Diabetes disease and treatment: ડાયાબિટીસ રોગચાલની જેમ ફેલાઈ રહી છે. જાણીએ આ રોગ અને તેમના ઉપચાર વિશે

Diabetes disease and treatment: ડાયાબિટીસ રોગચાલની જેમ ફેલાઈ રહી છે.: ભારતમાં કોરોના પછી નવા નવા રોગો સામે આવી રહ્યા છે. ભારતમાં લોકો કેન્સર , ડાયાબિટીસ જેવા રોગો સામે લડી રહ્યા છે. અને હવે તો નાના બાળકોમાં પણ ડાયાબિટીસના રોગો સામે આવી રહ્યા છે. ત્યારે આ Diabetes disease and treatment માટે તકેદારી રાખવી જરૂરી છે. નહિતર આ આંકડો મોટો થતો જય રહ્યો છે. આ રોગ કેવી રીતે થાય છે? તથા તેમના માટે શું ઉપચાર કરી શકીએ જોઈએ નીચે મુજબ.

Diabetes disease and treatment

સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ડાયાબિટીસના દર્દીઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં, આ રોગનો શિકાર બનેલા લોકોની સંખ્યામાં એકધારો વધારો થવા લાગ્યો છે. જોકે, ડાયાબિટીસ એક એવો રોગ છે જે કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ વધતી ઉંમર સાથે બેદરકારી તમને ડાયાબિટીસના દર્દી બનાવી શકે છે. યુકે મેડિકલ જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના ICMR અભ્યાસ મુજબ, હાલમાં ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. આવી સ્થિતિમાં, જો તમે 40 વર્ષથી વધુ ઉમરના થઈ ગયા છો અને સ્વસ્થ છો, તો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખીને પોતાને આ રોગથી બચાવી શકો છો.

પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ

જો તમે 40 વર્ષની ઉંમર પછી કરેલી તમારી નાની-નાની ભૂલો તમને પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીક બનાવી શકે છે. ફોર્ટિસ હિરાનંદાની હોસ્પિટલ, મુંબઈના ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડાયરેક્ટર ડૉ. ફરાહ ઈંગલે કહે છે કે, 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી જીવનમાં બદલાવ, યોગ્ય આહાર અને નિયમિત તપાસની સાથે ડાયાબિટીસથી ઘણી હદ સુધી બચી શકાય છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી જબ્બરદસ્ત 10 હેલ્ધી ફુડ, ખોરાકમાં કરો સામેલ, તો રહેશો તંદુરસ્ત

નીચે મુજબ દર્શાવેલ બાબતોથી Diabetes disease and treatment થઈ છે તથા તેમને નિવારી પણ શકાય છે.

જીવનશૈલી

જીવનશૈલી ડાયાબિટીસ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજની બદલાયેલી જીવનના કારણે લોકો નાની ઉંમરમાં જ ડાયાબિટીસ ના રોગનો શિકાર બની રહ્યા છે. મોડે સુધી જાગવું, સવારે મોડું ઊઠવું, પૂરતા શારીરિક શ્રમનો અભાવ, મોટાભાગે બેસી રહેવા જેવી આદતો અજાણતા જ ડાયાબિટીસને આમંત્રણ આપી શકે છે. 40 વર્ષની ઉંમર પછી પણ જો તમે આ જીવનશૈલીને અનુસરતા હોવ તો સ્વસ્થ રહેવા માટે તેને આજથી જ બદલવી જરૂરી છે.

ખાવાની આદતો

Diabetes disease and treatment માં જીવનશૈલીની સાથે સાથે આપણું ખાવા-પીવાનું પણ આપણને ડાયાબિટીસ તરફ વાળે છે. આજના ફાસ્ટ ફૂડના યુગમાં ખાવા-પીવામાં યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ખાવાની ખોટી ટેવોને કારણે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. જો તમે પ્રી ડાયાબિટીક છો તો આ જોખમ વધુ વધી જાય છે.

ઉપચાર: આવી સ્થિતિમાં, આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવાની સાથે, પોતાને સ્વસ્થ રાખવા માટે આહારમાં ફેરફાર કરવો જરૂરી છે.

વજન નિયંત્રણ

બદલાતી જીવનશૈલી સાથે, લોકોએ નિયમિત Exercise પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, 40 વર્ષની ઉંમર પછી દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ તમારા ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ઉપચાર: નિયમિત કસરત ન કરવાની અસર તમારા વધેલા વજનના સ્વરૂપમાં આવે છે, જે ડાયાબિટીસ માટે પણ જવાબદાર છે.

આ પણ વાંચો: તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, જાણો BP વિશે,

તણાવ (Stress)

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લગભગ દરેક વ્યક્તિ તણાવમાં જોવા મળે છે. Diabetes disease and treatment માં વધતી ઉંમર સાથે જો તણાવ લેવલ ઓછુ ન થાય તો તે ઘણી મોટી બીમારીઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસ પણ તેમાંથી એક છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે 40 વર્ષની ઉંમર પછી, તણાવના સ્તરને ઘટાડવા માટેના પગલાં લેવામાં આવે.

ઉપચાર: દરરોજ અડધા કલાકની શારીરિક પ્રવૃત્તિ અથવા આરામ કરવાની તકનીકો તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

નિયમિત ચેકઅપ જરૂરી છે

ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધતી ઉંમર સાથે નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં આ બીમારીથી બચવા માટે જૂની આદતો છોડીને નવી સારી ટેવો અપનાવવી ખૂબ જ જરૂરી છે. તમારી દિનચર્યામાં કેટલીક આદતોનો સમાવેશ કરીને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. 40 વર્ષની ઉંમર પછી, જો તમે સ્વસ્થ અનુભવો છો, તો પણ નિયમિત તપાસ જરૂરી છે.

ઉપચાર: Diabetes disease and treatment માંHb1c ટેસ્ટ સમય સમય પર કરાવી શકાય છે, જેથી ડાયાબિટીસના જોખમને સમયસર ઓળખી શકાય. તેનાથી દર ત્રણ મહિને શુગર લેવલ જાણી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Diabetes disease and treatment
Diabetes disease and treatment

ડાયાબિટીસ કઈ ઉમર પછી વધુ જોવા મળે છે ?

40 વર્ષ પછી

Leave a Comment

error: Content is protected !!