Desi Cold Drinks: હવે કોલ્ડ્રિંક્સને બદલે પીવો આ દેસી પીણાં, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Desi Cold Drinks: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સખત ગરમી પડી રહી છે ત્યારે લોકો પાણી તથા અન્ય ઠંડા પીવા પિતા હોય છે. પણ આ ઠંડા પીણા આપણાં શરીરને નુકશાન કરે છે. લોકો જુદી જુદી ફ્લેવરના પીણાં પીતા હોય છે પણ ડોક્ટરોનું પણ કહેવું છે કે સોફ્ટ ડ્રિંક્સ પીવા જોઈએ નહીં. ત્યારે આ પરિસ્થિતિમાં શું કરવું? તેના માટે અમે તમને Desi Cold Drinks વિશે જણાવીએ કે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આ દેસી પીણાં વિશે વિગતે.

દેસી પીણાં બનાવવા માટેની રેસીપી

જો તમે બહાર મળતા કોલ્ડડ્રિંક્સ પીવો છો તો ચેતી જજો કારણકે તે શરીર માટે નુખશન કરતાં છે તેના બદલે તમે ઘરે બનાવેલા કોલ્ડડ્રિંક્સ નો ઉપયોગ કરો. આ દેસી કોલ્ડડ્રિંક્સ બનાવવા માટેના ઘરગથ્થુ વસ્તુઓથી બનાવી શકાય છે. જે શરીરને ઠંડક આપવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. જે નીચે મુજબ છે.

Mango Panna

હાલ ઉનાળામાં ખૂબ જ પ્રમાણમા હીટ સ્ટ્રોક એટલેકે લૂ પડે છે તેનાથી બચવા માટે Mango Panna કાચી કેરીનું શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં વિટામીન C નું પ્રમાણ વધુ હોય છે જે તમને તાત્કાલિક એનર્જી આપે છે.

કઈ રીતે બનાવવું

કાચી કેરીલો. પછી તેને છોલીને બાફી લો. black salt , ફુદીનો, ખાંડ નાખીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં કાઢીને બરફના ટુકડા સાથે પીઓ.

Shikanji

ભરપુર ઉનાળામાં Shikanji પીવાથી તાત્કાલિક એનર્જી મળે છે. આ ઋતુમાં શિકંજી નીરસતા દૂર કરશે. તેને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીજમાં પણ રાખી શકાય છે.

કેવી રીતે બનાવવું

એક જગમાં પાણી લો. તેમાં લીંબુનો રસ, જીરું પાવડર, black salt અને ખાંડ ઉમેરો. હવે શિકંજીને ચાળણીથી છોલીને ગ્લાસમાં નાખીને બરફના ટુકડા સાથે પીઓ.

આ પણ વાંચો: જાણો દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે? અને કેરેટ ની ગણતરી કેવી રીતે થાય છે?

કેરી વીથ ફુદીના લસ્સી

કેરી અને ફુદીનાથી બનેલી લસ્સી તમને ઉનાળામાં તાજા રાખશે. આ એનર્જી વિંગ ડ્રિંક બનાવો અને તરત જ પીઓ.

કેવી રીતે બનાવવું

કેરી, ખાંડ, ફુદીનો, એલચી પાવડર, લીંબુનો રસ અને દહીં આ બધુ મિક્સ કરો અને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. કેરી રસમય થઈ જાય એટલે તેને ગ્લાસમાં લઈ બરફ સાથે પીઓ.

ફૂદીના ચાસણી

ફુદીનાનું શરબત ઉનાળામાં ડીહાઇડ્રેશન અને લૂ થી બચાવે છે. તે પાચનતંત્રને પણ સારું રાખે છે.

કેવી રીતે બનાવવું


ફુદીનો, ખાંડ અથવા ગોળ, મધ, black salt, કાળા મરી અને જીરું પાવડરને બ્લેન્ડરમાં પીસી લો. આ પેસ્ટને થોડી માત્રામાં પાણીમાં મિક્સ કરીને ગ્લાસમાં નાખીને બરફ સાથે પીઓ.

Buttermilk


Buttermilk ને પીવાથી પેટની બળતરા અને એસિડિટી જેવી સમસ્યા દૂર થાય છે. છાશ પીવાથી વજન ઘટે છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.

