Driving Licence exam pdf: આપણાં દેશ ભારતમાં કોઈપણ વાહન એટ્લે કે બાઇક, કાર, ટ્રક, બસ વગેરે જેવા વાહનો ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર પડે છે અને ફરજિયાત છે. આજે આ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટેની પ્રોશેસ અને તેના માટે લેવામાં આવતી પરીક્ષા માટે આ લેખ આપવામાં આવ્યો છે. જે પરીક્ષા માટે જરૂરી એવી બૂકની PDF પણ આપવામાં આવી છે. જે તમને તથા તમારા સબંધીને ઉપયોગી બનશે.
Driving Licence પરીક્ષા માટે ઉપયોગી બૂક
પોસ્ટ નામ | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી PDF |
વિષય | Driving Licence exam pdf બૂક |
વિભાગ | RTO |
ફાયદા | પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્નો |
ઓફીસીયલ વેબસાઈટ | https://parivahan.gov.in/ |
Driving Licence માટેની કોમ્પ્યુટર પરીક્ષા
Driving Licence કઢાવવા માટે સૌપ્રથમ ફોર્મ ભરવું પડે છે ત્યાર બાદ કોમ્પ્યુટર પરીક્ષા આપવાની હોય છે. આ કોમ્પ્યુટર પરીક્ષા આપવી ફરજીયાત છે. ચાલો તો આપણે જાણીએ કે કોમ્પ્યુટર ટેસ્ટમાં કેવા પ્રશ્નો પુછાઇ શકે. તેની નીચે મુજબની પ્રશ્નો આપેલા છે.
આ પણ જુઓ: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?
Driving Licence કઢાવવા માટે કોમ્પ્યુટર પરીક્ષા નિયમો
- આ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે એક ઉપયોગી PDF ફાઈલ આ પોસ્ટમા આપેલી છે જે લેખની છેલ્લે આપેલ છે, તે વાંચજો જે તમને પરીક્ષા પાસ થવામાં મદદ થશે.
- કમ્પ્યુટરની પરીક્ષામાં ટ્રાફીક નિયમો ને લગતા પ્રશ્નો હશે જે તમે રસ્તાઓ પર જાઓ તે સમયે જોતા હોવ છો. તે પ્રકારના પ્રશ્નો હોય છે.
- આ પરીક્ષા વિકલ્પ વાળા પ્રશ્નો વળી હોય છે. જેમાં 4 માથી 1 સાચો જવાબ આપવાનો હોય છે.
- RTO કોમ્પ્યુટર પરીક્ષામાં 15 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી તમારે 11 પ્રશ્ન સાચા જવાબ આપવા ફરજીયાત છે તો જ તમે પરિક્ષામાં પાસ થયા ગણાશો.
- દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે.
- ઓનલાઈન આરટીઓ પરીક્ષા ટેસ્ટમાં જાવ ત્યારે એક ID પ્રૂફ સાથે રાખવું ફરજિયા છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ કોમ્પ્યુટર પરીક્ષા માટે અગત્યના પ્રશ્ન
- રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
- તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
- વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
- જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
- તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
- કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
- ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
- રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
- ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
- તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
- ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
- જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
- ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
- PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
- નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
- પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
- વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
- જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
Driving Licence પરીક્ષા માટે ઉપયોગી બૂક અને એપ્લીકેશન નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.
Driving Licence કોમ્પ્યુટર પરીક્ષા માટે ઉપયોગી બૂક | PDF HERE |
હોમ પેજ જાઓ | અહિયાં ક્લિક કરો |

Driving Licence માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
ગુજરાતમાં Driving Licence માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
DRIVING LICENCE માટે કઈ ઓફીસીયલ વેબસાઈટ છે?
https://parivahan.gov.in/
DRIVING LICENCE કઢાવવા માટે સૌપ્રથમ કઈ પરીક્ષા આપવી પડે છે?
કોમ્પ્યુટર પરીક્ષા
1 thought on “Driving Licence exam pdf: ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ઉપયોગી PDF, Free ડાઉનલોડ કરો”