Duplicate Marksheet: ઘરે બેઠા મેળવો ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 તથા ધોરણ 12 ની, કરો આ રીતે અરજી.

Duplicate Marksheet: ઘરે બેઠા મેળવો ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 તથા ધોરણ 12 ની: જે લોકો ધોરણ 10 તથા 12 માં અભ્યાસ કરી આગળ અભ્યાસ છોડી દીધા પછી પોતાની માર્કશીટ ઘરે રાખી દે છે. પરંતુ ઘણી વખત બેદરકરીને લીધે આ માર્કશીટ ગુમ થઈ જાય અથવા ક્યાક મુકાઇ જાય અને આ માર્કશીટ મળે નહીં. ત્યારે ઘણી વખત ફરીથી આ માર્કશીટનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તે મળતી નથી તો તકલીફ પડે છે. પરંતુ GSEB દ્વારા નવી સર્વિસ શરૂ કરી છે કે ખોવાયેલી માર્કશીટ વિદ્યાર્થીને Duplicate Marksheet બનાવી આપવામાં આવશે. આ માટે એક અરજી કરવાની રહેશે. તો આવો જોઈએ આ Duplicate Marksheet વિશેની સંપૂર્ણ માહિતી.

Duplicate Marksheet વિશે

આર્ટિકલનું નામDuplicate Marksheet
હેતુવર્ષ- ૧૯૫૨ થી તમામ ને ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે.
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટwww.gsebeservice.com

ધોરણ-૧૦ તથા ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSHSEB) દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના રિઝલ્ટના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. GSHSEB બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦ તથા ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ, ધોરણ- ૧૦ તથા ૧૨ પાસ વિદ્યાર્થીને Migration આપવામાં આવતા હતા.

આ પણ વાંચો: શું તમે જાણો છો?તમારા ફોનમાં રહેલ IMEI નંબરનો મતલબ શું થાય છે? અને કેમ એટલો જરૂરી હોય છે?

ધોરણ 10 અને 12ના માર્કશીટ ઓનાલાઈન

જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ધોરણ 10 તથા ધોરણ 12 ની માર્કશીટ લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો ખર્ચ થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSHSEB દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું Digitization કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ Digitization અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા માર્કશીટની ઓનલાઈન પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭ ફેબ્રુઆરીએ ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ આ રીતે મેળવો

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ, Migration અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર ધક્કો નહી પડે, જેથી તેમના સમય અને પૈસાની બચત થશે. ધોરણ 10 તથા ધોરણ 12 તથા ઉપર મુજબના અન્ય પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: સીમકાર્ડ ના નવા નિયમ વિશે વિચારણા, ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે લેવાયો નિર્ણય, હવેથીએક ID પર 9 ને બદલે 4 સીમકાર્ડ મળશે.

આ પ્રમાણપત્ર માટેની અરજી ફી

  • પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ/.
  • ડુપ્લીકેટ માર્કશીટ ફી ૫૦/- રૂ/.
  • માઇગ્રેશન ફી ૧૦૦/- રૂ/.
  • દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂ।. જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

આ રીતે અરજી કરો.

ઓનલાઈન અરજીકઅરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરો.

  • સૌપ્રથમ GSEB ની ઓફિશિયલ વેબ સાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ Duplicate Marksheet વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
  • પછી માંગેલ તમામ વિગતો ભરો.
  • ત્યાર બાદ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ તમામ માહિતી ભરો.
  • છેલ્લે ઓનલાઈન પેમેન્ટ કરો.

અગત્યની લિન્ક

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરોઅહિયાં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Duplicate Marksheet
Duplicate Marksheet

ધોરણ-૧૦ તથા ધોરણ ૧૨ ની માર્કશીટનો રેકર્ડ ક્યાથી ક્યાં સુધીનો રાખવામા આવ્યો છે ?

ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના રિઝલ્ટના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSHSEB દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના કેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું Digitization કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSHSEB દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું Digitization કરી દેવામાં આવ્યું છે.

ડુપ્લિકેટ માર્કશીટ કધ્વ્વ માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.gsebeservice.com/Web/login

2 thoughts on “Duplicate Marksheet: ઘરે બેઠા મેળવો ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 તથા ધોરણ 12 ની, કરો આ રીતે અરજી.”

Leave a Comment

error: Content is protected !!