કેવી રીતે બનાવવું

દહીંમાં મીઠું, કાળું મીઠું, જીરું પાવડર અને હિંગ ઉમેરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તેમાં બરફ ઉમેરીને ગ્લાસમાં નાખી પીઓ.

આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

Rose syrup

Rose syrup ને પીવાથી પેટની બળતરા દૂર થાય છે. તે શરીરને ઠંડુ રાખવામા મદદ કરે છે.

કેવી રીતે બનાવવું

એક પેનમાં પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો. તેમાં rose water, ઈલાયચી પાવડર અને તાજા ગુલાબના પાનની પેસ્ટ નાખો. તેને ગાળીને ફ્રીજમાં રાખો. સર્વ કરતી વખતે આ શરબતને પાણીમાં મિક્સ કરો અને બરફ ઉમેરી પીઓ.

જલજીરા

જલજીરા પીવાથી એસિડિટી અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યા દૂર થાય છે. ગરમીથી રાહત મેળવવા માટે જલજીરા એક બેસ્ટ વિકલ્પ છે.

કેવી રીતે બનાવવું

પાણીમાં જીરું પાવડર, black salt, સૂકી કેરીનો પાઉડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાનની પેસ્ટ મિક્સ કરો. તેને બરફના ટુકડા સાથે પીઓ.

Aloe vera juice

આ Aloe vera juice ગરમીના કારણે ત્વચાની ટેનિંગને દૂર કરવામાં મદદરૂપ છે. તે પાચન તંત્રને સુધારે છે. તેને પીવાથી તાત્કાલિક એનર્જી મળે છે અને ઉનાળામાં પણ ચામડીની ચમક જળવાઈ રહે છે.

કેવી રીતે બનાવવું

Aloevera ની કાંટાદાર કિનારી કાઢી લો. તેના પાંદડા વચ્ચે સંગ્રહિત પલ્પ દૂર કરો. તેને મિક્સરમાં નાખીને લીંબુ અથવા નારંગીનો રસ અને મીઠું નાખીને પીસી લો અને બરફના ટુકડા સાથે પીઓ.

આ પણ વાંચો:

Bell syrup

હાલ ઉનાળામાં તેને અમૃત સમાન ગણવામાં આવે છે. તે ઝાડા મટાડવામાં મદદરૂપ છે. પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને હીટસ્ટ્રોક (લૂ) થી બચાવે છે.

કેવી રીતે બનાવવું

Bell ના ફળના પલ્પને દૂર કરો અને તેને સારી રીતે મસળી લો. તેમાં ખાંડ, કાળું મીઠું, જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તેને બરફ સાથે પીઓ.

આમલી ની પેસ્ટ (Tamarind paste)

આ ઉનાળાની ગરમીથી બચવા આમલીમાંથી બનાવેલું આ રાજસ્થાની પીણું પીવો. હીટસ્ટ્રોક (લૂ)થી બચવા રાહત મેળવવા માટે આ એક અસરકારક રીત છે.

કેવી રીતે બનાવવું

આમલી અને પાણી મિક્સ કરીને 2 કલાક માટે રહેવા દો. આ મિશ્રણને ગાળી લો અને તેમાં ખાંડ, કાળા મરી પાવડર, એલચી પાવડર, black salt, સાદું મીઠું, બરફ અને પાણી ઉમેરીને બરાબર mix કરો. તેને ગ્લાસમાં નાખી પીઓ.

આપણે ઉપર મુજબ દેસી પીણાં બનાવવાની રીત વિશે વાત કરી જે તમને અને તમારા પરિવારને ઉનાળાની ગરમીથી બચવા માટે ફાડા કારક છે તથા બહાર મળતા પીણાનો ખર્ચ બચે છે અને ઉપર દર્શાવેલી તમામ વસ્તુ તમને ઘરમાથી જ આસાનીથી મળી જશે. આ રીતે ઘરે દેસી પીણાં બનાવી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Desi Cold Drinks
Desi Cold Drinks

મેંગો પન્ના કોલ્ડ ડ્રીંકસમાં ક્યૂ વિટામિન હોય છે ?

વિટામિન c

error: Content is protected !!