Fungal infection: વરસાદી ઋતુમાં વધી જાય છે ફંગલ ઇન્ફેકશન: 5 વસ્તુ ટ્રાય અને મેળવો છુટકારો: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ વરસાદી ઋતુ માં વરસાદ ખુબ પડ્યો છે તેથી વરસાદી પાણી હતું રસ્તા પર ચાલુ જ છે. ત્યારે આ વરસાદી પાણીમાં લોકો સતત કામ કરવાને લીધે Fungal infection એટ્લે કે ફંગલ ઇન્ફેકશનથી લોકોના પગમાં દુર્ગંધ અને પગમાં સોજો ચડી જવો જેવી સમસ્યા સર્જાય છે. અને સતત દુખાવો થાય છે. ત્યારે અમે આ Fungal infection ને દૂર કરવા માટે 5 અનોખી વસ્તુ ટ્રાય કરો અને મેળવો આ Fungal infection છુટકારો. તો આવો જોઈએ આ 5 વસ્તુ વિશેની માહિતી નીચે મુજબ દર્શાવી છે.
Fungal infection
વરસાદી ઋતુ સાથે વરસાદ અનેક બીમારીઓ લઈને આવે છે. આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ અગત્યનું છે. કારણ કે વરસાદમાં Bacteria જન્મે છે, સાથે જ પગમાં Fungal infectionનો ખતરો પણ વધી જાય છે. અહી ઉલ્લેખનીય છે કે, વરસાદી ઋતુમાં ભેજ અને ગંદકી ફંગલને જનમવાની તક આપે છે. જેના લીધે પગમાં દુર્ગંધ, ખંજવાળ અને સોજાની તકલીફ સર્જાય છે. આવી સ્થિતિમાં પગની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આ માટે જો તમે કેટલીક વસ્તુઓથી બચો તો પગ અને નખને Fungal infectionથી બચાવી શકાય છે. આ માટે તમે ગરમ પાણી અને બેકિંગ સોડાની મદદ પણ લઈ શકો છો. આવો જાણીએ પગને ફંગલ ઇન્ફેક્શનથી બચવાની ટિપ્સ.
1. Antifungal dusting પાઉડર લગાવોઃ
ચોમાસાની ઋતુ દરમિયાન પગને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવા ખૂબ જ અઘરા છે, કારણ કે ઘરની બહાર નીકળવું એ મજબૂરી છે. આ બાબતમાં, જો તમે બંધ શૂઝ પહેરો છો, તો પછી મોજાં પહેરતા પહેલા Antifungal dusting પાઉડર લગાવો. અને આ પછી રાત્રે સૂતી વખતે Antifungal Lawson લગાવો. આ પ્રક્રિયા કરવાથી વરસાદની ઋતુમાં પગની દુર્ગંધ નહીં આવે. તથા આ સાથે, તમે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે.
2. લીમડાના તેલનો ઉપયોગ
લીમડાના તેલને વરસાદની સિઝનમાં પગના Infecationને ઘટાડવામાં અસરકારક ગણવામાં આવે છે. લીમડો એ Antifungal ગુણોથી ભરપૂર સરળતાથી આવેલેબલ કુદરતી ઘટક છે. તેના ઉપયોગથી Infection ઘટાડી શકાય છે. જો તમે પણ Infecationની ઝપેટમાં હોવ તો તમે તમારા પગની સાથે-સાથે અંગૂઠા પર પણ લીમડાનું તેલ લગાવી શકો છો.
3. મહેંદીના પાંદડાની પેસ્ટ
વરસાદની સિઝનમાં પગના Infection માટે મહેંદીના પાંદડા ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મહેંદીના તાજા પાંદડામાં Antibacterial અને antifungal ગુણ હોય છે, જે આ રીતે Infection ને રોકવામાં મદદરૂપ બને છે. આ માટે તમે મહેંદીના પાંદડાની પેસ્ટ તૈયાર કરી શકો છો. હવે આ પેસ્ટને ફંગલ વાળી આંગળીઓ વચ્ચે લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. આમ કરવાથી Infection થી બચી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
4. ટી ટ્રી ઓઈલ અને હળદર
ટી ટ્રી ઓઈલ અને હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. ટી ટ્રી ઓઈલમાં Antibacterial અને antifungal ગુણ હોય છે. તમે આ તેલને ફંગલ વાળા વિસ્તાર પર દિવસમાં બે વખત લગાવી શકો છો. આ ઉપરાંત તમે તમારા પગ પર હળદરની પેસ્ટ લગાવી શકો છો. આમાં Antibacterial, antifungal અને antiviral ગુણધર્મો હોવાનું જાણવા મળે છે. ફૂગના Infection થી બચવા માટે અંગૂઠાની આસપાસ પણ લગાવી શકાય છે.
5. બંધ ચપ્પલ પહેરવાનું ટાળો
વરસાદની ઋતુ દરમિયાન આ દિવસોમાં બને ત્યાં સુધી ખુલ્લા શૂઝ કે ચપ્પલ પહેરો. જો તમે વરસાદમાં ભીના થાઓ તો તરત જ તમારા પગ સાબુ અને પાણીથી ધોઈ લો. આમ પ્રક્રિયા કરવાથી, વરસાદનું પાણી તમારા પગ પર નહીં આવે અને Fungal Infection નો ખતરો ટળી જશે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in જબદારી લેતું નથી. )
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

મહેંદીના પાંદડામાં ક્યાં ગુનો હોય છે ?
મહેંદીના તાજા પાંદડામાં Antibacterial અને antifungal ગુણ હોય છે.
હળદરમાં ક્યાં ગુણ હોય છે ?
Antibacterial, antifungal અને antiviral ગુણધર્મો હોવાનું જાણવા મળે છે.
3 thoughts on “Fungal infection: વરસાદી ઋતુમાં વધી જાય છે ફંગલ ઇન્ફેકશન, કરો આ 5 વસ્તુ ટ્રાય કરો અને મેળવો આ ઇન્ફેકશનથી છુટકારો. ”