Expensive recharge: Jio, એરટેલ કે VI કોનું સૌથી મોંઘું છે પ્રિપેડ રિચાર્જ, જુઓ અહીથી.

Expensive recharge: Jio, એરટેલ કે VI કોનું સૌથી મોંઘું છે પ્રિપેડ રિચાર્જ: ભારતમાં ઘણી ટેલિફોનિક કંપનીઓ આવેલી છે. જેમાં સૌથી વધારે યુઝર્સની વાત કરવામાં આવે તો Jio, એરટેલ, અને VI ના છે. એમાં પણ જ્યારથી Jio એ ટેલિફોનિક કંપનીમાં જંપલાવ્યું છે ત્યારથી સમગ્ર ભારતમાં ડેટા સાવ પાણીના ભાવે મળવા લાગ્યો છે. એક સમયે ડેટા ઘણો મોંઘો હતો. જે jio ના આગમનથી ડેટા સાવ સસ્તો થયો છે. પરંતુ આપણે વાત કરીએ તો ભારતમાં Expensive recharge એટ્લે કે ઉપરની ત્રણ કંપની માથી કઈ કંપનીનું રિચાર્જ પ્લાન મોંઘું છે? તેના વિશે વાત કરવાની છે. તો આવો જોઈએ આ Expensive recharge વિશે નીચે મુજબ વધુ માહિતી.

Expensive recharge વિશે

હાલના સમયમાં Reliance Jio ટેલિકોમ ઉદ્યોગમાં સૌથી વધુ યુઝર્સ બેઝ ધરાવે છે. ત્યાર બાદ એરટેલ અને વોડાફોન-આઇડિયાનો નંબર આવે છે. Jio અને Airtel એ દેશમાં પોતાના યુઝર્સ માટે ઝડપી ઇન્ટરનેટ માટે 5G નેટવર્ક સેવા શરૂ કર્યું છે જ્યારે VI હજુ પણ ભંડોળના કારણે 5G નેટવર્ક શરૂ કરવામાં અશક્ષમ છે. આજે અમે તમને ત્રણેય ટેલિકોમ ઓપરેટર્સના સૌથી મોંઘા

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

પ્રીપેડ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે તેમની સાથે ઉપલબ્ધ ફાયદાઓ વિશે પણ બતાવીશુ.

Jio-Airtel અને VIનો સૌથી મોંઘો રિચાર્જ પ્લાન

Jio

Expensive recharge વિશે વાત કરવામાં આવે તો Jio કંપનીનો સૌથી મોંઘો પ્રીપેડ પ્લાન 2,999 રૂપિયાનો છે. તેમાં કંપની 365 દિવસ એટલે કે 1 વર્ષ માટે દરરોજ 2.5GB Internet, 100 SMS અને Unlimitd calling નો લાભ આપે છે. આ ઉપરાંત કંપની અલગથી 75GB Internet પ્રોવાઈડ કરે છે. આ સાથે Jio TV, Jio Cinema and Jio Cloud નું Subscription પણ આપવામાં આવ્યું છે.

એરટેલ

Expensive recharge માં એરટેલનો સૌથી મોંઘો પ્રીપેડ પ્લાન રૂ. 3,359 રૂપિયાનો છે. તેમાં કંપની 365 દિવસ માટે દરરોજ 2.5GB Internet, 100 SMS અને અનલિમિટેડ callingનો લાભ આપે છે. આ સિવાય Disney Plus Hotstarનું મોબાઈલ Subscription પ્લાનમાં એક વર્ષ માટે Free માં ઉપલબ્ધ કરાવે છે.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

વોડાફોન આઈડિયા

વોડાફોન આઈડિયાના રૂ. 3,099ના પ્લાનમાં કંપની 365 દિવસ માટે દરરોજ 2GB Internet, 100 SMS અને Unlimited calling ઓફર કરે છે. આ સિવાય યુઝર્સને એક વર્ષ માટે Disney Plus Hotstarનું મોબાઈલ Subscription, દર મહિને વધારાનો 2GB Backup Data અને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Unlimited Data અને સોમવારથી શુક્રવાર સુધીનો બાકીનો દૈનિક ડેટા શનિવાર અને રવિવાર સુધી રોલ ઓવર કરવામાં આવે છે.

કયો પ્લાન છે સારો?

અમારા મતે Jio નો પ્લાન સૌથી સારો છે. કારણ કે, તેમાં કંપની ઓછા પૈસામાં તમામ લાભ આપી રહી છે. Jio સિનેમા હવે લોકપ્રિય OTT બની ગયું છે અને તેમાં દર અઠવાડિયે નવી ફિલ્મો આવી રહી છે. VIનો પ્લાન Jio પછી શ્રેષ્ઠ છે. તેમાં કંપની તમને ઘણા ફાયદાઓ આપી રહી છે જે અન્ય ટેલિકોમ ઓપરેટર્સ ઓફર નથી કરતા.

આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.

2 કે તેથી વધારે સિમકાર્ડ રાખનારાઓ માટે

મોંઘવારી મોબાઈલ રિચાર્જને પણ નડી રહી છે. માર્કેટમાં અનેક મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ હોવા છતાંયે મોબાઈલ રિચાર્જ દિવસે ને દિવસે Expensive recharge એટ્લે કે મોંઘા થતા જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. તમામ ટેલિકોમ કંપનીઓએ Recharge Plan મોંઘા કરી દીધા છે. જો દર મહિને રિચાર્જ ન કરાવ્યું હોય તો પણ સિમ પર Incoming અને outgoing callની સુવિધા બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં બે સિમ કાર્ડ ધરાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Expensive recharge
Expensive recharge

સૌથી મોંઘું Expensive recharge કઈ કંપનીનું છે ?

એરટેલ કંપની નું

તમારા માટે કઈ કંપનીનો પ્લાન સારો છે ?

Jio નો પ્લાન સૌથી સારો છે.

1 thought on “Expensive recharge: Jio, એરટેલ કે VI કોનું સૌથી મોંઘું છે પ્રિપેડ રિચાર્જ, જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!