Cyclone Name Method: જાણો કઇ રીતે આપવામા આવે છે વાવાઝોડાના નામ, કેમ દર વખત અલગ હોય છે નામ

Cyclone Name Method: ભારતીય હવામાન સંસ્થા દ્વારા એચએએલ બે ત્રણ દિવસ પહેલા ‘Mocha’ વાવાઝોડા વિશે વાત કરવામાં આવી હતી અને આ મોચા વાવાઝોડું ભારતના દક્ષિણ વિસ્તાર તરફ આવવાની સંભવના હતી અને ભારતની દક્ષિણ વિસ્તાર ની આજુબાજુ આવેલા અન્ય દેશોમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ત્યારે તમને ક્યારેય પણ એવું જાન્યુ છે? કે આ વાવાઝોડા ના નામ કેવી રીતે પડતાં હશે? તો ચાલો જાણીએ આ વાવાઝોડાની નામો વિષેની માહિતી.

Table of Contents

વાવાઝોડાનું નામ કોણ રાખે છે?

Indian Meteorological Organization એ એચએએલ માં મોચા વાવાઝોડા આવવાની સંભાવના દર્શાવવામાં આવી હતી Indian Meteorological Organization રિપોર્ટ મુજબ અસરગ્રસ્ત વિસ્તારો વિશે વાત કરવામાં આવી હતી. ચાલો તમને જણાવીએ કે વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામા આવે છે. અને નામ રાખવા ની પ્રક્રિયામાં ક્યાં દેશો પર અને ક્યાં આધારે રાખવામા આવે છે.

આ પણ જુઓ: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જુઓ, તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે;10 લાખ સુધીની મફત સારવાર

વાવાઝોડા ‘મોચા’નું નામ કેવી રીતે આપ્યું?

આ વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામકરણ મૂળાક્ષરોના ક્રમમાં ‘યમન’ દ્વારા આપવામાં આવેલું હતું. તે બાદ, બંગાળની ખાડીમાં આવનારા ગંભીર વાવાઝોડા નું નામ (Cyclone name) નું નામ યમન દેશ દ્વારા તેના Red સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘Mocha’ના નામ પરથી આપવામાં આવ્યું હતું.

વાવાઝોડું શું છે?

‘વાવાઝોડું’ (Cyclone) શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘સાપની કુંડલી’. તે નીચા દબાણ વાળા વિસ્તારની આસપાસ વાતાવરણીય વિક્ષેપ થી રચાય છે જે સામાન્ય રીતે ખૂબ તોફાનો અને ગંભીર હવામાન પરિસ્થિતિઓ સાથે આવે છે.

વાવાઝોડાને તેમના નામ કોના પરથી મળે છે?

વાવાઝોડાના નામ બે રીતે આપવામાં આવ્યા છે, પહેલામાં વિશ્વના Cyclone Name અને બીજામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉત્પન્ન Cyclone Name. વિશ્વના પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs) અને ઉષ્ણકટિબંધીય વાવઝોડા ચેતવણી કેન્દ્રો (TCWCs) ના Cyclone Name વિશ્વભરના કોઈપણ સમુદ્રના તટપ્રદેશમાં બનેલા વાવઝોડાને નામ આપે છે. IMDમાં વિશ્વભરના 6 RSMCનો પણ સમાવેશ થાય છે. બંગાળની ખાડી સહિત ઉત્તર હિંદ મહાસાગરમાં ઉત્પન્ન થતાં વાવઝોડાને IMD નામ આપે છે.

આ પણ જુઓ: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?

નામકરણ માટે વાવઝોડાની ગતિ પણ મહત્વપૂર્ણ છે.

વાવઝોડાને એક ચોક્કસ પ્રકારનું નામ આપવામાં આવે છે, જ્યારે તેની ઝડપ 34 માઈલ પ્રતિ કલાકથી વધી જાય છે. પણ જો વાવાઝોડાની ઝડપ 74 માઇલ પ્રતિ કલાક થી પણ તેનાથી વધી જાય છે, તો તેને હરિકેન, ચક્રવાત અથવા ટાયફૂન તરીકે વર્ગીકૃત કરી ઓળખવામાં આવે છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાનું નામ કેવી રીતે આપવામાં આવે છે?

ભારત તથા આ ક્ષેત્રો ની આજુ બાજુના 13 જેટલા દેશો દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાનું નામ આપવામાં આવે છે.આ વિસ્તારમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડા માં બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડએ વાવાઝોડાઓના નામ આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ વર્ષ 2018માં પાંચ અન્ય દેશો ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન આ બધા દેશો એ વર્ષ 2018 થી Cyclone Name Method માં જોડાયા. જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાનું નામ આપવામાં આવે છે. જે આ 13 દેશોનો ક્રમમા નામ આપવાનો વારો હોય છે.

Cyclone Name ની પ્રક્રિયા આ પ્રમાણે ચાલે છે

આ વિસ્તારમાં સર્જાતા વાવાઝોડાને નામ આપતા જૂથમાં સામેલ દેશો તેમના નામ મૂળાક્ષરો પ્રમાણે આપે છે. જેમ કે B માંથી પહેલા બાંગ્લાદેશ આવે છે, તો તેમના દ્વારા પહેલા નામ રાખે છે, પછી ભારત અને પછી ઈરાન…. આ સર્કલ આ રીતે ચાલુ રહે છે. વાવાઝોડાના નામ માટે, બધા દેશોની સંખ્યા એક પછી એક આવે છે. આ વખતે વાવઝોડા ‘મોચા’ માટે યમન દેશ દ્વારા સૂચવેલા નામનો વારો હતો.

આ વાવાઝોડાના નામની યાદી 25 વર્ષ માટે બનાવવામાં આવે છે.

આગામી 25 વર્ષ માટે દેશોના નામ લઈને યાદી બનાવવામાં આવે છે. આ નામોમાંથી, નામો મૂળાક્ષરોના ક્રમમાં રાખવામાં આવે છે. નવી યાદી પ્રમાણે દેશો મારફતે આપવામાં આવેલા નામોમાં ગતિ, તેજ, ​​મુરાસુ, આગ, નીર, પ્રભંજન, ઘુર્ની, અંબુદ, જલાધી અને વેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, દરેક વર્ષે ઓછામાં ઓછા 5 જેટલા વાવાઝોડા આવશે, તેના આધારે નામોની સૂચિ નક્કી કરવામાં આવે છે.

આમ આપણે Cyclone Name Method (વાવાઝોડાના નામો ) કઈ રેટે આપવામાં આવે છે તે આપણે ઉપર મુજબ જોયું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Join our whatsapp Groupઅહીં ક્લિક કરો
Cyclone Name Method
Cyclone Name Method

વાવાઝોડા મોચાનું નામ ક્યાં દેશ દ્વારા કરવામાં આવ્યું હતું?

યમન

વાવાઝોડાની ઝડપ 74 માઇલ પ્રતિ કલાક થી વધી જાય તો તેને શું કહેવાય છે?

હરિકેન, ચક્રવાત અથવા ટાયફૂન

વાવાઝોડાના નામની યાદી કેટલા વર્ષ માટે બનાવવામાં આવે છે?

25

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાનું નામ કેટલા દેશો દ્વારા આપવામાં આવે છે?

13

1 thought on “Cyclone Name Method: જાણો કઇ રીતે આપવામા આવે છે વાવાઝોડાના નામ, કેમ દર વખત અલગ હોય છે નામ”

Leave a Comment

error: Content is protected !!