Download Land Record: ખેતીની જમીન માટે 7/12 અને 8-અ જાતે ડાઉનલોડ કરો ઓનલાઇન,

Download Land Record: ખેડૂતો ને પોતાની જમીન માટે 7/12 અને 8અ ની જરૂરિયાત રહેતી હોય છે કોઈ પણ ખેડૂત ને લગતી સહાય હોય અન્ય સહાય તથા બીજા કામ માટે આ આધાર પૂરાવાની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે ખેડૂત આ દાખલા કઢાવવા દૂર સુધી ધક્કા ખાતા હોય છે અને પૈસા પણ ખર્ચવા પડે છે ત્યારે હાલ આ ઓનલાઈન યુગમાં તમે પોતે આ દાખલા ડાઉનલોડ કરી શકો છો અને આ દાખલા ડિજિટલ સાઇન વાળા હોય છે એટેલે તે દરેક જગ્યા એ માન્ય છે. ચાલો જાણીએ આ દાખલા ડાઉનલોડ કરવાની રીત.

ગુજરાત જમીન રેકોર્ડ Anyror

ગુજરાત સરકાર Revenue વિભાગ દ્વારા લેન્ડ રેકોર્ડને ઓનલાઈન બનાવવામાં આવ્યો છે જેના કારણે 7/12 અને 8-અ ના દાખલા તમે ઘરે બેઠા મેળવી શકો છો ઓનલાઇન. ગુજરાતમાં E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી ઘણી નામના મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ માટે એવોર્ડ પણ મળેલ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે આ એક સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. હવે રાજ્યના ખેડૂતો ખેતીના Land Record ના નમૂના 7/12, 8-A, 6 નંબર વગેરે ઓનલાઇન તમને ઘરેબેઠા કોઇ પણ સમયે ડાઉનલોડ કરી શકે છે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyROR Anywhere Portal અને iORA portal પરથી ઓનલાઇન ડાઉનલોડ કરીશકાય છે.

આ પણ વાંંચો: ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદવા માટે રૂ 6000 ની સહાય, ઓનલાઇન અરજી માહિતી

AnyRoR પોર્ટલ ગુજરાત વિશે

પોર્ટલની માહિતી7/12 અને 8-અ ના દાખલા online ડાઉનલોડ
પોસ્ટ નામDownload Land Record
ભાષાગુજરાતી અને english
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRorhttps://anyror.gujarat.gov.in
Official Website i-ORAhttps://iora.gujarat.gov.in

7/12 અને 8-અ ના દાખલા Download કરવાની રીત

કેવી રીતે ડાઉનલોડ કરવા આ દાખલા તેની રીત નીચે મુજબ છે

  • સૌથી પહેલા મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • AnyRoR અથવા i-ora વેબસાઇટ ખોલ્યા બાદ તેના મુખ્ય પેજ પર બતાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” option પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  • વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના બોક્ષમાં એન્ટર કરો.
  • કેપ્ચા કોર્ડ એન્ટર કર્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો OTP જનરેટ કરવાથી તમારા મોબાઈલ નંબર પર OTP કોડ આવશે.
  • મોબાઈલ નંબર પર આવેલ OTP કોડ entar કરીને Login પર ક્લિક કરો. લોગીન પર ક્લિક કર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ગામના નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
  • ગામ નમૂના નંબર મેળવવા માટે તમારો જીલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરવાના રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર સિલેક્ટ કરી “Add Village Form” પર ક્લિક કરો.
  • તમારે જરૂરી ગામ નમૂના નંબરની વિગતો તમારે જે દાખલા download કરવા હોય તે પસંદ કરીને “Add Village Form” પર ક્લિક કરો યાદી તૈયાર કરો.

આ પણ વાંંચો: જાણો દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે? અને કેરેટ ની ગણતરી કેવી રીતે થાય છે?

  • ત્યારપછી ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તમારે પેમેંટ કરવાનુ રહેશે. આ માટે “Procced For Payment” પર ક્લિક કરો.
  • હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારા હોય તો “કેન્સલ રિકવેસ્ટ” પર ક્લિક કરી ડીલીટ કરી શકો છો..
  • જો તમામ માહિતી બરાબર છે તો “Pay Amount” પર ક્લિક કરી જરૂરી રૂપિયાની ચુકવણી ઓનલાઈન કરો. ઓનલાઇન પૈસા માટે તમે ડેબીટ કાર્ડ, UPI, ક્યૂઆર કોડ વગેરે ઓપ્સન નો ઉપયોગ કરી શકો છો.
  • નોંધ : 1) ગામ નમૂના માટે ફી ઓનલાઈન જ ભરવાની છે. (2) ઓનલાઈન ફી ભરતા પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવા અંગે પોર્ટલના પેજ પર દર્શાવેલ સૂચનાઓ ખાસ વાંચી લેવી.
  • પેમેન્ટ કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર ડાઉનલોડ કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના તમે download કરી શકાશે.
  • નોંધ : (1) જો રકમની ચુકવણી કર્યા બાદ પણ ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate RoR” પર ક્લિક ક્લિક કરી ડીજીટલ ગામ નમુના નંબર Generate કરી શકાય છે.
  • ડીજીટલ ગામના નમુના નંબરમાં દર્શાવેલ QR Code Scan કરવાથી કોઈપણ લોકો કે સંસ્થા તેને સર્વરની કોપીની ચકાસણી કરી શકે છે.
  • આ રીતે 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા તમે online download કરી શકો છો.

અગત્યની લિન્ક

AnyRoR Gujarat Websiteઅહિયાં ક્લિક કરો
i-ORA Gujarat Portalઅહિયાં ક્લિક કરો
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Download Land Record
Download Land Record

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

7/12 અને 8-અ ડાઉનલોડ કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

AnyRoR (anyror.gujarat.gov.in)

7/12 અને 8-અ ડાઉનલોડ કરવા કેટલી ફી હોય છે ?

દાખલા પ્રમાણે રૂ.5

Leave a Comment

error: Content is protected !!