Drinking Water Fact: રાત્રે પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે? જાણો નિષ્ણાંત શું કહે છે ?

Drinking Water Fact: રાત્રે પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે?: આપણે જીવન જરૂરિયાત માટે પાણી આવશ્યક છે ત્યારે ઘણા ડોક્ટરો પણ પાણી પીવાની સલાહ આપતા હોય છે. દરરોજ કેટલું પાણી પીવું, ક્યારે પાણી પીવું વગેરે બાબત આપણે નિષ્ણાંતો પાસેથી જાણતા હોઈએ છીએ. પરંતુ આપણે જ્યારે રાત્રે પાણી પી અને સૂઈ જઈએ છીએ ત્યારે આ Drinking Water Fact માં પીધેલ પાણી આપણાં શરીર માટે કેટલું ફાયદાકારક છે? તમે જાણો છો? તો આવો જાણીએ આ Drinking Water Fact માં નીચે મુજબ વિગતવાર.

Drinking Water Fact વિશે

આપણું શરીર મોટાભાગે પાણીથી જ બનેલું છે, તેથી જ યોગ્ય માત્રામાં અને નિયમિત રીતે અંતરાલ પર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે, નહીં તો તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જશે અને બીજી ઘણી તકલીફો ઊભી થશે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દિવસમાં 3 થી 4 લિટર જેટલું પાણી પીવું જોઈએ. જો કે, દરેકના મનમાં પ્રશ્ન રહે છે કે આપણે રાત્રે પાણી પીવું જોઈએ કે નહીં અને જો હા, તો કેટલું? આ માટે Drinking Water Factમાં જોઈએ.

આ પણ વાંચોઃ જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.

રાત્રે પાણી પીવું કે નહીં?

નિષ્ણાતોના મત મુજબ રાત્રે સૂતા પહેલા પાણી પીવું જરૂરી છે, જેનાથી ખોરાક પચવામાં સરળ રહે છે, આ ઉપરાંત પાણીને કારણે વિટામિન અને મિનરલ્સ પણ શરીરમાં શોષાય છે. પાણી પીવાથી Metabolism સ્વસ્થ રહે છે અને Toxins અને Waste Products બહાર કાઢવામાં કોઈ સમસ્યા થતી નથી.

પાણી પીવાથી થતાં ફાયદા

Drinking Water Factમાં જે લોકો ઓછું પાણી પીવે છે, તેમના શરીરમાં ઘણી તકલીફો ઊભી થાય છે કારણ કે તેઓ Detoxify કરવામાં સક્ષમ નથી. દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને રાત્રે સૂવાના થોડા કલાક પહેલા પાણી પીવું જોઈએ. જો તમે સૂતી વખતે વધુ પાણી પીશો તો તમને ઉંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે.

આ લોકોએ વધુ પાણી પીવું જોઈએ નહીં

ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયરોગથી પીડિત લોકોએ રાત્રે વધુ પાણી પીવું જોઈએ નહીં, જો બીમારી વાળા લોકો રાત્રે વધુ પાણી પીવે છે તો તેમને વારંવાર શૌચાલય જવું પડે છે, જેના કારણે તેમની ઊંઘનું ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે અને તેઓને ઊંઘ આવતી નથી. માટે તેમણે ઓછું પાણી પીવુ જોઈએ.

આ પણ વાંચો: આપણાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટમાં ગાંધીજીનો આ જ ફોટો કેમ છાપવામાં આવ્યો? જાણો રોચક તથ્ય.

રાત્રે પાણી પીવાની રીત?

સાદા પાણીને બદલે તમે લીંબુ પાણી, Green tea, herbal tea અને અન્ય હેલ્ધી પીણાં પી શકો છો. જો તમે વધુ પડતું સાદું પાણી પીઓ છો, તો તમારે પેશાબ કરવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડશે અને ઊંઘમાં ખલેલ પડશે, માટે વધુ સારું છે કે તમે રાત્રે માત્ર એક કે બે ગ્લાસ પાણી પીવો, જે સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે.

રાત્રે પાણી પીવું કેમ જરૂરી છે

રાત્રિ ભોજન પછી પાણી પીવાથી શરીર કુદરતી રીતે સાફ થઈ જાય છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢીને પાચનમાં મદદ કરે છે. જેમને એસિડિટી કે ગેસની તકલીફ હોય તેમણે રાત્રે પાણી અવશ્ય પીવું જોઈએ. શરદી અને ફ્લૂના દર્દીઓ માટે હૂંફાળું પાણી ફાડા કારક છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in જવાબદાર નથી. )

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Drinking Water Fact
Drinking Water Fact

કઈ બીમારી વાળા વ્યક્તિ એ રાત્રે ઓછું પાણી પીવું જોઈએ ?

ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયરોગથી પીડિત લોકોએ રાત્રે વધુ પાણી પીવું જોઈએ નહી.

રાત્રે સૂતા પહેલા કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ ?

1 થી 2 ગ્લાસ

2 thoughts on “Drinking Water Fact: રાત્રે પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે? જાણો નિષ્ણાંત શું કહે છે ?”

Leave a Comment

error: Content is protected !!