E20 Petrol: E20 પેટ્રોલ ના ફાયદા, ક્યા મળશે E20 પેટ્રોલ

E20 Petrol: E20 પેટ્રોલ: શું છે E20 પેટ્રોલ ના ફાયદા? ક્યા મળશે E20 પેટ્રોલ ? આજકાલ E20 Petrol ખૂબ જ ચર્ચનો વિષય છે. હાલ દેશનાં અમુક શહેરોમાં E20 પેટ્રોલ એટલે કે ઈથેનોલ મિક્સ પેટ્રોલ વેચવાનુ શરૂ કરવામા આવ્યુ છે. સરકાર આ વેચાણ EBP એટલે કે ઈથેનોલ બ્લેંડિંગ પ્રોગ્રામ હેઠળ કરી રહી છે. પહેલા સ્ટેજમાં 10 થી પણ વધુ શહેરોમાં E20 Petrol વેચવાનુ શરુ કરવામા આવ્યુ છે. આવનાર બે વર્ષમાં આખા દેશમાં E20 પેટ્રોલ ઉપલબ્ધ કરવામા આવશે એવો અંદાજ છે. આજે આપણે એ જાણીશું કે, E20 પેટ્રોલ શું છે? E20 પેટ્રોલ થી શું ફાયદાઓ થશે? શું E20 પેટ્રોલ જૂની ગાડીઓમાં પણ ઉપયોગમાં લઈ શકાય ? શું E20 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતા સસ્તું હશે?

E20 Petrol શું છે ?

જ્યારે 80% પેટ્રોલનો ભાગ અને 20% ઈથેનોલનો ભાગ મિક્સ કરવામાં આવે ત્યારે તેને E20 Petrol કહેવામા આવે છે. તેનો ઉપયોગ પેટ્રોલની જેમ જ વાહનોમા ઈંધણ રૂપે કરવામાં આવે છે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ pdf | Pradhan Mantri Awas Yojana pdf 2023

E20 પેટ્રોલ ના ફાયદા

  • E20 Petrol નો મોટો ફાયદો એ છે કે તે સામનય પેટ્રોલની સરખામણીમા પ્રદૂષણ ઓછુ ફેલાવે છે.
  • ઇથેનોલ શેરડીનો રસ,સડેલા બટેટા, ચોખાની ભૂસી જેવી વસ્તુઓમાથી બનાવવામા આવે છે. જેનો ફાયદો ખેડૂતોને પણ થશે.
  • E20 પેટ્રોલ ની કિંમત સામાન્ય પેટ્રોલની સરખામણીમા ઓછી હશે.
  • E20 પેટ્રોલ નો ઉપયોગ વધવાથી પેટ્રોલની આયાત ઓછી થશે. સરવાળે વિદેશી હુંડીયામણની બચત થશે.

E20 Petrol બાબતે જાણવા જેવુ

  • ઈથેનોલ શું છે?

ઈથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે. તે સ્ટાર્ચ અને સુગરનાં મિશ્રણથી બને છે. ઈથેનોલ બનાવવામા શેરડીનો રસ, સડેલા બટાટા અને શાકભાજી, બીટરુટ, ચોખાની ભૂસ્સી જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે.

  • E20 પેટ્રોલનો ઉપયોગ કયા વાહનોમા કરી શકાય?

હા, દરેક પ્રકારનાં વાહનોમા તમે E20 પેટ્રોલનો ઉપયોગ કરી શકો છે. ભારતમાં મોટાભાગની ગાડીઓ BS4 અને BS6 એંજીન સ્ટેજ સુધીની છે. તેમા E20 પેટ્રોલનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ pdf | pandit dindayal upadhyay awas yojana 2022

  • E20 પેટ્રોલ કયા પેટ્રોલ પંપ પર મળશે?

હાલ ૧૧ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અમુક વિસ્તારોમા અમુક પેટ્રોલ પંપ પર જ E20 પેટ્રોલ મળે છે.

  • E20 પેટ્રોલ કયા રાજયોમા મળે છે?

E20 પેટ્રોલ હાલ નીચેના મુજબના રાજ્યોમા ઉપલબ્ધ છે.
હરિયાણા,પંજાબ,હિમાચલ પ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર,કર્ણાટક,ઉતરાખંડ,દિલ્હી,ઉતરપ્રદેશ, દિવ,દમણ,દાદરા નગર હવેલી.

  • સમગ્ર દેશમાં ક્યારે E20 પેટ્રોલ મળશે?

વર્ષ ૨૦૨૫ સુધીમા સમગ્ર દેશના તમામ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળતુ થશે.

  • E20 પેટ્રોલની કિંમત શું હશે?

અમુક વર્ષો પછી વાહનોમા ઇથેનોલનો ઉપયોગ વધુ થશે ત્યારે પેટ્રોલના ભાવ ઘટી શકે છે.

  • જૂની ગાડીઓમાં E20 પેટ્રોલ વાપરી શકાય છે?

હા, જૂની ગાડીઓમાં E20 પેટ્રોલનો વાપરી શકાય છે પણ ઓછી માઈલેજ અને ઓછા પાવર જેવી શકયતાઓ રહેલી છે. તેનાથી બચવા માટે ગાડીના એન્જિનમાં અમુક ફેરફાર કરવા જરૂરી છે.

  • E20 પેટ્રોલથી વાહનને કંઈ નુકશાન થાય છે?

E20 પેટ્રોલથી એવી ગાડીઓમા નુકશાન થશે જેનું એન્જિન જૂનુ છે. તેની એનર્જી ડેન્સિટી સામાન્ય પેટ્રોલથી ઓછી હોય છે. ઈથેનોલનાં કારણે એન્જિનનાં પાર્ટ્સ ખરાબ થઈ શકે છે.

અગત્યની લીંક

E20 પેટ્રોલ અંગે ડીટેઇલ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
E20 Petrol
E20 Petrol

E20 પેટ્રોલ હાલ કયા રાજયોમા મળે છે ?

હરિયાણા,પંજાબ,હિમાચલ પ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર,કર્ણાટક,ઉતરાખંડ,દિલ્હી,ઉતરપ્રદેશ, દિવ,દમણ,દાદરા નગર હવેલી.

error: Content is protected !!