Drinking Water Fact: જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો: આપણાં જીવનમાં પાણી તથા ભોજન ખૂબ જ અગત્ય ધરાવે છે.આપણે ભોજન વગર થોડો સમય ચલાવી લઈએ છીએ પરંતુ પાણી વગર થોડો સમય પણ ના ચાલે. આપણે જમ્યા બાદ પાણી પિતા હોઈએ છીએ પરંતુ જમ્યા બાદ કેટલું પાણી પીવું જોઈએ એ તમને ખબર છે? અથવા તો જમ્યા બાદ જો વધારે પાણી પિતા હોય તો ચેતી જજો નહિતર થશે ગંભીર સમસ્યાઓ. ત્યારે આ Drinking Water Fact બાબતે અમે તમને જણાવીશું કે જમ્યા બાદ કેટલું પાણી પીવું શરીર માટે યોગ્ય છે. તો આવો જોઈએ આ Drinking Water Fact વિશે નીચે મુજબ.
Drinking Water Fact વિશે
Drinking Water Fact માં જો તમને જમ્યા બાદ તમને પણ પાણી પીવાની આદત હશે. પરંતુ શું તમે જાણો છો આ આદતથી ઘણી સમસ્યા થઇ શકે છે. આયુર્વેદનાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આદતના કારણે તમને ગેસ, એસિડિટી જેવી તકલીફ પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?
જમ્યા પછી પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે
આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે જમ્યા બાદ તરત પાણી ન પીવું જોઈએ. પરંતુ એ પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા રોજિંદા જીવનને લઈને ઘણા નુસખા જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. જમ્યાના 40 મિનિટ પહેલાં અથવા જમ્યાના એક થી બે કલાક પછી પાણી પીવું જોઈએ.
પાચન ક્રિયા માટે નુકસાનકારક છે.
Drinking Water Fact માં જમ્યાના 40 મિનિટ બાદ પાણી પીવું એ કોઈ નવી વાત નથી પરંતુ ખૂબ કારગર નુસખો છે. પહેલા પણ આપે જમ્યા પછી તરત પાણી ન પીવાની સલાહ સાંભળી હશે. પરંતુ તેનું પાલન સહેલું નથી. ઘણા લોકો જમતાં સમયે પાણી પિતા હોય છે. તેમજ જમ્યા બાદ તરત જ પાણી પિતા હોય છે. અને પાણી પીધા બાદ સારું ફીલ થતું હોય છે એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પાચન ક્રિયા માટે ખૂબ નુકસાન કારક છે. મોટેભાગે આ આદતના કારણે ગેસ, એસીડીટી જેવી તકલીફ થતી હોય છે. આથી જમ્યાના ઓછામાં ઓછા 30 મિનિટ કે એક કલાક બાદ પાણી પીવું જોઈએ.
જમ્યા બાદ તરત પાણી કેમ ન પીવું જોઈએ?
જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચન ક્રિયા નબળી થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સ્યુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની તકલીફ થતી હોય છે. જમ્યા પછી લેવામાં આવતું પાણી Enzymes અને Acids ના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
ખોરાકના ન્યુટ્રીશનને શોષવા માટે અડધા કલાકની જરૂર પડે
જમ્યા પછી પાણી પીવાથી Gastic energy ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. આયુર્વેદનાં ડોક્ટર્સના બતાવ્યા મુજબ જમ્યા પછી ખોરાકના પોષક તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in/ જવાબદાર નથી.)
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

ખોરાકના ન્યુટ્રીશનને શોષવા માટે કેટલા કલાકની જરૂર પડે છે ?
ખોરાકના ન્યુટ્રીશનને શોષવા માટે અડધા કલાકની જરૂર પડે છે.
જમ્યાના કેટલી મિનિટ પહેલા અને જમ્યા ના કેટલી કલાક બાદ પાણી પીવું યોગ્ય છે ?
જમ્યાના 40 મિનિટ પહેલા અને જમ્યા ના 1 થી 2 કલાક બાદ પાણી પીવું યોગ્ય છે.
2 thoughts on “Drinking Water Fact: જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, નહિતર થશે ગંભીર સમસ્યા.”