લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ
1 thought on “Curd: દહીના ફાયદા, શું તમે દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો છો? ચાલો જોઈએ”