Fan Speed technique: હોય શકે આ 5 કારણો: જાણો કઈ ટેકનિકથી વધારી શકો છો પંખાની સ્પીડ: હાલ માં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે લોકો ઠંડક મેળવવા કોઈ ને કોઈએ ઉપાય શોધી લેતા હોય છે. પરંતુ ઉનાળામાં લોકો પંખાનો ઉપયોગ કરે છે. પણ વધુ પડતો વિજભાર ને લીધે પંખાની સ્પીડ ઓછી થઈ જાય છે. અથવા તો બીજા પણ ઘણા કારણો હોય છે. અમે પોસ્ટમાં Fan Speed technique વિશે લઈને આવ્યા છીએ. જેનાથી તમારા પંખાની સ્પીડમાં વધારો થઈ શકે છે. તો ચાલો જોઈએ નીચે મુજબ આ Fan Speed technique વિશે.
Fan Speed technique વિશે
ઉનાળાના ઋતુમાં પંખો સૌથી અગત્યનો છે. કારણ કે, પરસેવો ઝડપથી સુકાઈ જાય અને હવા મળે તે શ્રેષ્ઠ છે. પણ, લાંબા સમય પછી, સીલિંગ ફેન ધીમો ધીમો ચાલવા લાગે છે અને સારી હવા મળતી નથી. આવી સ્થિતિમાં, અમે Fan Speed technique વિશે તમને તે 5 કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે પંખો ધીમો પડી જાય તો તમે તેને રેપર કરી શકો.
1. ખરાબ કેપેસિટર
Fan Speed technique માટે પહેલું કારણ ખરાબ કેપેસીટર છે જે સીલિંગ ફેનનું કેપેસિટર મોટરને પાવરની ચોક્કસ માત્રા પહોંચાડવા માટે કર્યા કરે છે. કારીગરોના મતે, 90 ટકાથી વધુ સીલિંગ ફેનની સમસ્યાઓ ખરાબ કેપેસિટરને કારણે છે. જેના કારણે પંખાની સ્પીડ ધીમી હોય છે. જો તપાસ કર્યા પછી કેપેસીટર ખરાબ હોવાનું બહાર આવે, તો તરત જ તેને બડાળી નાખો.
2. બ્લેડમાં ખરાબી
બીજું કારણ એ પણ છે કે પંખો વર્ષો સુધી ચાલતો હોય ત્યારે ઘણી વાર પંખો અવાજ કરવા લાગે છે. પંખાના એક કે બે બ્લેડ અથવા ત્રણેય બ્લેડને નુકસાન થવાને કારણસર આવું બને છે. જ્યારે બ્લેડને નુકસાન થાય છે, ત્યારે તેઓ તેમનું સંતુલન પણ ગુમાવે છે. આ સ્થિતિમાં, જો તમને પંખાના કોઈપણ બ્લેડમાં વાંકો ભાગ દેખાય, તો તેને તરત જ બદલો નાખવો જોઈએ.
3. જૂની બેરીંગ્સ
પંખો જેમ જૂનો થતાં સીલિંગ ફેન્સ માટે બોલ બેરીંગની અંદર ધૂળ, ગંદકી અને કચરો એકઠો થવો સામાન્ય છે. જેના કારણે પંખાની સ્પીડ પણ ઘણી વખત ઘટી જાય છે. જો તમને એવું લાગે છે, તો પછી બેરિંગ્સને યોગ્ય રીતે સફાઈ કરો.
4. સ્ક્રુનું ઢીલું પડવું
પંખાની સ્પીડ ધીમી થવાનું એક કારણ આ પણ છે કે ઘણી વખત ચાલતી વખતે પંખાના સ્ક્રૂ ઢીલા પડી જાય છે. આ ઘણી વખત થાય છે. જો પંખામાંથી કોઈ વિચિત્ર અવાજ આવે છે, તો એક વખત સ્ક્રૂને ચોક્કસથી તપાસો. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ અગત્યનું છે.
5. લ્યુબ્રિકેશનનો અભાવ
અસરકારક કામગીરી માટે સિલિંગ ફેન મોટરની અંદર હાજર લ્યુબ્રિકેશન ખૂબ જ અગત્યનું છે. યોગ્ય લ્યુબ્રિકેશન વગર, મોટરની અંદરના ફરતા ભાગો સુકાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પંખાની સ્પીડ પર પણ અસર પડે છે. માટે આ પણ તપાસી જુઓ.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

પંખાની સ્પીડ ધીમી હોવાનું પહેલું કારણ શું હોય શકે ?
ખરાબ કેપેસીટર