Currency note fact: આપણાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટમાં ગાંધીજીનો આ જ ફોટો કેમ છાપવામાં આવ્યો? જાણો રોચક તથ્ય.

Currency note fact: ચલણી નોટમાં ગાંધીજીનો આજ ફોટો કેમ છાપવામાં આવ્યો?: આપણે દરરોજ વ્યવહારમાં ચલણી નોટ નો ઉપયોગ કરીએ છીએ. રોજબરોજની ચીજ વસ્તુની લેવડ દેવડ માટે પૈસા નો ઉપયોગ કરીએ છીએ. અને તમે આ ચલણી નોટ પર તમે ગાંધીજીનો ફોટો જોયો હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે Currency note fact માં ગાંધીજીનો આ જ ફોટો કેમ રાખવામા આવ્યો છે? ચાલો જોઈએ આ Currency note fact માં ગાંધીના ફોટો વિશેની બાબત નીચે મુજબ.

Currency note fact વિશે

રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના યોગદાનને લીધે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર ગાંધીજીનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીનો આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો હતો અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો આવ્યો હતો? આવો જાણીએ આ Currency note fact માં, રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી રૂપે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

આ પણ વાંચો: મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાયતો, સૌથી પહેલા કરો આ કામ

આઝાદી પહેલાની ચલણી નોટ

વર્ષ 1947 સુધી ભારતમાં બ્રિટિશ કિંગ જ્યોર્જના ફોટા વાળી ચલણી નોટોનો વ્યવહારમાં ઉપયોગ થતો હતો. પરંતુ આઝાદી પછી દેશના લોકોએ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોવા માંગતા હતા. આ દરમિયાન તત્કાલીન સરકારે આ નિર્ણય લેવા માટે થોડો સમય માગ્યો હતો. આ સમયે, સરકારે ભારતીય ચલણી નોટ પર કિંગ જ્યોર્જના ફોટાને સારનાથ સ્થિત લૉયન કેપિટલ સાથે રિપ્લેસ કરી દીધી.

1987માં છપાઈ હતી ગાંધીજીના ચિત્ર વાળી ચલણી નોટો

રિઝર્વ બેંકે 1969 માં પ્રથમ વખત ગાંધીજીના ફોટા સાથે 100 રૂપિયાની નોટ રજૂ કરી હતી. આ વર્ષ તેમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને નોટ પર તેમના ચિત્ર પાછળ સેવાગ્રામ આશ્રમનું ચિત્ર પણ હતું. પરંતુ ગાંધીજીના વર્તમાન ચિત્રવાળી ચલણી નોટો સૌપ્રથમ 1987માં છાપવામાં આવી હતી. ગાંધીજીના હસતા ચહેરાવાળો આ ફોટો પહેલીવાર 500 રૂપિયાની નોટ પર ઓક્ટોબર 1987માં છાપવામાં આવ્યો હતો. આ પછી ગાંધીજીના આ ફોટાનો ઉપયોગ બીજી ચલણી નોટો પર પણ થવા લાગ્યો.

1996માં છપાઈ સીરીઝવાળી નોટ

RBIએ 1996માં પહેલી વખત Additional features સાથે મહાત્મા ગાંધીની સિરીઝવાળી નોટો બહાર પાડી હતી. આ સુવિધાઓમાં બદલાયેલ Watermark, Window Security Thread, Latest Image, અને Visually Handicapped લોકો માટે Intaglio Features પણ શામેલ છે. 1996થી પહેલા 1987માં, મહાત્મા ગાંધીના ફોટાનો ઉપયોગ વોટરમાર્ક તરીકે કરવામાં આવ્યો હતો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાંધીજીનો જે ફોટો આપણે નોટ પર જોઈએ છીએ તે ક્યાંથી લેવામાં આવ્યો હતો?

આ પણ વાંચો: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.

ગાંધીજીનું આ ફોટો ક્યાથી આવ્યો?

મહાત્મા ગાંધીનો આ ફોટો 1946માં ભૂતપૂર્વ વાઈસરોય હાઉસ (હાલના રાષ્ટ્રપતિ ભવન) માં લેવામાં આવ્યો હતો. અહીં ગાંધીજીને મળવા બ્રિટિશ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ફ્રેડરિક પેથિક લોરેન્સને મળવા માટે મ્યાનમાર (તે સમયે બર્મા)થી ભારતમાં આવ્યા હતા. ત્યાં લીધેલો ગાંધીજીનો આ ફોટો ભારતીય નોટો પર portrait તરીકે છાપવામાં આવ્યો. જોકે, આ ફોટો ક્યા ફોટોગ્રાફરે લીધો તે અંગે કોઈને જાણ નથી.

અગાઉની ચલણી નોટોમાં રહેલા ફોટો

Currency note fact માં અગાઉની ચલણી નોટોમાં રહેલા ફોટો વિશે વાત કરીએ તો ગાંધીજીના ફોટા પહેલા ભારતીય નોટોની ડિઝાઇન અને ફોટો અલગ હતા. વર્ષ 1949માં તત્કાલીન સરકારે 1 રૂપિયાની નોટ ‘અશોક સ્તંભ’ ની ડિઝાઈન કરવામાં આવી હતી. 1953થી, નોટો પર હિન્દીનો ઉલ્લેખ થવા લાગ્યો. 1954 માં 1,000, 5,000 અને 10,000 ની નોટો ફરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે 1000 રૂપિયાની નોટ પર ‘તાંજોર મદિર’ ની ડિઝાઈન હતી. 5,000 રૂપિયાની નોટ પર ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ ની જ્યારે 10,000 રૂપિયાની નોટ પર ‘લાયન કેપિટલ’ અને ‘અશોક સ્તંભ’નો ફોટો છાપવામાં આવ્યા હતા. જોકે, 1978માં આ તમામ નોટો બંધ કરીને એકમાત્ર ગાધીજીના ફોટાવાળી નોટ રાખવામાં આવી હતી.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Currency note fact
Currency note fact

Currency note fact માં આઝાદી પહેલા નોટ પર કોનો ફોટો હતો ?

બ્રિટિશ કિંગ જ્યોર્જના ફોટો હતો.

Currency note fact માં 10,000 ની નોટ પર કોનો ફોટો હતો ?

10,000 રૂપિયાની નોટ પર ‘લાયન કેપિટલ’ અને ‘અશોક સ્તંભ’નો ફોટો હતો.

error: Content is protected !!