Dwarkadhish Temple: દ્વારકાધીશ મંદિરના શિખર પર આજથી 5 નહીં 6 ધજા રોહણ: જગત મદિર તરીકે વિશ્વ ભરમાં પ્રખ્યાત દ્વારકાધીશમાં અનેક લોકો દર્શનાર્થે આવે છે. અને દ્વારકાધીશ તમામની મનોકામના પૂરી કરે છે. દ્વારકાધીશના મંદિરમાં દરરોજ 5 ધજા રોહણ કરવામાં આવે છે. અલગ અલગ મનોરથી દ્વારા આ ધજા રોહણ કરવામાં આવે છે. આ જગત મંદિરમાં ધજા રોહણ માટે 1 વર્ષ સુધીનું વેઇટિંગ રહેલું છે. દરરોજ 5 ધજા રોહણ થાય છે. પરંતુ Dwarkadhish Temple ની સમિતિ દ્વારા 15 દિવસ સુધી 5 ને બદલે 6 ધજા રોહણ કરશે તેવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ભક્તજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો જોઈએ આ Dwarkadhish Temple વિશે ની વધુ માહિતી નીચે મુજબ.
Dwarkadhish Temple વિશે
Dwarkadhish Temple દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર આજથી 15 દિવસ સુધી 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. બિપોરજોય વાવાઝોડાના કારણે ઘણા ભાવિકોની ધજા મંદિરના શિખર પર ચડાવી શકાઈ નહોતી. એ ભાવિકોની ધજાજી મંગળ સમયે ઠાકોરજીને અર્પણ કરીને શિખર પર રોહણ કરવામાં આવશે.
આ પણ વાંચો: આપણાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટમાં ગાંધીજીનો આ જ ફોટો કેમ છાપવામાં આવ્યો? જાણો રોચક તથ્ય.
15 દિવસ સુધી 5 ને બદલે 6 ધજાનું રોહણ થશે.
હવેથી રોજ દ્વારકાધીશજીના મંદિરના શિખર પર 5 ધજાને બદલે 6 ધજાનું રોહણ કરાશે તેવો નિર્ણય દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો છે. તમને જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરે પહેલા દરરોજ સવારે 3 અને સાંજે 2 એમ કુલ 5 ધજા રોહણ કરવામાં આવતી હતી, પરંતુ હવે સવારે મંગળા આરતી સમયે 4 અને સાંજે 2 એમ કુલ 6 ધજા મંદિરના શિખર પર ચડાવવામાં આવશે.
12 જૂને બે ધજા ચડાવવામાં આવી હતી.
દ્વારકાધીશ મદિરની વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ તકલીફ કે સમસ્યા આવે છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, આ વખતે પણ બપોરજોય વાવાઝોડા પહેલા જગતમંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને તરત જ દૂર કરે છે.
આ પણ વાંચો: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.
આ લોકો દ્વારા ચડાવવામાં આવે છે દિવસની 5 ધજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા રોજ 5 ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા રોહણ કરવામાં આવે છે. જેની પાછળ ઘણી માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના જુદા જુદા ધ્વજ લગાવતા હતા. જ્યારે બીજા 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા રોહણ કરવામાં આવે છે. આ સિવાય 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ ઘણી લોક માન્યતાઓ પ્રચલિત છે.
આ સમયે રોહણ કરવામાં આવે છે ધજા
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા રોહણ કરવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા રોહણ કરવામાં આવે છે. અહી નોંધનીય છે કે નવી ધજા રોહણ કર્યા પછી જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હક હોય છે અને તે ધજાથી ભગવાન દ્વારકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Dwarkadhish Temple માં કેટલા દિવસ સુધી 5 ને બદલે 6 દિવસ ધજા રોહણ થશે ?
દ્વારકાધીશ મંદિરમાં 15 દિવસ સુધી 5 ને બદલે 6 ધજા રોહણ થશે.
ક્યાં લોકો દ્વારા મંદિર પર ધજા ચડાવવામાં આવે છે ?
વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા રોજ 5 ધજા ચડાવવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિરમાં ક્યાં સમયે ધજા રોહણ કરવામાં આવે છે ?
સવારે મંગલામાં 3 અને સાંજે 2 એવી રીતે ધજા રોહણ કરવામાં આવે છે.