મફત પ્લોટ યોજના: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, ફોર્મ ડાઉનલોડ કરો અહીથી.

મફત પ્લોટ યોજના: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા અને જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગામડાના કારીગરો માટે 100 ચો.મી. સુધીના ઘરથાળના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગે દ્વારા મંજુરી આપી છે. રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના વિષે વાત કરવામાં આવે તો તેની શરૂઆત 1972 થી થઇ હતી. ગુજરાતના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનુ અમલીકરણ કરવામા આવે છે. મફત પ્લોટ યોજનાનું ફોર્મ કયાથી મળશે અને કયા ભરીને આપવાનુ રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

  • મફત પ્લોટ યોજના 2023.
  • ઘર બનાવવા માટે 100 ચો.વાર નો પ્લોટ મળશે.
  • મફત પ્લોટ યોજનાના ફોર્મની PDF ડાઉનલોડ કરો.
  • ક્યાં વ્યક્તિને લાભ મળી શકે? જાણો ગુજરાતીમાં તમામ માહિતી વિગતે.

ગુજરાતની મફત પ્લોટ યોજના

યોજનામફત પ્લોટ યોજના ગુજરાત
પોસ્ટનું નામFree plot plan
વિભાગ હેઠળ ગુજરાત પંચાયત વિભાગ
કોને લાભ મળે ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને
ક્યાં રાજ્યમાં લાગુ ગુજરાત રાજ્ય
પત્ર પ્રકાશિત થયા તારીખ30-07-2022
ઓફિસિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in
અરજી કરવાનો મોડ ઓફ લાઈન અરજી કરવાની રહેશે

મફત પ્લોટ યોજના ફોર્મ

Free plot plan: ગામડાના વિસ્તારમાં રહેતા ઘર વિહોણા અને BPL યાદીમાં નોંધાયેલ જે મજુરો અને કારીગરોને પોતાનું ઘર બનાવી શકે તે માટેની આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામા આવી છે. અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લાખો લાભાર્થી ને મળેલો છે. આ યોજનામા ગુજરાત રાજ્ય સરકારના પ્રયત્ન છે કે તમામ ઘર વિનાના ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં મળે. એ હેતુથી તા. 01-05-2017 નાં રોજ ગુજરાત સરકારે નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજના મેળવતા નિયમોમાં ઘણા સુધારા વધારા કર્યા છે.

આ પણ વાંચો: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન

આ પ્લોટના ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ જોશે તેનું લીસ્ટ

ગામડાના વિસ્તારમા રહેતા લોકોને મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ આધાર પુરાવા જોડવા જરૂરી છે.

  • મફત પ્લોટ યોજનાનુ અરજી ફોર્મ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • BPL યાદી માટે SECCના નામની વિગતો
  • ખેતીની જમીન ન ધરાવતા હોય તેવો દાખલો
  • પ્લોટ અથવા મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજનાની અરજી કરવાની પ્રક્રિયા

મફત પ્લોટ ની આ યોજનાનો લાભ લેવા માટે દરેક લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયત માંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે ત્યારે બાદ તેમાં માંગેલી તમામ માહિતી કોઈ પણ ભૂલરહિત ભરી અને જરૂરી આધાર પુરાવા જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે.

ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી અને જમીન વિહોણા વર્ગ માટે ઉપયોગી છે. જેનાથી ગામડાના વિસ્તારમા ઘર વગરના લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે તબેલા લોન યોજના

આ યોજના અંતર્ગત કોને લાભ મળે ?

  • જે લોકો પાસે પ્લોટ નથી તેમને આ પ્લોટ મળવાપાત્ર છે.
  • અરજદાર કોઈપણ પ્રકારની જમીન ધરાવતા હોવા જોઇએ નહિ. તેમણે મળે છે.
  • અરજદાર ગામડાનો કારીગર અથવા મજૂર હોવા જોઈએ.
  • લાભાર્થી પુખ્તવયના હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી યોગ્ય કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટેની લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • ગુજરાત રાજ્યમાં ક્યાંય પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન કે અન્ય મિલકત ન હોવી જોઈએ.
  • અરજદાર ઓછામાં ઓછા એક વર્ષથી તે ગામમાં રહેતા હોવા જોઈએ.
  • તેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ જમીન ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ધરાવતા ન હોવા જોઇએ.

મફત પ્લોટ યોજના ફોર્મ pdf મહત્વ પૂર્ણ લિન્ક

01/05/2017નો ઠરાવ વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્ર માટેઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના ફોર્મ માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
વ્હાટ્સપ ગ્રુપમાં જોઇન થાઓ અહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના
મફત પ્લોટ યોજના

મહત્વપૂર્ણ પ્રશ્નો:

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

આ યોજનાનો હેતુ ગામડાના ગરીબી રેખા નીચે આવતા લોકો અને ખેત મજૂરોને રહેવા માટે મકાન બની રહે તેવો હેતુ છે.

આ યોજના કયા વિભાગ હેઠળ આવે છે?

આ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.

આ યોજના મા કેવડો પ્લોટ આપવામા આવે છે ?

૧૦૦ ચો.મી. પ્લોટ આપવામાં આવે છે.

મફત પ્લોટ યોજના નો લાભ લેવા કઇ રીતે અરજી કરવાની રહેશે ?

ઓફલાઇન, ગ્રામ પંચાયતમા અરજી કરવાની રહશે.

1 thought on “મફત પ્લોટ યોજના: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, ફોર્મ ડાઉનલોડ કરો અહીથી.”

Leave a Comment

error: Content is protected !!