Golden Forest: સોનાની નગરી સંભાળ્યું હશે પણ અહી આવેલું છે સોનાનું જંગલ, સુરજ ઊગતા જ ચમકે છે સોનાની ખાણ.

Golden Forest: સોનાની નગરી સંભાળ્યું હશે પણ અહી આવેલું છે સોનાનું જંગલ: સોનાની ખાણ: આપણે સાંભળતા હોઈએ છીએ કે આ કે પેલું મંદિરમાં સુવર્ણ મંદિર તરીકે જાણીતું બન્યું છે. તમે સંભાળ્યું હશે કે રાવણની નગરી સોનાની નગરી હતી. પરંતુ શું તમે સંભાળ્યું છે કે સોનાનું જંગલ અને ખાણ વિશે જી હા Golden Forest. આ Golden Forest માં સૂર્યના કિરણો પડતાં જ આખું જંગલ ચમકી ઊઠે છે. તો આવો જોઈએ આ Golden Forest વિશે ની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Golden Forest વિશે

પેરુના (Peru)એમેઝોનના જંગલોનો હાલમાં અવકાશમાંથી ફોટો લેવામાં આવ્યો હતો. જ્યારે ફોટો ડેવલપ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં સોનાનું જંગલ (Gold Forest)છે. ચારે બાજુ માત્ર સોનું જ છે. આ ફોટો International Space Station માં હાજર એક અવકાશયાત્રીએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે. હકીકતમાં આ સોનાના જંગલનો ફોટો નથી. તે એમેઝોનના જંગલ અને ગેરકાયદે સોનાની ખાણકામની સમસ્યાઓ દર્શાવે છે.

Golden Forestનો આ ફોટો પેરુના Madre-de-Dios પ્રાંતની છે. તે એમેઝોનના વરસાદી જંગલોમાં સ્થિત એક રાજ્ય છે. આ આખો વિસ્તાર પાણીથી ભરેલી ખીણો, તળાવો, નદીઓ અને સ્ત્રોતોથી ભરેલો છે. અહીં ફોટામાં ઈનામબારી નદી આવેલી છે. આ સિવાય જંગલની વચ્ચે દેખાતા સોનાના રંગના ખાડાઓ ગેરકાયદેસર ખનન વિશે જણાવે છે. જંગલો કપાય છે. આ સુવર્ણ જંગલ લગભગ 15 કિલોમીટર લાંબુ છે.

સોનાની નદી જેવી દેખાતી ખાણ

પેરુ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો સોનાનું ઉત્પાદન કરતો દેશ છે. Madre-de-Dios સૌથી મોટું સ્વતંત્ર ખાણકામ કેન્દ્ર છે. આ ખાણકામને કારણે એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે. સોનું બહાર નિકાળવાની પ્રક્રિયામાં મરકરીનો ઉપયોગ થાય છે. જેના કારણે ત્યાં પારાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ જંગલોમાંથી સોનું કાઢતા હજારો પરિવારો આ રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ પર બની મૂવી, 12 ભાષામાં રીલીઝ થશે, ટીઝર થયું રીલીઝ.

ધંધા-પર્યટન માટે હાઈવે બનાવાયો હતો

બાજુમાં એક નાનું શહેર છે નુએવા અરેક્વિપા છે. જે Southern Interoceanic હાઈવે પાસે છે. આ હાઇવે વર્ષ 2011માં બનાવવામાં આવ્યો હતો. આ એકમાત્ર રસ્તો છે જે બ્રાઝિલને પેરુ સાથે જોડે છે. આ માર્ગ વેપાર અને પ્રવાસન માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનો ઉપયોગ ગેરકાયદેસર ખાણકામ અને Deforestation માટે થઈ રહ્યો છે. આમાંના કેટલાક વિસ્તારો Tambopata National Reserve હેઠળ આવે છે. જ્યાં ખાણકામ પર પ્રતિબંધ છે.

સૂર્યની રોશની પડતાં ચમકે છે સોનાની ખાણો

જ્યારે સૂર્યનો પ્રકાશ તેમના પર પડે છે, ત્યારે જંગલોની વચ્ચે હાજર આ સોનાની ખાણો ખૂબ તેજથી ચમકે છે. અવકાશમાંથી જોવામાં આવે તો એવું લાગે છે કે સોનાની નદી વહે છે. તે ઉપરથી નદી જેવું લાગે છે પરંતુ તેમાં સોનાની ખાણના ખાડા છે. ચારે બાજુ માટી છે. પછી તેમની બાજુમાં જંગલ. આ ફોટો અવકાશમાંથી Nikon D5 ડિજિટલ કેમેરા થી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે, આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરો.

પારાના પ્રદૂષણથી સમસ્યા વધી રહી છે.

આ વિસ્તારની સૌથી મોટી તકલીફ એ છે કે અહીં સોનું મેળવવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. જેનું નુકસાન એમેઝોન અને તેની આસપાસ રહેતા લોકોને થઈ રહ્યું છે. અહીં પૂર પ્રભાવિત વિસ્તારો પણ દેખાઈ રહ્યા છે. પારાના પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. કારણ કે Methylmercury નો ઉપયોગ સોનાની ખાણકામ અને સફાઈ માટે થાય છે. તેઓ જંગલોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

મરકરી એક મોટું ન્યુરોટોક્સિન છે.

Methylmercury એક અતિ ઝેરી તત્વ છે. જે Neurotoxin છે. તે તળાવો અને નદીઓ દ્વારા ફેલાય છે. સમગ્ર દક્ષિણ અમેરિકામાં mercury નું પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સાથે એમેઝોનના જંગલોમાં સોનાની ખાણને લઈને હિંસા થઈ રહી છે. 1990માં સોનાની ગેરકાયદેસર ખાણકામ માટે 16 Yanomami લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 2020માં પણ બે Yanomamiલોકો માર્યા ગયા હતા. ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Golden Forest
Golden Forest

Golden Forest ક્યાં આવેલૂ છે ?

પેરુ દેશમાં

પેરુ વિશ્વનો સોનું ઉત્પાદન કરતો કેટલમો દેશ છે ?

6 દેશ

Leave a Comment

error: Content is protected !!