Data Tips: હાલ તો જ્યાં જોવો ત્યાં બધા લોકો પાસે સ્માર્ટ ફોન જ જોવા મળે છે લોકો પોતાના મોબાઈલ ને ઉપડેટ કરતાં રહેતા હોય છે ત્યારે તેમાં વપરાસ માટે data નો ઉપયોગ કરી ઇન્ટરનેટ દ્વારા તેનો ઉપયોગ કરે છે અને દાતા નો અનલિમિટેડ ઉપયોગ કરે છે ત્યારે પણ લોકોને આ ડેટા ઘટતો હોય છે અથવા તો દિવસનો ડેટા વહેલો પૂર્ણ થઈ જાય છે અને પછી જ્યારે ડેટાની જરૂરિયાત હોય છે ત્યારે ડેટા ન હોવાને કારણે સમસ્યા ઉદભવતી હોય છે તો ચાલો જાણીએ ડેટા બચાવવાની ટેક્નિક.
Data Tips (મોબાઈલ ડેટા બચાવવાની ટિપ્સ)
- ગમે તે Applicationને wifi હોય ત્યારે જ તેને અપડેટ કરવી જોઇએ.
મોબાઇલ Dataના વપરાશને ઓછો કરવા માટે એક અગત્યનો ઉપાય આ પણ છે ઓટોમેટિક application અપડેટ થતી હોય તો તેને બંધ કરવી. તેના માટે do not auto update એપ્સને પણ સિલેક્ટ કરી શકો છો. ક્યાય તમને ફ્રી વાઇ-ફાઇ ની સુવિધા હોય ત્યારે આ application ને અપડેટ કરવી જોઈએ.
આ પણ વાંચો: જીઓનો સસ્તો ફેમેલી પ્લાન,399 ના રીચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે free કોલિંગ.
- રોજની dataના ઉપયોગની લિમિટ સેટીંગ મા સેટ કરી દો.
આપણે સ્માર્ટ ફોનમાં રોજ કેટલો data ઉપયોગ કરવો તેની લીમીટ સેટ કરી શકીએ છીએ. આ માટે સેટિંગ્સ માં જઈને data used પર ક્લિક કરો. અને તે રોજ લીમીટ સુધી ઉપયોગ થયા બાદ નોટીફીકેશન થી તમને એલર્ટ પણ આપશે.
- કોઇ પણ વીડિયો ઓનલાઇન જોતી વખતે તેનુ quality કરો એક્જેસ્ટ
આપને મોબાઈલ માં યુટ્યુબ ના મધ્યમથી ઓનલાઇન વિડીયો ખૂબ જ જોતા હોઇએ છીએ. ઉપરાંત ક્રિકેટ મેચ વખતે પણ ઓનલાઇન મેચ જોતા હોઇએ છીએ. તેમા વિડીયો quality હાઇ રાખવાને બદલે મીડીયમ અથવા ઓટો મોડમા રાખવુ જોઇએ જેથી data બચી શકાય છે.
- Whatsapp અને facebook મા auto download બંધ કરી દો
Whatsapp અને facebook જેવી એપ્લીકેશન મા વિડીયો અને ફોટો માં auto download હોવાથી આપણો ઘણો ડેટા તેમા વપરાસ થઈ જતો હોય છે. આ માટે auto download ઓપ્શન બંધ રાખવો જોઇએ. જેથી બીનજરુરી વિડીયો કે ફોટો ડાઉનલોડ ન થાય.
આ પણ વાંંચો: ગુજરાત ના તમામ જિલ્લાના RTO પાર્સીંગ કોડ, કયુ વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;
- જરુરી નોટિફિકેશન જ ચાલુ રાખો. બીનજરુરી application ના નોટીફીકેશન ઓફ કરી દો.
આપણાં ફોનમા ઇન્સ્ટોલ કરેલી તમામ application મા આખો દિવસ નોટીફીકેશન ચાલુ જ રહેતા હોય છે. જેમા ઘણો data નો વપરાસ થઈ જાય છે. જેથી બહુ ઉપયોગી ન હોય તેવી એપ.ના નોટીફીકેશન બંધ રાખવા જોઇએ.
- બને ત્યાં સુધી ઓફલાઇન એપ્સનો ઉપયોગ કરવો જોઇએ.
એવી ઘણી application હોય છે જેને તમે ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીતે ઉપયોગ કરી શકો છો. આવી application ને ઓફલાઇન યુઝ કરવી જોઇએ જેથી બીનજરુરી data નો વપરાશ ન થાય.
- હંમેશા લાઇટ વર્ઝન એપ્સ નો જ ઉપયોગ કરવો જોઇએ.
- Restrict background data સેટીંગ કરી દો.
આપણા એન્ડ્રોઇડ ફોનમાં backgroundમાં ચાલતી રહેતી application ઉપયોગમા ન હોવા છતા સૌથી વધુ data વપરાતો હોય છે. આ માટે તમારે ફોનના સેટિંગ્સમાં જઈને જે તે application માટે backround data Restrict બંદ કરી દેવાથી તમે dataને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ application ખુલશે બાકી બંધ જ રહેશે.
ઉપર મુજબની ટીપ્સ ફોલો કરીને તમે મોબાઇલ ડેટા બચાવી શકો છો.
Home page | Click here |
Join our whatsapp Group for Latest update | Click here |

application update કરવા માટે data ને બદલે શેનો ઉપયોગ કરવો જોઈએ?
wifi
હમેશા કઈ એપનો ઉપયોગ કરવો જોઈએ જેથી data બચાવી શકાઈ?
લાઇટ application
4 thoughts on “Data Tips: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;”