Dengue Food Tips: ડેન્ગ્યુ થયેલ વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું, જો આ વસ્તુ ખાશો તો ઇમ્યુનિટી થશે ડાઉન, જાણો સૌથી બેસ્ટ શું.

Dengue Food Tips: ડેન્ગ્યુ થયેલ વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું: જો આ વસ્તુ ખાશો તો ઇમ્યુનિટી થશે ડાઉન: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આખા દેશમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. લોકોને વરસાદની સિઝન બહુ ગમે છે પરંતુ સાથે સાથે આ સિઝન બીમારી પણ લાવે છે. આ બીમારીમાં ડેન્ગ્યુ, ચિકન ગુનીયા, મેલેરિયા જેવા પાણી જાણ્યા રોગો ઉછાળો મારે છે. ત્યારે ચોખ્ખા પાણીમાં થતાં મચ્છર કરડવાથી ડેન્ગ્યુ જેવા ભયાનક રોગો થાય છે.

આ રોગ થયા પછી જો ધ્યાન રાખવા મા ન આવે તો જીવ ખોવાનો ડર રહે છે. તેમાં ઘણી સાવધાની રાખવી પડે છે. આ રોગમાં ખાવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે અમે આજે આ Dengue Food Tips લઈને આવ્યા છીએ જે ડેન્ગ્યુ થયા પછી શું ખાવું અને શું ના ખાવું તે જણાવીશું. તો આવો જોઈએ આ Dengue Food Tips વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Dengue Food Tips વિશે

ચોમાસાની શરૂઆત થતા મચ્છર જન્ય રોગનું પણ જોખમ વધી જાય છે. Aedes mosquito કરડવાથી ડેંગ્યુ ફેલાય છે. ડેંગ્યુ થાય તો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને શરીરની Plateletsઝડપથી ઓછી થવા લાગે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધ ડેંગ્યુની ચપેટમાં આવે છે. ડેંગ્યુના સામાન્ય લક્ષણ હોય તો પણ તે જીવલેણ હોય છે. ડેંગ્યુ થાય ત્યારે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવો જાણીએ Dengue Food Tipsમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.

આ પણ વાંચો: ક્યારે થશે વરસાદ અને ક્યારે નીકળશે તાપ, શ્રેષ્ઠ હવામાન માટેની એપ 2023, જુઓ અહીથી.

ડેંગ્યુ થાય તો શું ના ખાવું જોઈએ

મસાલેદાર ખોરાક

ડેંગ્યુના દર્દીઓએ મસાલેદાર ખોરાક ખાવો ના જોઈએ. જેના લીધે પેટમાં એસિડ જમા થાય છે અને Ulcer ની તકલીફ છે. આ તકલીફથી રાહત મેળવવામાં વધુ સમય લાગે છે. માટે મસાલેદાર ખોરાક ના ખાવો જોઈએ.

કોફી

ડેંગ્યુના દર્દી ઓએ કોફી અથવા કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે Heartbeat વધી શકે છે, થાક લાગે છે અને માંસપેશીઓમાં તકલીફ થવા લાગે છે. માટે કોફી કે કેફિન યુક્ત વસ્તુ ના લેવી જોઈએ.

માંસાહારી ભોજનનું સેવન ના કરવું

ડેંગ્યુના દર્દીઓએ નોનવેજ ના ખાવું જોઈએ. નોનવેજમાં મસાલો વધુ પ્રમાણમાં હોય છે, જે સરળતાથી પચી શકતો નથી. આ કારણોસર ડેંગ્યુ થાય ત્યારે હુંફાળા પાણીનું સેવન કરવું અને પ્રવાહી વધુ લેવું.

આ પણ વાંચો: ચસ્મા હટાવતા જ દેખાવા માંડે છે ધૂંધળું? તો ગભરસો નહીં, આજથી કરી દો આ 5 જ્યુસનું સેવન.

ડેંગ્યુ થાય તો શું ખાવું જોઈએ?

નારિયેળ પાણી

ડેંગ્યુ થાય તો નારિયેળના પાણીનું સેવન કરવું તે ખૂબ ફાયદા રૂપ માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં Electrolytes અને પોષક તત્ત્વો હોય છે, જે શરીરમાં પાણીની ઊણપ દૂર કરે છે.

પપૈયાના પાન

પપૈયાના પાનમાં પપૈન અને Chymopapain જેવા Enzymes રહેલા હોય છે, જેની મદદથી પાચન સરળતાથી થાય છે. સોજો આવતો નથી અને પેટ ફૂલવાની તકલીફ થતી નથી. આ સિવાય Platelet ઝડપથી વધવા લાગે છે. 30 ml પપૈયાના પાનના રસનું સેવન કરવાથી Platelet વધે છે અને ડેંગ્યુના ઈલાજમાં ફાયદા રૂપ છે.

આ પણ વાંચો: ભારતમા ડાબી બાજુ તો ફોરેનમા જમણી બાજુ કેમ ચાલે છે વાહનો, જાણો રોચક તથ્ય.

કીવી

Dengue Food Tips માં કીવીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમની સાથે સાથે વિટામીન A અને વિટામીન E હોય છે. જે શરીરના Electrolytes સંતુલિત કરવાની સાથે સાથે Hypertension અને High blood pressure પણ કંટ્રોલ કરે છે. કીવીમાં રહેલ કોપરને લીધે રક્ત કોશિકાઓનું નિર્માણ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે ડેંગ્યુના તાવને દૂર કરવા માટે લાભકારી ગણાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. અમે માત્ર આરોગ્ય અને સુખાકારી માટે લેખને પ્રકસિત કરીએ છીએ. આ માટે www.khedutsupport.in/ કોઈ જવાબદારી લેતું નથી.)

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
.
Dengue Food Tips
Dengue Food Tips

Dengue Food Tips માં ડેન્ગ્યુ વાળા દર્દીને કેવો ખોરાક ખાવો ન જોઈએ ?

મસસ્લેદાર ખોરાક, કોફી, મસાહારી ખોરાક ના ખાવો જોઈએ.

ડેન્ગ્યુ વાળા દર્દી એ કેવો ખોરાક ખાવો જોઈએ ?

નાળિયેર પાણી, પપૈયાંના પાનનો રસ અને કિવિ ફ્રૂટ

Leave a Comment

error: Content is protected !!